લખાણ પર જાઓ

મહિન્દ્રા સ્કોર્પિયો

વિકિપીડિયામાંથી
Mahindra Scorpio
ManufacturerMahindra and Mahindra Limited
Also calledMahindra Goa (in Europe)
Production2002–present
AssemblyNasik, India[]
6th of October City, Egypt[]
ClassSport utility vehicle
Body style(s)4-door SUV
Engine(s)2.1L Petrol I4 116 hp
2.6L Turbodiesel I4 115 hp
2.2L M-Hawk Turbodiesel I4 120 hp
Transmission(s)5 speed man./6 speed Auto / optional 4-wheel drive
Wheelbase105.5 in (2,680 mm)
Length176.9 in (4,493 mm)
Width71.5 in (1,816 mm)
Height77.8 in (1,976 mm)
Curb weight5,534 lb (2,510 kg) (2WD)
5,754 lb (2,610 kg) (4WD)
RelatedMahindra Scorpio Getaway


મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી (SUV) છે જેનું ઉત્પાદન મહિન્દ્રા જૂથની પ્રમુખ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. કંપની દ્વારા વૈશ્વિક બજાર માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રથમ એસયુવી (SUV) છે. સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્કોર્પિયોને સફળતાપૂર્વક સ્વીકૃતિ મળી છે, અને ટૂંક સમયમાં જ તે યુએસમાં (US) રજૂ કરવામાં આવશે.[]

એમએન્ડએમ (M&M)ની કંપનીની જ ઈન્ટિગ્રેટેડ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટીમ (એકીકૃત રચના અને ઉત્પાદન ટુકડી) (આઈડીએએમ (IDAM)) દ્વારા સ્કોર્પિયોની પરિકલ્પના અને રચના કરવામાં આવી છે.આ કારને ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા છે – બિઝનેસ સ્ટાન્ડર્ડ મોનિટરિંગ દ્વારા “કાર ઓફ ધ યર” પુરસ્કાર, બીબીસી (BBC) વર્લ્ડ વ્હીલ્સ દ્વારા “બેસ્ટ એસયુવી (SUV) ઓફ ધ યર” અને બીબીસી (BBC) વર્લ્ડ વ્હીલ્સ દ્વારા વધુ એક, “બેસ્ટ કાર ઓફ ધ યર” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.[]

નેવુના દાયકાની મધ્ય પહેલા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક ઓટોમોબાઈલ એસેમ્બલિંગ (માત્ર પાર્ટસ જોડીને વાહનો તૈયાર કરતી) કંપની હતી. કંપનીએ વિલિસ જીપોનું ઉત્પાદન કર્યું હતું અને તેમાં નજીવા ફેરફારો સાથે સુધારેલી આવૃત્તિ રજૂ કરી હતી (સુધારેલી આવૃત્તિઓને ભારતથી બહાર લઈ જવાઈ હતી). 1996માં, કંપનીએ વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકે તેવી પ્રોડક્ટ સાથે એસયુવી (SUV) ક્ષેત્રે પ્રવેશવાની યોજના ઘડી હતી. એમ એન્ડ એમ (M & M)ને નવી પેઢીની પ્રોડક્ટ કેવી રીતે તૈયાર કરવી તેનું તકનિકી જ્ઞાન ન હોવાથી, તેમણે ભારતીય ઓટો કંપનીઓમાં સંપૂર્ણ નવી પરિકલ્પના કરી હતી. ડૉ. પવન ગોએન્કા અને એલન ડુરેન્ટ જેવા નવા એક્ઝિક્યુટિવ્સ (કાર્યવાહકો), કે જેમણે પશ્ચિમી દેશોમાં વાહન ઉદ્યોગક્ષેત્રે કામ કર્યું હતું તેમની સાથે મળીને, કંપનીએ, ઉત્પાદક દ્વારા ફરજિયાતપણે તેમના વાહનની રચના, નિર્માણ અને પરીક્ષણના નિયમને તોડ્યો હતો (આ પ્રક્રિયામાં કેટલાક મિલિયન ડોલરોના ખર્ચો થયો હતો). નવી મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી (SUV)માં તેમની મોટાભાગની પ્રણાલીઓ સીધી જ તેમના પુરવઠાકારો દ્વારા રચવામાં આવી હતી જેમાં મહિન્દ્રા દ્વારા ડિઝાઈન (રૂપરેખા), પ્રદર્શન વિવરણો અને કાર્યક્રમની કિંમતના માત્ર કેટલાક ઈનપૂટ (વધારાની માહિતી) આપવામાં આવતા હતા. પરીક્ષણ, માન્યતા અને સામગ્રીની પસંદગી પ્રમાણે પ્રણાલીની ડિઝાઈન (રૂપરેખા) અને એન્જિનિયરિંગ પુરવઠાકારો દ્વારા કરાતા હતા. સ્ત્રોતો અને એન્જિનિયરિંગના સ્થળો પણ પુરવઠાકારો દ્વારા પસંદ કરવામાં આવતા હતા. બાદમાં મહિન્દ્રાના પ્લાન્ટમાં મહિન્દ્રા બેજની દેખરેખ હેઠળ ભાગોને જોડવાનું કામ થતું હતું (ભારતમાં એમયુવી (MUV) ક્ષેત્રે મહિન્દ્રા એક ખ્યાતનામ બ્રાન્ડ હોવાથી). આ પદ્ધતિથી કંપની પુરવઠાકારની 100 ટકા પરોક્ષ હિસ્સેદારી સાથે પરિકલ્પનાથી વાસ્તવિકતા સુધીના નવા વાહનનું ઉત્પાદન રૂ. 600 કરોડના ખર્ચે કરી શકી હતી ($120 મિલિયન)[], જેમાં પ્લાન્ટના સુધારાનો ખર્ચ પણ સમાવાયેલ છે. આ યોજનાને પરિકલ્પનામાંથી અંતિમ પ્રોડક્ટને સાકાર થતા 5 વર્ષનો સમય લાગ્યો હતો.

