લખાણ પર જાઓ

મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા

વિકિપીડિયામાંથી
મોહનલાલ લલ્લુભાઈ દાંતવાળા
જન્મની વિગત(1909-09-18)18 September 1909
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત8 October 1998(1998-10-08) (ઉંમર 89)
વ્યવસાયખેતીવાડી અર્થશાસ્ત્રી
શૈક્ષણિક
લેખક
સક્રિય વર્ષ૧૯૩૪–૧૯૯૮
પુરસ્કારોપદ્મભૂષણ
નોંધ

મોહનલાલ લલ્લુભાઇ દાંતવાળા (૧૯૦૯–૧૯૯૮) એ એક ભારતીય કૃષિ અર્થશાસ્ત્રી અને શૈક્ષણિક લેખક હતા, જેમને ઘણા લોકો ભારતીય કૃષિ અર્થશાસ્ત્રના પિતા તરીકે ગણે છે. [] તેઓ ગાંધીવાદી અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કાર્યકર હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમને છ વર્ષથી વધુ સમય સુધી કેદ ભોગવવી પડી. તેમણે ભારતના કૃષિ ક્ષેત્ર પર અનેક પુસ્તકો અને લેખ લખ્યાં છે [] અને વિકાસ અધ્યયનને પ્રોત્સાહન આપતા સંશોધન કેન્દ્ર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑલ્ટરનેટિવ્સ (સીએફડીએ) ના તેઓ સ્થાપક અધ્યક્ષ હતા. [] ભારત સરકારે તેમને ભારતીય વિજ્ઞાન અને તકનીકીમાં ફાળો આપવા બદલ ૧૯૬૯માં પદ્મ ભૂષણ, ત્રીજો સર્વોચ્ચ ભારતીય નાગરિક પુરસ્કાર, એનાયત કર્યો હતો. []

મોહનલાલ દાંતવાળાનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૦૯માં ભારતના ગુજરાત રાજ્યના મોટા શહેરોમાંના એક એવા સુરતમાં થયો હતો.[] એમ. ટી. બી. આર્ટસ્ કોલેજ, સુરત અને વિલ્સન કોલેજ, મુંબઈ, માં શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે તેમણે જેમ્સ ટેલર પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલયની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી સભ્ય તરીકે કામ કર્યું હતું.[] આ સમય દરમિયાન જ તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં શામેલ થયા અને તે દરમિયાન, કુલ સાડા છ વર્ષનો જેલમાં રહ્યા. આના કારણે તેમના ડોક્ટરલ અધ્યયનમાં અવરોધ ઉભો થયો હતો. મુંબઈની આર્થર રોડ જેલમાં સજા ભોગવી રહ્યા હતા ત્યારે તેમનો થિસિસ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન, તેમણે તેમની નોંધપાત્ર કૃતિઓમાંથી એક, ઈન્ડિયા કોટન એસોસિએશન દ્વારા પ્રાયોજિત કૃતિ 'અ હન્ડ્રેડ યર્સ ઑફ ઇન્ડિયન કોટન' પણ લખી હતી.આ પુસ્તકનું આમુખ જવાહરલાલ નહેરુએ લખ્યું છે.[]

દાંતવાળા ગાંધીજીના નજદીકી સહયોગીઓમાંના એક હતા. ગાંધીવાદી આદર્શ આધારીત પ્રેક્ટિકલ ટ્રસ્ટીશીપના વિકાસ માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ દસ્તાવેજ હરિજનના ઑક્ટોબર ૧૯૫૨ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.[] ભારતીય સ્વતંત્રતા પછી તેઓ જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા જેવા અનેક અગ્રણી રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા હતા, તેઓએ કોંગ્રેસની સમાજવાદી પાર્ટીની રચનામાં મદદ કરી. [] તેમણે થોડા સમય માટે મોરારજી દેસાઇના ખાનગી સચિવ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેઓ ભારતના આયોજન પંચ દ્વારા ૧૯૭૭માં સ્થાપિત થયેલ બ્લોક લેવલ પ્લાનિંગના વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા, [] આ જૂથે સામાજિક-આર્થિક આયોજન માટે બ્લોક સ્તરે સંગઠનાત્મક અને કાર્યાત્મક રીતીઓ સૂચવી હતી. [] [૧૦] આ સમિતિ પછીથી દાંતવાળા સમિતિ તરીકે જાણીતી થઈ. [૧૧] તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલમાં અર્થશાસ્ત્ર વિભાગના ડિરેક્ટર તરીકે સેવા આપી [૧૨] અને ભારત સરકારના રાષ્ટ્રીય અધ્યાપક હતા.[૧૩] ૧૯૯૮ માં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સ (સીએફડીએ) ની સ્થાપના થઈ, ત્યારે તેઓ તેના સ્થાપક અધ્યક્ષ બન્યા, આ પદ પર તેઓ તેમના મૃત્યુ સુધી રહ્યા. []

