મિઆ ખલીફા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મિઆ ખલીફા
જન્મની વિગતફેબ્રુઆરી ૧૦, ૧૯૯૩[૧]
બેરુત, લેબનાન
રાષ્ટ્રીયતાસંયુક્ત રાજ્ય અમેરિકા
હુલામણું નામમિઆ કલીસ્તા[૧]
વ્યવસાય
 • ભૂતપૂર્વ પોર્નોગ્રાફિક ચલચિત્રોની અભિનેત્રી
 • સોશ્યલ મિડિયા હસ્તી
સક્રિય વર્ષ૨૦૧૪-૧૫
ઉંચાઇ5 ft 2 in (1.57 m)[૧]
વજન121 lb (55 kg; 8.6 st)[૧]
ખ્યાતનામીડિસેમ્બર ૨૦૧૪માં પોર્નહબ દ્વારા પ્રથમ ક્રમાંક એનાયત
વેબસાઇટmiakhalifa.com

મિઆ ખલીફા જે મીઆ કલીસ્તાના નામે પણ ઓળખાય છે તે લેબેનિઝ મૂળની અમેરિકન સોશ્યલ માધ્યમની હસ્તી છે[૨][૩] અને તેણી ૨૦૧૪ થી ૨૦૧૫માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનય કરવા માટે જાણીતી છે.

ખલિફાનો જન્મ બેરુત, લેબેનાન ખાતે થયો અને તેણી ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકા ખાતે સ્થાયી થઈ. તેણીએ ઓક્ટોબર ૨૦૧૪માં પોર્નોગ્રાફિક ચલચિત્રોમાં અભિનયની શરુઆત કરી અને તે જ વર્ષે ડિસેમ્બરમાં પોર્નહબ દ્વારા તેણીને પ્રથમ ક્રમાંક એનાયત કરવામાં આવ્યો. તેણીની વ્યાવસાયિક પસંદગીને કારણે મધ્યપૂર્વના દેશોમાં વિવાદ થયો અને અભિનય દરમિયાન ઇસ્લામિક હિજાબનો પ્રયોગ મોટા વિવાદના કેન્દ્રમાં રહ્યો. તેણીએ ત્રણ મહિના બાદ આ ક્ષેત્રનો ત્યાગ કર્યો અને અન્ય વ્યવસાય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

શરુઆતનું જીવન[ફેરફાર કરો]

તેણીનો જન્મ ફેબ્રુઆરી ૧૦, ૧૯૯૩ના રોજ બેરુત, લેબનાન ખાતે થયો અને ૨૦૦૦ની સાલમાં તે પરિવાર સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા ખાતે સ્થાયી થઈ.[૪] તેમનો પરિવાર કૅથોલિક સંપ્રદાયમાં માને છે અને તેણીનો ઉછેર તે ધર્મમાં થયો છે. જોકે તેણી હાલમાં ધર્મમાં માનતી નથી.[૫] અમેરિકા ખાતે તેણી મોન્ટગોમેરી કાઉન્ટી, મેરીલેન્ડ ખાતે શરુઆતના વર્ષોમાં રહી અને શાળાકીય અભ્યાસ દરમિયાન લાક્રોસની રમતની ખેલાડી રહી છે.[૨] તેણી વિનયન પ્રવાહમાં ઇતિહાસ વિષયમાં સ્નાતકની પદવી ધરાવે છે જે તેણીએ ટેક્સાસ વિશ્વવિદ્યાલય ખાતેથી પ્રાપ્ત કરી છે.[૬] ફેબ્રુઆરી ૨૦૧૧માં ૧૮ વર્ષની આયુએ તેણીએ અમેરિકી મૂળના વ્યક્તિ સાથે લગ્ન કરેલ છે.[૪]

પોર્નોગ્રાફી કારકિર્દી[ફેરફાર કરો]

ખલિફાએ આ ક્ષેત્રમાં અભિનયની શરુઆત ઓક્ટોબર ૨૦૧૪માં કરી.[૭] તેણી રેસ્ટોરાંમાં નોકરી કરતી હતી તે સમયે એક ગ્રાહક દ્વારા તેને પોર્નોગ્રાફીની કારકિર્દી વિશે વિચારવા સલાહ આપી હતી.[૮][૯] ફક્ત ૨૨ વર્ષની વયે ડિસેમ્બર ૨૦૧૪માં તેણી સૌથી લોકપ્રિય અભિનેત્રી બની અને એક જ મહિનામાં ૧૫ લાખ કરતાં લોકોએ તેણીની રજૂઆતને નિહાળી. તેથી, પોર્નહબ દ્વારા તેણીને પ્રથમ ક્રમાંક એનાયત કરવામાં આવ્યો.[૭][૧૦]