એપ્રિલ 2006માં, કંપનીએ સુધારેલી સ્કોર્પિયો રજૂ કરી હતી – તેને ‘તમામ-નવી’ સ્કોર્પિયો તરીકે ગણાવાતી હતી. જૂન 2007માં, મહિન્દ્રાએ ભારતમાં પિક-અપ આવૃત્તિ રજૂ કરી હતી જે સ્કોર્પિયો ગેટવે તરીકે ઓળખાતી હતી. તાજેતરમાં એમ એન્ડ એમ (M & M) દ્વારા આ મોડેલની નવી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે.

પ્રથમ પેઢી

[ફેરફાર કરો]
કુઆલા લુમ્પુરમાં મહિન્દ્રા સ્કોર્પિયો (1લી પેઢી)
મહિન્દ્રા સ્કોર્પિયો પિક અપ (ગેટવે)
બીજી પેઢીની મહિન્દ્રા સ્કોર્પિયો

ભારતમાં 2002માં મહિન્દ્રા સ્કોર્પિયો રજૂ કરવામાં આવી હતી. સ્કોર્પિયોને સફળતા મળ્યા બાદ ટૂંક જ સમયમાં, મહિન્દ્રાએ પ્લશ (મલમલના કાપડમાંથી બનેલ) બેઠકો અને પાછળના ભાગે મધ્યમાં આરામ માટેના હાથા, બહારના ભાગના ડ્યૂઅલ ટોન (દ્વીરંગી) રંગ અને કેટલાક નજીવા ફેરફારો સાથે સુધારેલી સ્કોર્પિયો રજૂ કરી હતી.

દિલ્હીમાં, ઓટો એક્સપો 2006માં, મહિન્દ્રાએ સીઆરડીઈ (CRDe) એન્જિન સાથેની હાઈબ્રિડ (મિશ્રિત) સ્કોર્પિયો અને પિક-અપ ટ્રક આધારિત સ્કોર્પિયો સાથે સ્કોર્પિયો મોડેલ અંગે તેમની ભાવી યોજનાઓ રજૂ કરી હતી. હાઈબ્રિડ (મિશ્રિત) સ્કોર્પિયો, ભારતમાં વિકસાવયેલા આ પ્રકારનું પ્રથમ વાહન હતું જે અરૂણ જૌરા કે જેઓ ફોર્ડના ભૂતપૂર્વ કર્મચારી હતા, તેમના દ્વારા વિકસાવાયું હતું. તેમના ઉપરી, ડૉ. પવન ગોએન્કા, જીએમ (GM)ના ભૂતપૂર્વ એન્જિનિયર હતા તેઓ હાલમાં મહિન્દ્રાના ઓટોમોટિવ વિભાગના વડા છે તેમજ સંપૂર્ણ સ્કોર્પિયો યોજના જુએ છે.

નવેમ્બર 2007માં, મહિન્દ્રાએ તેમના નવા સ્કોર્પિયો મોડેલ, એમ_હોક (m_Hawk) માટે તેમની અધિકૃત વેબસાઈટ પર પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.[]

14 એપ્રિલ 2008ના રોજ, મહિન્દ્રાએ 2008 એસએઈ (SAE) વિશ્વ પરિષદ ખાતે તેમની સ્કોર્પિયો એસયુવી (SUV)ની ડીઝલ-ઈલેક્ટ્રિક હાઈબ્રિડ (મિશ્રિત) આવૃત્તિની પરિકલ્પના રજૂ કરી હતી.[]

21મી સપ્ટેમ્બર 2008ના રોજ મહિન્દ્રાએ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગીયર (સ્વયંસંચાલિત બદલાતા ગીયર) સાથે તેમની આધુનિક સ્કોર્પિયો રજૂ કરી હતી.