દાંતવાલા, જે કૃષિ અર્થશાસ્ત્રની વિવિધ વૈશ્વિક ચળવળો સાથે સંકળાયેલા હતા,[૧૪] આ વિષય પર તેમણે ઘણાં પ્રકાશનો લખ્યા [] અને કેટલાક અન્ય પ્રકાશનોના પ્રકરણોમાં યોગદાન આપ્યું. [૧૫] આઝાદી પછીનો ભારતીય કૃષિ વિકાસ, [૧૬] ભૂમિ સુધારાનું મૂલ્યાંકન, [૧૭] ભારતમાં ગરીબી - ત્યારે અને હવે, ૧૮૭૦-૧૯૭૦,[૧૮][૧૯] ભારતમાં ગાંધીવાદ પર પુનર્વિચારણા [૧૯] અને કાચા કપાસનું માર્કેટિંગ [૨૦] એ તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. તેમણે ડેલિમાસ ઑફ ગ્રોથ: ધ ઇન્ડિયન એક્સપિરિયન્સ [૨૧] અને સોશિયલ ચેઞ થ્રૂ વોલીન્ટારી એક્શન જેવા નિબંધો પણ સંપાદિત કર્યા છે. [૨૨] તેમને ૧૯૬૮ માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણના નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા,[] એક વર્ષ પછી,વેગનિજેન યુનિવર્સિટીના આનુષંગિક, વેગનિજેન યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્ર દ્વારા ૧૯૬૮ માં ડોકટરેટથી સન્માનવામાં આવ્યા.[૨૩] ૮ ઑક્ટોબર ૧૯૯૮ના દિવસે તેમનું અવસાન થયું.[] તેમના જીવનની વાર્તા આર્થિક અને રાજકીય સાપ્તાહિક - કૃષિ અર્થશાસ્ત્રના ૧૯૯૮ના લેખોમાં દસ્તાવેજીત કરવામાં આવી છે: રીમેન્બરીંગ એમ.એલ. દાંતવાળા, [૨૪] અને પ્રોફેસર એમ.એલ. દાંતવાળા: એ ટ્રિબ્યુટ.[૨૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ P. R. Brahmananda (July 1998). "Obituary: M. L. Dantwala". Indian Economic Journal. 46 (1): 135.
  2. ૨.૦ ૨.૧ "Author profile - WorldCat". WorldCat. 2016. મેળવેલ 22 March 2016.
  3. ૩.૦ ૩.૧ "Board of Trustees". Centre For Development Alternatives. 2016. મૂળ માંથી 8 ઑક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2016. Check date values in: |archive-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. મૂળ (PDF) માંથી 15 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2016.
  5. Kaushik Basu; Annemie Maertens (2012). The New Oxford Companion to Economics in India (3rd આવૃત્તિ). Oxford University Press. પૃષ્ઠ 232. ISBN 9780198078555. Unknown parameter |last-author-amp= ignored (|name-list-style= suggested) (મદદ)
  6. M. L. Dantwala (1948). A Hundred Years of Indian Cotton. East India Cotton Association. પૃષ્ઠ 135. OCLC 557684279.
  7. "Practical Trusteeship Formula" (PDF). Larsen Violence of Poverty. 2016. મૂળ (PDF) માંથી 3 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 March 2016.
  8. "Unemployment: The swelling ranks". India Today. 9 March 2015. મેળવેલ 22 March 2016.
  9. "Working Group on Block Level Planning" (PDF). Planning Commission of India. 1977. મેળવેલ 22 March 2016.
  10. "Planning at the Grassroots Level". Planning Commission of India. 2016. મેળવેલ 23 March 2016.
  11. "About CFDA". Centre For Development Alternatives. 2016. મૂળ માંથી 2 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 March 2016.
  12. "National Professor, Government of India". Sage Publishing. 2016. મેળવેલ 23 March 2016.
  13. "Technology, Public Policy, and the Changing Structure of American Agriculture". U.S. Congress, Office of Technology Assessment: 374. March 1986.[હંમેશ માટે મૃત કડી]
  14. M. L. Dantwala (2001). Dynamics of Agricultural Development, Volume 1. Concept Publishing Company. ISBN 9788170228356.
  15. M. L. Dantwala (1986). Indian Agricultural Development Since Independence. Oxford and IBH Publishing Co. પૃષ્ઠ 519. ISBN 8120401182. મૂળ માંથી 2016-04-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-25.
  16. M. L. Dantwala; C. H. Shah (1971). Evaluation of Land Reforms. Department of Economics, Mumbai University. પૃષ્ઠ 197. OCLC 740856. મૂળ માંથી 2016-04-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-25.
  17. M. L. Dantwala (1973). Poverty in India, Then and Now, 1870-1970. Macmillan India. પૃષ્ઠ 67. ISBN 9780333900024.
  18. ૧૯.૦ ૧૯.૧ M. L. Dantwala (1945). Gandhism Reconsidered. Padma Publications. પૃષ્ઠ 64. મૂળ માંથી 2021-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-25.
  19. M. L. Dantwala; C. N. Vakil (1937). Marketing of Raw Cotton in India. Longmans-Green. પૃષ્ઠ 268. OCLC 3175125.
  20. M L Dantwala; Pravin Visaria; N A Mujumdar; T R Sundaram, સંપાદકો (1996). Dilemmas Of Growth: The Indian Experience. SAGE Publications. પૃષ્ઠ 350. ISBN 978-0803992665.
  21. M L Dantwala; Harsh Sethi; Pravin Visaria, સંપાદકો (1998). Social Change Through Voluntary Action. SAGE Publications. પૃષ્ઠ 200. ISBN 9780761992981. મૂળ માંથી 2016-04-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-25.
  22. "Honorary Doctorates". Wageningen University. 2016. મેળવેલ 23 March 2016.
  23. Ashok Mitra (October 1998). "Remembering M L Dantwala". Economic and Political Weekly. 33 (42–43).
  24. Vaidyanathan, A (October 1998). "Professor M.L. Dantwala: A tribute". Indian Journal of Agricultural Economics. મૂળ માંથી 2016-05-05 પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • Rajeshwar Prasad (March 2000). "Reviewed Work: Social change through voluntary action". Sociological Bulletin of Indian Sociological Society. 49 (1). JSTOR 23619904.