લખાણ પર જાઓ

માવઠા તળાવ

વિકિપીડિયામાંથી
માવઠા તળાવ
આમેરના કિલ્લા પરથી માવઠા તળાવનું સુંદર દૃશ્ય
સ્થાનઆમેર, જયપુરરાજસ્થાનભારત
અક્ષાંશ-રેખાંશ26°59′0.154″N 75°51′4.3103″E / 26.98337611°N 75.851197306°E / 26.98337611; 75.851197306Coordinates: 26°59′0.154″N 75°51′4.3103″E / 26.98337611°N 75.851197306°E / 26.98337611; 75.851197306
પ્રકારમીઠા પાણીનું તળાવ
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ૬૮૦ મીટર
મહત્તમ પહોળાઈ૨૨૦ મીટર
રહેણાંક વિસ્તારજયપુર

માવઠા તળાવ ભારત દેશના રાજસ્થાન રાજ્યના પાટનગર જયપુર ખાતે આમેરના કિલ્લાની નીચેના ભાગમાં આવેલ છે. આ એક કૃત્રિમ જળાશય છે, જેનું નિર્માણ મહેલની સુરક્ષા તેમ જ સુંદરતા વધારવા માટે કરાવવામાં આવ્યું હતું. તળાવના એક કિનારા પરથી કિલ્લામાં જવા માટે પગથી-માર્ગ છે, અને એક સુંદર બગીચો પણ બનાવવામાં આવેલ છે. તેનું નિર્માણ કછવાહા રાજા જય સિંહના સમયમાં કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનનું નામ દુલારામ બાગ છે. વર્ષાઋતુમાં માવઠા તળાવ પાણી વડે ભરાય જાય છે અને પછી અહીંની સુંદરતા જોવાલાયક હોય છે.[] આ તળાવની મહત્તમ લંબાઈ ૬૮૦ મીટર અને મહત્તમ પહોળાઈ ૨૨૦ મીટર જેટલી છે.

માવઠા તળાવની મધ્યમાં એક નાનો ટાપુ બનાવવામાં આવેલ છે, જેના પર એક બગીચો પણ છે. તેને કેસર ક્યારી પણ કહેવામાં આવે છે, કારણ કે ક્યારેક તેમાં સુગંધિત કેસરનું વાવેતર કરવામાં આવતું હતું, જેના વડે કિલ્લા નજીકનું વાતાવરણ મહેકતું હતું. મહેલના હાથીઓ કોઈ કોઈ વાર અહીં જળક્રીડા કરતા જોવા મળતા હતા.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પૂર્વ દિશામાં તેના કિનારા પર મોટા મોટા વડનાં વૃક્ષો હતાં, જેના કારણે તળાવનું નામ મહાવટા સરોવર પડ્યું હતું, જે કાળાંતરે અપભ્રંશ થઈ માવઠા બની ગયું છે.[] આ વૃક્ષ મહારાજાએ ૧૫મી સદીમાં રોપાવ્યાં હતાં.[] આ તળાવમાં પહાડી પરથી આવતા વરસાદના પાણીનો સંગ્રહ થાય છે, તેમ જ આમેરના મહેલ અને નજીક વસવાટ કરતા લોકો માટે મુખ્ય જળસ્ત્રોત છે. જયપુરમાં ગણેશ ચતુર્થી પ્રસંગે સ્થાપિત ગણપતિની મૂર્તિઓ વિસર્જન માટે આજ તળાવ ખાતે લાવવામાં આવે છે.[] આમેર મહેલ વિશે એમ પણ કહેવાય છે કે માવઠા તળાવના કિનારે આવેલ મહેલ જોઈને પ્રતીત થાય છે કે જે સોનાની રકાબીમાં હીરા અને મોતી જડવામાં આવ્યા હોય.[]

ચિત્ર દર્શન

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. मावठा झील।भारतकोश।अभिगमन तिथि: १४ नवंबर, २०१७
  2. मावटा लेख सीन फ़्रॉम आमेर फ़ोर्ट। यू-ट्यूब
  3. "मावता लेक एण्ड टुअर्स, ट्रिप्स एण्ड टिकट्स - जयपुर अट्रैक्शन्स| वायेटर डॉट कॉम". www.viator.com. મેળવેલ २०१५-०९-२१. Check date values in: |access-date= (મદદ)
  4. "मावठा सरोवर - आमेर, जयपुर". amerjaipur.in. आगम पारीक. મૂળ માંથી 2018-06-30 પર સંગ્રહિત. મેળવેલ २०१५-०९-२५. Check date values in: |access-date= (મદદ)
  5. एक तीली से ही रोशन हो जाता है पूरा महल। पत्रिका।विजय राम। १८ अगस्त, २०१७। अभिगमन तिथि:१४ नवम्बर, २०१७

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]