માર્લેશ્વર ધોધ

વિકિપીડિયામાંથી
માર્લેશ્વર ધોધ

માર્લેશ્વર ધોધ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણપ્રદેશના રત્નાગિરી જિલ્લા ખાતે આવેલ સંગમેશ્વર તાલુકાના દેવરૂખ શહેરથી ૧૮ કિ. મી. જેટલા અંતરે મારળ ગામ આવેલ છે, આ ગામ નજીક માર્લેશ્વર ધોધ આવેલ છે. પશ્ચિમ ઘાટમાં આવેલ આ એક ખૂબ જ અદભૂત જોવાલાયક સ્થળ છે.

માર્લેશ્વર જવા માટે એસ.ટી.ની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ખાનગી વાહન પણ જવા માટે મળે છે. કોલ્હાપુરથી આવતા આંબા ઘાટની મધ્યમાં કળકંદરા ખાતેથી ખડીકોળવણ માર્ગ દ્વારા માર્લેશ્વર લગભગ ૨૦ કિ. મી., જ્યારે રત્નાગિરી અથવા મુંબઇ તરફથી આવતા દેવરૂખથી માર્ગ દ્વારા લગભગ ૧૮ કિ. મી.ના અંતરે આ ધોધ આવેલ છે. વરસાદની મોસમમાં ઘણા નાના-મોટા ધોધ આ માર્ગ પર જોવા મળે છે.

શિવ મંદિર[ફેરફાર કરો]

આ ધોધના સાન્નિધ્યમાં આવેલ માર્લેશ્વર શિવ મંદિર જોવાલાયક હોવા ઉપરાંત કોંકણના ગ્રામ્યવિસ્તારનું તે આદરણીય શ્રદ્ધાસ્થાન છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. गुडेकर शांताराम. "मार्लेश्वरला भेट (११. १०. २०१६)".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]