મહિન્દ્રા યુનાઈટેડ સ્ટેટ્સમાં, સંભવતઃ ડીઝલ-ઈલેક્ટ્રિક હાઈબ્રિડ (મિશ્રિત)ની, નિકાસની યોજના ધરાવતી હતી.[] 2006માં મહિન્દ્રા વાહનોના વિતરણ અને આયાત માટે તેણે ગ્લોબલ વ્હીકલ્સ યુએસએ (USA)ના કરારમાં પ્રવેશ કર્યો હતો.[] હવે તે સ્કોર્પિયોની સુધારેલી પિક-અપ આવૃત્તિ (હાલમાં ફોર્ડ સ્કોર્પિયો સાથે ટ્રેડ માર્ક અંગેનો મુદ્દો ચાલી રહ્યો હોવાથી નામ આપવામાં આવ્યું નથી)ને 2009ના અંત સુધીમાં યુએસ (US)માં રજૂ કરવાની યોજનામાં છે.[૧૦] આ વાહન $20,000 જેટલી ઓછી કિંમતે રજૂ કરાયું છે.

નિકાસો

[ફેરફાર કરો]

મહિન્દ્રા સ્કોર્પિયો સમગ્ર વિશ્વમાં વેચાય છે જેમાંના કેટલાક દેશો અહીં દર્શાવેલા છેઃ

પશ્ચિમી યુરોપમાં, સમાન નામથી અગાઉથી જ ફોર્ડનું વાહન ઉપલ્બધ હોવાથી ગુંચવણ ઉભી ન થાય તે માટે તેને મહિન્દ્રા ગોવા કહેવામાં આવે છે.

સુરક્ષા

[ફેરફાર કરો]

સુધારેલી મહિન્દ્રા સ્કોર્પિયો ગેટવે, 2009ના મધ્યમાં ઓસ્ટ્રેલિયામાં રજૂ કરવામાં આવી હતી જેમાં ભારતના મોડેલમાં વધારાની ખાસિયતો જેવી કે એબીએસ (ABS) બ્રેકો અને એરબેગ્સ ઉમેરવામાં આવી હતી જેમાં હાલના એએનસીએપી (ANCAP) રેટિંગના 2 સ્ટારથી વધીને ઓછામાં ઓછા 3 સ્ટાર સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો.

વિગતવાર વર્ણન

[ફેરફાર કરો]
  • એન્જિનઃ સૌથી ઉપર લગાવેલું ઈન્ટરકૂલર, ઈન્ટરકૂલ્ડ, એમહોક (mHawk) સીઆરડીઈ (CRDe), 4 સ્ટ્રોક, ટર્બો ચાર્જડ, ડીઆઈ (DI)
  • ક્યૂબિક ક્ષમતાઃ 2179 સીસી (cc)
  • મહત્તમ કુલ શક્તિઃ 120 bhp (89 kW) @ 4000 આરપીએમ (RPM)
  • મહત્તમ કુલ ટૉર્ક (એન્જિન ફરવાની ગતિ) : 290 N⋅m (210 lbf⋅ft) @ 1800-2800 આરપીએમ (RPM)
  • ગીયર બોક્સઃ 5 સ્પીડ મેન્યુઅલ (હાથ દ્વારા) અને 6 સ્પીડ સ્વયંસંચાલિત
  • ટાયરોઃ પી235/70 આર16 (P235/70 R16), રેડિયલ ટ્યૂબલેસ
  • આગળની બ્રેકોઃ ડિસ્ક અને કેલિપર પ્રકારની, ટ્વીનપોડ અને ટેન્ડમ બૂસ્ટર
  • પાછળની બ્રેકોઃ ડ્રમ પ્રકારની
  • ઈંધણ ટાંકીની ક્ષમતાઃ 60 l (13 imp gal; 16 US gal)
  • ઈંધણનો પ્રકારઃ ડીઝલ
  • ટર્નિંગ સર્કલની ત્રિજ્યાઃ 5.6 m (18 ft) 2ડબ્લ્યુડી (2WD) માટે

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Mahindra Corporate". Mahindra.com. 1981-02-08. મૂળ માંથી 2010-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-24.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-22.
  3. "Guess what? US has appetite for Indian cars". dnaindia.com. 2009-08-05. મેળવેલ 2009-10-24.
  4. [૧] બ્રાઝિલમાં મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી (Suv) અને પિક-અપ રેન્જ રજૂ
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-22.
  6. "- વેબસાઈટ". મૂળ માંથી 2010-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-22.
  7. Wojdyla, Ben (2008-04-14). "Indian Mahindra Scorpio Diesel-Electric Hybrid SUV: First Pictures Of First Indian Hybrid - 2008 SAE". Jalopnik. મેળવેલ 2009-10-24.
  8. "Scorpio set to burn rubber on US highways - India Business - Business - The Times of India". Timesofindia.indiatimes.com. 2006-11-21. મેળવેલ 2009-10-24.
  9. "Mahindra Clean Diesel Pickup Trucks and SUVs". Mahindrana.com. મેળવેલ 2009-10-24.
  10. "Mahindra to enter US market with fuel-efficient pickup truck". domain-b.com. 2009-07-15. મેળવેલ 2009-10-24.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]