માંડોવી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
માંડોવી નદી (ಮಹಾದಾಯಿ, मांडवी)
નદી
રીબંદર પરથી માંડોવી નદીનો પુલ
દેશ ભારત
રાજ્ય કર્ણાટક, ગોઆ
સ્ત્રોત ભીમગઢ અભયારણ્ય
 - સ્થાન કર્ણાટક,  ભારત
મુખ
 - સ્થાન અરબી સમુદ્ર,  ભારત
લંબાઈ ૭૭ km (૪૮ mi)
Discharge
 - સરેરાશ ૧૦૫ m3/s (૩,૭૦૮ cu ft/s) [૧]
માંડોવી નદી શિયાળામાં, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬

માંડોવી નદી (કોંકણી ભાષા: માંડવી), જેને મંડોવી, મહાદયી અથવા મહાદેઈ અને કેટલાક સ્થાનો પર ગોમતી નદી નામ દ્વારા પણ ઓળખાય છે. આ નદી ભારતના કર્ણાટક અને ગોવા રાજ્યમાંથી વહેતી એક નદી છે. આ નદીને ગોવા રાજ્યની જીવન રેખા તરીકે વર્ણવવામાં આવે છે તેમજ ઝુઆરી નદી સાથે ગોવાની બે મુખ્ય નદીઓ છે. માંડોવી નદીની કુલ લંબાઈ ૭૭ કિલોમીટર છે, જે ૨૯ કિલોમીટર ભાગ કર્ણાટક અને ૫૨ કિલોમીટર ગોવામાં થઈને વહે છે. આ નદી પશ્ચિમી ઘાટમાં આવેલાં ત્રીસ જેટલાં ઝરણાઓનું એક જૂથ છે, જે કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લાના ભીમગઢ ખાતે આવેલ છે. નદીનો સ્ત્રાવ વિસ્તાર કર્ણાટકમાં ૨૦૩૨ ચોરસ કિમી અને ગોવામાં ૧૫૮૦ ચોરસ કિ. મી. જેટલો છે. દૂધસાગર ધોધ અને વ્રજપોહા ધોધ એ માંડોવી નદીના સ્ત્રાવ વિસ્તારમાં જ આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kumar, Rakesh (૧૦ સપ્ટેમ્બર ૨૦૦૫). "Water Resources of India" (PDF). Current Science. Bangalore: Current Science Association. 89 (5): 794–811. ૧૩ ઓક્ટોબર ૨૦૧૩ મેળવેલ. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ); Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)