મહાદેવ પહાડીઓ

વિકિપીડિયામાંથી

મહાદેવ પહાડીઓ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં નર્મદા અને તાપી નદીઓ વચ્ચે આવેલ છે. આ પહાડીઓ દરિયાઈ સપાટીથી ૨૦૦૦ થી ૩૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ છે, જે દખ્ખણના લાવામાંથી બનેલ છે. આ પહાડીઓ આદ્ય-મહાકલ્પ (Archaean Era) અને ગોન્ડવાના કાળના લાલ બલુઆ પથ્થરો દ્વારા બનેલ છે. મહાદેવ પહાડીઓના દક્ષિણના ઢોળાવ પર મેંગેનીઝ અને છિંદવાડા નજીક પેંચ ખીણમાંથી કોલસો મેળવવામાં આવે છે. વેનગંગા અને પેંચ ખીણના થોડાં પહોળાં મેદાનોમાં ઘઉં, જુવાર અને કપાસ પકવવામાં આવે છે. પશ્ચિમ બાજુ બુરહાનપુર કોતરપ્રદેશમાં થોડી ખેતી કરવામાં આવે છે. અહીં આદિવાસી ગોંડ જાતિ વસવાટ કરે છે. ઘાસવાળા વિસ્તારોમાં પશુપાલન કરવામાં આવે છે. અહીં પ્રખ્યાત ગિરિમથક પંચમઢી આવેલ છે. છિંદવાડા એક નાનું શહેર છે.

મહાદેવ મંદિર[ફેરફાર કરો]

મહાદેવ પહાડીઓમાં નર્મદા નદી નજીક ભગવાન શિવજીને સમર્પિત એક મંદિર છુપાયેલું છે. નર્મદા નદી એ ભગવાન શિવની પુત્રી છે એમ માનવામાં આવે છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Mehta, Gita. A River Sutra New York: Doubleday. ૧૯૯૩