માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર

વિકિપીડિયામાંથી

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં પોરબંદરથી દક્ષિણ દિશાની દરિયાઇ પટ્ટી ઉપર આવેલ માધવપુર ગામ ખાતે આવેલ છે. આ કેન્દ્રનું સંચાલન ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

પોરબંદર નજીકના માધવપુરથી મિંયાણી સુધીના ૧૧૨ કિ.મી. લાંબા દરિયાકિનારા ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં ગ્રીન દરિયાઇ જાતિના કાચબાઓ ઇંડા મુકવા માટે આવે છે. જે પૈકી સૌથી વધુ સંખ્યા માધવપુર ખાતે કાચબા ઉછેર કેન્દ્રની આજુબાજુનાં રમણીય દરિયાકિનારાને સવિશેષ પસંદ કરે છે. આથી અહીં કાચબા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. જોકે વૈશ્વિક ઉષ્ણતા સહિત દરિયાઇ પ્રદૂષણ જેવા અનેક કારણોને લીધે વર્તમાન સમયમાં અહીં ઓછી સંખ્યામાં કાચબાઓ આવે છે.

ભુતકાળમાં આ સ્થળે ૮ થી ૧૦ હજાર જેટલા ઇંડા મૂકાયાના તેમ જ તેમાંથી ૩૦૦૦ જેટલા બચ્ચાઓ દરિયામાં તરતા મુકાયા હોવાની નોંધ થઈ છે. પરંતુ વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન માત્ર ૬૬૭ ઇંડા જ જોવા મળ્યા હતા અને તેમાંથી થોડાઘણા બચ્ચાઓ બહાર આવ્યા હતા. ચાલુ વર્ષે પણ ખુબજ ઓછા ઇંડા મુકયા હોવાથી માત્ર ૧૨૦ જેટલા બચ્ચાનો ઉછેર થઇ શકયો છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "દરિયાઇ કાચબાઓના અસ્તિત્વ પર જોખમ". ગુજરાત સમાચાર, રાજકોટ, તા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]