લખાણ પર જાઓ

મેન્મેચો તળાવ

વિકિપીડિયામાંથી
મેન્મેચો તળાવ
નાથુ લા - ગંગટોક ધોરી માર્ગ પરથી દૃશ્યમાન મેન્મેચો તળાવ
સ્થાનપૂર્વ સિક્કિમ જિલ્લોસિક્કિમભારત
અક્ષાંશ-રેખાંશ27°20′46″N 88°49′06″E / 27.346011°N 88.818335°E / 27.346011; 88.818335Coordinates: 27°20′46″N 88°49′06″E / 27.346011°N 88.818335°E / 27.346011; 88.818335
મુખ્ય નિકાસરાંગ્પો નદી
બેસિન દેશોભારત

મેન્મેચો તળાવ (અંગ્રેજી: Menmecho Lake) ભારત દેશના સિક્કિમ રાજ્યના પૂર્વ સિક્કિમ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં આવેલ એક તળાવ છે. આ તળાવ જેલેફા ઘાટ જવાના માર્ગ પર આવેલું છે અને સોમ્ગો સરોવર (છાંગુ લેક) થી 20 kilometres (12 mi) જેટલું અંતરે આવેલ છે. આ તળાવ રાંગ્પો નદી, જે તીસ્તા નદીની એક ઉપનદી છે, તેનું ઉદ્‌ગમસ્થાન છે. આસપાસના પર્વતશિખરો પરથી ઉનાળાની ઋતુમાં પીગળતો બરફ તેમ જ ચોમાસાનો ભેજ આ તળાવના પાણીનો સ્ત્રોત છે.

આ તળાવ ટ્રાઉટ નામની માછલીઓ માટે જાણીતું છે અને અહીં મોટું માછલી ફાર્મ તેમ જ નજીકમાં આરામ ગૃહ આવેલ છે. મેન્મેચો તળાવ પ્રવાસીઓ માટે પ્રતિબંધિત છે.

ચિત્રદર્શન[ફેરફાર કરો]