તેણીને આ કારકિર્દી અપનાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકીઓ વિવિધ માધ્યમ દ્વારા મળી જેમાં આઇએસઆઇએસ આતંકવાદી સંગઠન દ્વારા માથું કાપી નાખવાની ધમકી પણ સામેલ હતી.[૧૧] જોકે, તેણીએ આ ધમકીઓને અવગણી હતી. લેબેનાન સ્થિત વર્તમાનપત્રોએ તેણીની ટીકા કરતા લેખો પ્રકાશિત કર્યા હતા. તેણીના મત મુજબ દેશની સામે રહેલ સમસ્યાઓ સામે તેણીનો મુદ્દો ખાસ નોંધપાત્ર ન હતો.[૧૨]

વોશિંગ્ટન પોસ્ટ વર્તમાનપત્રને આપેલ સાક્ષાત્કારમાં ઇસ્લામનું અપમાન કર્યાના આરોપનો જવાબ આપતાં કહ્યું હતું કે તેણીનો અભિનય વ્યંગભર્યો વધુ છે અને હોલીવુડ ચલચિત્રો મુસ્લિમ ધર્મનું વધુ નકારાત્મક ચિત્રણ કરે છે.[૧૧] તેણીની વ્યાવસાયિક પસંદગી કરવાના હક્કનું રક્ષણ કરવા કેટલાક લોકો આગળ આવ્યા જેમાં લેબેનીઝ મૂળના અંગ્રેજ લેખક નાસરી અતલ્લાહ પણ હતા, તેમના અનુસાર ' નૈતિક મૂલ્યોની વાત કરવી અપ્રસ્તુત બે કારણોથી છે. પહેલું એક સ્ત્રી તરીકે તેણી પોતાના શરીર સાથે જે ચાહે તે કરવા મુક્ત છે, તેણીના જીવન ઉપર તેણીનો જ કાબૂ છે અને તેના વતન અથવા દેશની તેણી ઋણી નથી.'[૧૧] ખલીફા અનુસાર 'જે સ્ત્રી લેબનાનમાં રહેતી નથી તેણીની વ્યાવસાયિક પસંદગી પર પ્રશ્નાર્થ તે દેશમાં ઉઠવું એ ત્યાંની સ્ત્રીઓના હક્કો વિશે સ્પષ્ટતા કરે છે. મારા મતે લેબનાન મધ્ય પૂર્વનો સૌથી પાશ્વાત્ય સંસ્કૃતિ ધરાવતો દેશ હતો પણ હવે તે સ્પષ્ટ થાય છે કે તે જૂનવાણી અને દમનકારી સંસ્કૃતિ ધરાવે છે.[૧૩]

પોર્નહબ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર જાન્યુઆરી ૩ અને ૬, ૨૦૧૫ વચ્ચે ખલિફા વિશે જાણકારી મેળવતી શોધમાં પાંચ ગણો વધારો થયો અને કુલ શોધમાંના ૨૫% લેબનાન ખાતે સ્થિત હતો જ્યારે તેના પડોશી દેશો સિરિયા અને જોર્ડનમાં પણ ગણનાપાત્ર શોધનાં આંકડા હતા.[૫] જુલાઈ ૨૦૧૬માં અંગ્રેજ સામયિક લોડેડ દ્વારા તેણીને વિશ્વની ૧૦ સૌથી કુખ્યાત પોર્ન અભિનેત્રીઓમાં સામેલ કરવામાં આવી.[૧૪] આમ થવાનું કારણ હિજાબને લગતો વિવાદ હતો. લેબેનાન સ્થિત બિયર કંપનીએ ખલીફાના ચશ્માંનો ઉપયોગ જાહેરખબર માટે કર્યો.[૧૫] જાન્યુઆરી ૨૦૧૫માં ખલીફાના માનમાં ટાઇમફ્લાઇસ બેન્ડ દ્વારા ''મીઆ ખલીફા'' ગીત જાહેર કરવામાં આવ્યું.[૧૬]

