માલીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
માલી
અપનાવ્યોમાર્ચ ૧, ૧૯૬૧
રચનાલીલો, સોનેરી અને લાલ રંગના ત્રણ આડા પટ્ટા

માલીનો રાષ્ટ્રધ્વજ ત્રણ ઉભા પટ્ટા ધરાવતો ત્રિરંગો છે. ધ્વજદંડ તરફ લીલો, વચ્ચે સોનેરી અને છેલ્લે લાલ એમ ત્રણ પટ્ટા છે. તે રંગો સમગ્ર આફ્રિકાના રંગો તરીકે ઓળખાય છે. તે ગિનિનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સામ્યતા ધરાવે છે.

પ્રતિનિધિત્વ[ફેરફાર કરો]

લીલો રંગ ફળદ્રુપતાનો, સોનેરી નિર્મળતા અને રાષ્ટ્રની ખનિજ સંપત્તિનો અને લાલ રંગ ફ્રાન્સ પાસેથી આઝાદ મેળવવાના સંઘર્ષમાં વહેલા રક્તનો સૂચક છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

હાલનો ધ્વજ માર્ચ ૧, ૧૯૬૧ના રોજ સ્વીકૃતિ પામ્યો. તેની પહેલાનો ધ્વજમાં સોનેરી પટ્ટા પર માનવ આકૃતિ અને કાનાગા કાળા રંગમાં હતા. માલીની વસ્તીમાં ૯૦% લોકો ઇસ્લામમાં માને છે.[૧] તેના કેટલાક રૂઢિવાદીઓએ વિરોધ કરતાં માનવ આકૃતિને દૂર કરવામાં આવી.[૨]

ધ્વજ ઘાનાનો રાષ્ટ્રધ્વજ જેવો જ હતો પરંતુ તે ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજને મળતો ત્રિરંગો બનાવાયો. તેના રંગો આફ્રિકાના રાષ્ટ્રોની એકતા પણ દર્શાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.britannica.com/EBchecked/topic/1355376/Mali-flag-of
  2. Guide to the Flags of the World by Mauro Talocci, revised and updated by Whitney Smith (ISBN 0-688-01141-1), p. 124.
  • Mali at Flags of the World