મેઘના નદી (બાંગ્લા દેશ)

વિકિપીડિયામાંથી
બાંગ્લાદેશના નકશામાં મેઘના સહિત અન્ય નદીઓ

મેઘના નદી (બંગાળી: মেঘনা নদী) બાંગ્લાદેશમાં વહેતી એક મુખ્ય નદી છે. તે ગંગા નદીના મુખ પર મુખત્રિકોણ (ડેલ્ટા) બનાવતી ત્રણ મુખ્ય ઉપનદીઓ પૈકીની એક છે. આ નદીઓ વિશ્વની સૌથી મોટો મુખત્રિકોણ (ડેલ્ટા), સુંદરવન બનાવે છે, જે બંગાળની ખાડીમાં આવેલ છે. મેઘના નદીમાં પદ્મ નદી ચાંદપુર જિલ્લામાં જોડાય છે અને આખરે આ નદી ભોલા જિલ્લામાં બંગાળની ખાડીમાં ભળી જાય છે.

મેઘના નદી (પુલ પરથી દેખાવ)

સંપૂર્ણપણે બાંગ્લાદેશની સીમાઓની અંદર મર્યાદિત રહેતી નદીઓમાં મેઘના નદી સૌથી પહોળા પટવાળી છે. ભોલા નજીકના એક સ્થળે આ નદીનો પટ ૧૨ કિલોમીટર પહોળો છે. અંતિમ સફરમાં આ નદી લગભગ એક સીધી લીટીમાં વહે છે. શાંત અને સૌમ્ય સ્વરૂપ હોવા છતાં પણ આ નદી દર વર્ષે ઘણા જાનમાલની નુકશાની માટેનું કારણ બને છે. ઘણી ફેરી બોટ સેવા આપતી નૌકાઓ તેમાં ડૂબી જાય છે, જે સેંકડો મૃત્યુનું કારણ હોય છે. ખાસ કરીને તે ચાંદપુર જિલ્લા નજીક આ નદીનો પ્રવાહ ખૂબ જ ખતરનાક છે.

આ નદી સરેરાશ ઊંડાઈ છે ૧૦૧૨ ફુટ (૩૦૮ મીટર) અને મહત્તમ ઊંડાઈ છે ૧૬૨૦ ફુટ (૪૯૦ મીટર).

આ નદી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાંના ગંગાના મુખત્રિકોણના ભાગમાં નદીમુખ (estuary) બનાવતી બંગાળની ખાડીને મળે છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મોટા ભાગના પાણીને આ નદી સમુદ્ર સુધી પહોંચાડે છે. આ નદી તેની સાથે મોટા પ્રમાણમાં માટી ઘસડી લાવીને અહીં પાથરે છે. આ નદી ક્યારેક પાંચ કે છ જળ પ્રવાહોમાં વહેંચાઈ જાય છે. ક્યારેક તે વિશાળ વિસ્તારમાં ચાદરની જેમ ફેલાઈને વહે છે. તેના મુખ પર ત્રણ મુખ્ય ટાપુઓ છે. તેમાં આખું વર્ષ વજનદાર નૌકાઓ અને સ્ટીમર સરળતાથી ચલાવી શકાય છે, પરંતુ કિનારાઓ રેતાળ હોવાથી ધસી પડે છે, જે નૌકા માટે હાનિકારક છે. વરસાદના સમયે આ ખતરો વધી જાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]