જુલાઈ ૨૦૧૬માં આપેલ સાક્ષાત્કારમાં તેણીએ જણાવ્યું કે તેણીએ અભિનેત્રી તરીકે માત્ર ત્રણ મહિના માટે જ કાર્ય કર્યું અને બાદમાં ''વધુ સામાન્ય નોકરી'' કરવા લાગી. અભિનયના તેણીના પગલાંને પોતે બંડખોર માનસને કારણે લીધેલ પગલું ગણાવ્યું.[૨] મે ૨૦૧૬ અનુસાર તેણી વેબકેમ મોડેલ તરીકે કાર્ય કરે છે.[૩]

જાન્યુઆરી ૨૦૧૭માં વયસ્ક વૅબસાઈટોના સમુહ અનુસાર તેણી ૨૦૧૬ની સૌથી લોકપ્રિય અભિનેત્રી રહી.[૧૭][૧૮]

અન્ય માધ્યમમાં[ફેરફાર કરો]

ખલીફા અને ગિલ્બર્ટ અરેનાસ દ્વારા યુ ટ્યુબ પર રમતને લગતા કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.[૧૯][૨૦]

લોક છબી[ફેરફાર કરો]

નવેમ્બર ૨૦૧૬માં ઓનલાઈન અરજી કરી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ખલિફાને સાઉદી અરેબિયાની આગામી રાજદૂત નિયુક્ત કરવા અપીલ કરાઈ હતી.[૨૧]

ખાનગી જીવન[ફેરફાર કરો]

તેણી પોર્નોગ્રાફિક અભિનેત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન માયામી, ફ્લોરિડા ખાતે સ્થાયી થઈ હતી અને હાલમાં તે ટેક્સાસ ખાતે રહે છે.[૨] તેણી રગ્બીની રમતમાં ફ્લોરિડાની ટીમની પ્રશંસક છે.[૨૨] તેણી વોશિંગ્ટન ડી.સી. વિસ્તારની વિવિધ રમતની ટીમોને પણ સહાય કરી છે જેમાં વોશિંગ્ટન રેડસ્કિન, વોશિંગ્ટન વિઝાર્ડ અને વોશિંગ્ટન કેપિટલ ટીમો સામેલ છે.[૨૩][૨] વોશિંગ્ટન પોસ્ટ અનુસાર તેણે વ્યવસાય બદલ્યા છતાં સોશ્યલ માધ્યમોમાં તેણી સાથે અભદ્ર વર્તન ચાલુ જ રહ્યું છે.[૨]

તેણી લેબેનીઝ રાષ્ટ્રગીતની શરુઆતની કડીઓનું અને લેબેનીઝ સંરક્ષણ દળોના ચિહ્નના છૂંદણાં કરાવ્યાં છે. તેણીએ આમ પોતાના પિતાની રાજકીય માન્યતાઓના સમર્થનમાં કરાવ્યું છે. જોકે તેણીના ટીકાકારોએ આ બાબતની પણ ટીકા કરી છે.[૧૧]

