મોરારસાહેબ

વિકિપીડિયામાંથી
મોરારસાહેબ
જન્મમાનસિંહજી
૧૭૫૮
થરાદ
મૃત્યુ૧૮૪૯
વ્યવસાયકવિ, સંત
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાબ્રિટિશ રાજ , ભારત

મોરારસાહેબ (ઇ.સ.૧૭પ૮-૧૮૪૯)એ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ હતા. તેમણે લખેલા "પરજ" ભક્તિ પદો માટે તેઓ વિશેષ જાણીતા છે.[૧] તેમના નામ ઉપરથી ખંભાળિયાને મોરારનું ખંભાળિયા કહેવાય છે.[૨] [૩] [૪]

જીવન[ફેરફાર કરો]

મોરારસાહેબનો જન્મ ઈ. સ. ૧૮૫૮માં થરાદ[૫](બનાસકાંઠા)માં વાઘેલા રાજપૂત જ્ઞાતિમાં થયો હતો. તેઓ વાઘેલા દરબારના રાજકુમાર હતા.[૬] તેમનું મૂળનામ માનસિંહજી હતું. મનમાં વૈરાગ્યભાવ જાગૃત થતાં તેમણે ગૃહત્યાગ કરી રવિસાહેબ પાસે દીક્ષા લીધી હતી. વિ.સં. ૧૮૪૨ એટલે લગભગ ઈ.સ. ૧૮૮૬માં જામનગર જિલ્લાના ખંભાળિયા ગામે તેમણે ગુરુગાદીની સ્થાપના કરી અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યાં અને ત્યાં જ સમાધિ લીધી. તેમને હોથી નામે મુખ્ય શિષ્ય હતો તે સિવાય ચરણ સાહેબ‚ દલુરામ‚ દુલ ભરામ‚ કરમણ‚ જીવાભગત ખત્રી‚ ધરમશી ભગત જેવા અનેક શિષ્યો હતા.[૧]

તેમન મૃત્યુ વિશે એવી વાયકા છે કે તેમણે ખંભાળીયામાં સમાધિ લેવાની યોજના કરી ત્યારે નવાનગર રાજ્યના રાજા જામ ત્યાં આવી પહોંચ્યા અને જો તે સમાધિ લે તો પોતે આત્મહત્યા કરશે એમ જણાવ્યું. ત્યારે સમાધિ ન લેતા તેઓ ધ્યાનમાં બેસી ગયા. તેના એક વર્ષ (સં ૧૯૦૫, ચૈત્ર સુદ બીજ) પછી તેમણે કોઈને ન જણાવતા સમાધિ લઈ લીધી. આ વાતની જાણ થતા અંગ્રેજોએ જામનગરના રાજા ઉપર મુકદમો ચલાવી સમાધિ ખોદવાની માંગણી કરી. રાજા જામે તેની પરવાનગી ન આપી પરંતુ જ્યારે અંગ્રેજો બળજબરી પૂર્વક સમાધિ ખોદવા ગયા ત્યારે તેમને મોરાર સાહેબ સમાધિ પર જીવંત બેઠેલા દેખાયા.[૭]

રચનાઓ[ફેરફાર કરો]

‘બારમાસી’‚ ‘ચિંતમાણી’ (દશાશ્વરી છંદમાં ૪૩ કડીની રચના)‚ ગુરુમહિમા (ચોપઈ અને ભુજંગી છંદમાં૨૪ કડીઓની રચના) જ્ઞાનવૈરાગ્ય પ્રેરક કુંડળિયા અને શ્રીકૃષ્ણ‚ શિવ‚ રામ વગેરે દેવતાઓની સ્તુતિ કરતાં પદો તેમણે રચ્યાં છે. આ ઉપરાંત યોગ‚ બોધ ઉપદેશ‚ વૈરાગ્ય અને વિરહભાવ વર્ણવતાં પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો પણ તેમણે રચ્યાં છે. ‘પરજ’ પ્રકારનાં તેમણે રચેલા ભજનો શ્રેષ્ઠ કોટિનાં માનવામાં આવે છે.[૧][૮]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Introduction of Gujarati Saint Poet | આનંદ આશ્રમ" (અંગ્રેજીમાં). 2010-11-10. મેળવેલ 2021-01-29.
  2. "Pratilipi | Read Stories, Poems and Books". gujarati.pratilipi.com. મેળવેલ 2021-01-29.
  3. Information, Gujarat (India) Directorate of (1991). Gujarāta. Directorate of Information.
  4. Gujarat (India) (1971). Gujarat State Gazetteers: Kutch (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State.
  5. Gujarat (અંગ્રેજીમાં). Gujarat Vishvakosh Trust. 2007.
  6. "Pratilipi | Read Stories, Poems and Books". gujarati.pratilipi.com. મેળવેલ 2021-01-29.
  7. Devluk, Nandlal. "Bruhad Gujarat Pratibha Darshan". jainqq.org. Arihant Prakashan. મેળવેલ 2021-01-29.
  8. "मोरार साहेब". मराठी विश्वकोश (મરાઠીમાં). 2019-11-14. મેળવેલ 2021-01-29.