મહિષી

વિકિપીડિયામાંથી

મહિષી હિંદુ પૌરાણિક કથાઓમાં એક ભેંસ સ્વરૂપની રાક્ષસી છે, જે મહિષાસુરની બહેન છે. પાર્વતીના અવતારરૂપ દુર્ગા દ્વારા તેના ભાઈના માર્યા ગયા પછી મહિષીએ દુર્ગા અને દેવતાઓ સામે બદલો લેવા તપસ્યા કરી હતી. દક્ષિણ ભારતની મલયાલી પરંપરા અનુસાર, વિષ્ણુ અને શિવના પુત્ર અયપ્પને મહિષીને હરાવ્યા હતા.[૧][૨]

ઉદ્ભવ[ફેરફાર કરો]

શ્રી ભૂતનાથઉપખ્યાનમ અનુસાર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંયુક્ત સ્વરૂપ ત્રિમૂર્તિ પુરુષ સ્વરૂપે દત્તાત્રેયમાં પ્રગટ થઈ હતી, જે ઋષિ અત્રી અને તેમની પત્ની અનસૂયાના પુત્ર હતા. વિષ્ણુ અને શિવની પત્નીઓ લક્ષ્મી અને પાર્વતી એક અન્ય ઋષિની પુત્રી લીલા તરીકે પ્રગટ થયા અને દત્તાત્રેયને તેના પતિ તરીકે સ્વીકાર્યા. જ્યારે તેના પતિએ સંસારનો ત્યાગ કરવાનું નક્કી કર્યું ત્યારે લીલાએ વિરોધ કર્યો, જેના કારણે ઋષિએ તેને મહિષી એટલે કે એક ભેંસ તરીકે જન્મ લેવાનો શ્રાપ આપ્યો.[૩]

પુનર્જન્મ[ફેરફાર કરો]

મૃત્યુ બાદ લીલાનો મહિષી નામે ભેંસ સ્વરૂપ રાક્ષસી તરીકે પુનર્જન્મ થયો. જ્યારે દુર્ગા દ્વારા તેના ભાઈ મહિષાસુરનો વધ કરવામાં આવ્યો ત્યારે તેણે બ્રહ્માની તપસ્યા કરી. બ્રહ્માએ તેને વરદાન આપ્યું કે તે ફક્ત વિષ્ણુ અને શિવના પુત્ર દ્વારા જ મરી શકે. વિષ્ણુ અને શિવનો પુત્ર જન્મવાની શક્યતા ન હોઈ તે નિશ્ચિંત બની. અને શક્તિ વડે સ્વર્ગ જીતી લીધું, ઈન્દ્રનું સિંહાસન લઈ લીધું અને દેવોને સ્વર્ગ બહાર કાઢી મૂક્યા.બ્રહ્માના કહેવાથી દત્તાત્રેયએ 'સુંદર મહિષા' નામના એક સુંદર ઢોરનું રૂપ લીધું. તે મહિષીને સંમોહિત કરી સ્વર્ગથી દૂર પૃથ્વી પર જંગલોમાંઆવ્યાે છે. સમુદ્ર મંથનની ઘટના પછી વિષ્ણુએ લીધેલા મોહિની સ્વરૂપથી આકર્ષિત થઈ શિવે તેની સાથે સંભોગ કર્યો તેનાથી તેમના પુત્ર અયપ્પા/ઐયપ્પા (અયપ્પન)નો જન્મ થયો. જ્યારે મહિષી દેવો સાથે બદલો લેવા આવી ત્યારે અસુરોની મદદ લઈ તેણે અનેક સ્વરૂપ ધારણ કર્યાં અને સ્વર્ગ પર હુમલો કરી દીધો. દેવોએ બાળક એવા અયપ્પનની મદદ માગી જે સ્વર્ગ પહોંચ્યા અને મહિષીને શિંગડાથી પકડીને પૃથ્વી પર પાછા લઈ આવ્યા જ્યાં તેનું મૃત્યુ થયું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Eliza Kent (2013). Lines in Water: Religious Boundaries in South Asia. Syracuse University Press. પૃષ્ઠ 79–81. ISBN 978-0-8156-5225-0.
  2. Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. પૃષ્ઠ 58. ISBN 978-0-8160-7564-5.
  3. Sikand, Yoginder (2003). Sacred Spaces: Exploring Traditions of Shared Faith in India (અંગ્રેજીમાં). Penguin Books India. પૃષ્ઠ 23–24. ISBN 978-0-14-302931-1.
  4. Sikand, Yoginder (2003). Sacred Spaces: Exploring Traditions of Shared Faith in India (અંગ્રેજીમાં). Penguin Books India. પૃષ્ઠ 26. ISBN 978-0-14-302931-1.