ખલીફા અનુસાર તેણીના માતા-પિતા તેણીની વ્યાવસાયિક પસંદગીને કારણે તેણી સાથે વાત નથી કરતા.[૧૧] તેણી માતા-પિતાએ એક સત્તાવાર નિવેદન દ્વારા તેણીના કાર્યોથી પોતાને દૂર કર્યા છે અને તેણીની વ્યાવસાયિક પસંદગી વિદેશની સંસ્કૃતિ દર્શાવે છે તેના વતનની નહિ. વધુમાં, ખલીફાનો ઉછેર તે નથી દર્શાવતી. તેણીની છાપ તેણીના પરિવાર અને વતન દેશ માટે અપમાનજનક છે તેમ તેઓએ જણાવ્યું હતું.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Fay Strang (૫ જાન્યુઆરી ૨૦૧૫). "Who is Mia Khalifa? Everything you need to know about Lebanese beauty who's PornHub's number one porn star". Daily Mirror. Retrieved ૭ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Dan Steinberg (જુલાઈ ૧૩, ૨૦૧૬). "A former porn star has become one of D.C.'s loudest sports fans on social media". The Washington Post. Retrieved જુલાઈ ૧૩, ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ Sara G (મે ૭, ૨૦૧૬). "Mia Khalifa Interview". howareyoubb.com. Retrieved ડિસેમ્બર ૭, ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. ૪.૦ ૪.૧ ૪.૨ Laura Smith-Spark and Roba Alhenawi (જાન્યુઆરી ૭, ૨૦૧૫). "Songs and death threats for Lebanese American porn star Mia Khalifa". CNN. Retrieved જાન્યુઆરી ૭, ૨૦૧૫. Check date values in: |access-date=, |date= (મદદ)
 5. ૫.૦ ૫.૧ "Mia Khalifa, a Lebanon-born porn star, is getting 'scary' death threats". BBC. Retrieved January 8, 2015. Check date values in: |accessdate= (મદદ)
 6. Taylor Wofford (જાન્યુઆરી ૬, ૨૦૧૫). "Meet Mia Khalifa, the Lebanese Porn Star Who Sparked a National Controversy". Newsweek. Retrieved January 7, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. ૭.૦ ૭.૧ "Why porn is exploding in the Middle East". Salon (website). Alternet. જાન્યુઆરી ૧૫, ૨૦૧૫. Retrieved ૧૮ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "Mia Khalifa's parents furious over porn career". Ya Libnan. જાન્યુઆરી ૭, ૨૦૧૫. Retrieved January 19, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. Ogilve, Jessica (જુલાઈ ૨૪, ૨૦૧૫). "Inside Mia Khalifa's Mysterious Rise to Porn Superstardom". Complex. Retrieved December 8, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. Adam Taylor (જાન્યુઆરી ૬, ૨૦૧૫). "The Miami porn star getting death threats from Lebanon". The Washington Post. Retrieved January 7, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ Saul, Heather. "Mia Khalifa ranked site's top adult actress". The Independent. Retrieved January 7, 2015. Check date values in: |accessdate= (મદદ)
 12. "Lebanese porn star Mia Khalifa sparks controversy in Lebanon". Lebanese Examiner. જાન્યુઆરી ૩, ૨૦૧૫. Retrieved July 19, 2016. Check date values in: |access-date=, |date= (મદદ)
 13. Nick Kotecki (જાન્યુઆરી ૭, ૨૦૧૫). "Lebanese American porn actress Mia Khalifa receives death threats". Chicago Sun-Times. Retrieved January 7, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 14. "The world's 10 most notorious porn stars – Mia Khalifa". Loaded. જુલાઈ ૧૩, ૨૦૧૬. Retrieved July 17, 2016. Check date values in: |access-date=, |date= (મદદ)
 15. Kotecki, Nick (જાન્યુઆરી ૭, ૨૦૧૫). "Lenanese American porn actress Mia Khalifa receives death threats". Pittsburgh Sun-Times. The Sun-Times Media Group. the original માંથી January 19, 2015 પર સંગ્રહિત. Retrieved January 18, 2015. Check date values in: |access-date=, |date=, |archive-date= (મદદ)
 16. Gil Kaufman (જાન્યુઆરી ૭, ૨૦૧૫). "Hijab-Wearing Porn Star Mia Khalifa Got Her Own Theme Song Courtesy of Timeflies". MTV. Retrieved January 7, 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
 17. Brown, Jessica. "Meet the world's most popular porn star – they're from Lebanon". The Independent.
 18. Cuddihy, Tony. "The most searched-for porn actress on the planet has been revealed as Mia Khalifa". Joe.ie.
 19. Dan Steinberg (ઓક્ટોબર ૧૦, ૨૦૧૭). "Gilbert Arenas and Mia Khalifa will co-host a daily sports talk show for Complex". Washington Post. Retrieved October 11, 2017. Check date values in: |access-date=, |date= (મદદ)
 20. Dan Steinberg (માર્ચ ૬, ૨૦૧૮). "Porn star Mia Khalifa to launch Twitch show". Daily Mail. Retrieved March 16, 2018. Check date values in: |access-date=, |date= (મદદ)
 21. "Petitioners suggest Trump name US-Lebanese ex-porn star as Saudi envoy". The Jerusalem Post. નવેમ્બર ૨૯, ૨૦૧૬. Retrieved ૩૦ નવેમ્બર ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
 22. Jimmy Traina (જાન્યુઆરી ૧૫, ૨૦૧૫). "Porn star/FSU fan makes offer to Ohio State QB Braxton Miller". The Buzzer. Fox Sports. Retrieved January 17, 2015. Check date values in: |access-date=, |date= (મદદ)
 23. "Mia Khalifa Fancies Hockey Player Andre Burakovsky of the Washington Capitals, And More!". Master Herald. મે ૯, ૨૦૧૬. Retrieved July 8, 2016. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]