મોહન ચંદ શર્મા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મોહન ચંદ શર્મા (૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫- ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૮)[૧] એ દિલ્હી પોલીસના ખાસ જૂથમાં નિયુક્ત પોલીસ ઇન્સપેક્ટર હતા. તેઓ આતંકવાદીઓ સાથે દિલ્હીના બાટલા હાઉસ અથડામણમાં શહીદ થયા હતા. શર્માને અનેક પુરસ્કારો મળેલા હતા જેમાં સાત વીરતા પુરસ્કાર, ૨૦૦૮નો રાષ્ટ્રપતિ પદક સામેલ હતો. તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

શર્મા અલમોડા, ઉત્તરાખંડના વતની હતા. તેમણે દિલ્હી પોલીસમાં ૧૯ વર્ષ ફરજ બજાવી હતી.[૩] તેમણે ૧૯૮૯માં સબ ઇન્સપેક્ટરની પદવી પર નિયુક્તિ મેળવી હતી. તેઓએ સમગ્ર કારકિર્દીમાં ૩૫ ખાલીસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને અન્ય ૮૦ આતંકવાદીઓને જીવિત પકડ્યા હતા. તેમણે ૪૦ કુખ્યાત આરોપીઓને ઠાર માર્યા હતા અને ૧૨૯ની ધરપકડ કરી હતી. તેઓ ૧૯ સપ્ટેમ્બરના રોજ તે જ મહિનાની ૧૩ તારીખે દિલ્હી ખાતે થયેલા બોમ્બ ધડાકાના આરોપીને પકડવાની કાર્યવાહી દરમિયાન થયેલ અથડામણમાં શહીદ થયા હતા.[૪]

તેમને ૨૦૦૩ અને ૨૦૦૭માં રાષ્ટ્રપતિનો વીરતા પદક, ૨૦૦૧, ૨૦૦૨, ૨૦૦૪ અને ૨૦૦૫માં પોલીસ વીરતા પદક એનાયત કરાયા હતા. તેમને શ્રેષ્ઠ કામગીરી માટે આશરે ૧૫૦ ઇનામો અપાયાં હતા.

મૃત્યુ[ફેરફાર કરો]

૨૦૦૮ના દિલ્હી બોમ્બ ધડાકાના આરોપી જામિયા નગર, દિલ્હીના બાટલા હાઉસ ખાતે છૂપાયા હોવાની બાતમી મળતાં શર્માના નેતૃત્વ હેઠળ પોલીસે દરોડો પાડ્યો. આ દરમિયાન થયેલ અથડામણમાં શર્માને પેટ, સાથળ અને જમણા હાથમાં ગોળીઓ વાગી. ઐમ્સના તબીબી વિશ્લેષણ અનુસાર શર્મા વધુ પડતું રક્ત ગુમાવવાને કારણે મૃત્યુ પામ્યા. શર્માએ તે સમયે કોઇ ગોળી સામે રક્ષા આપતા સાધનો પહેર્યાં નહોતા.

નોંધપાત્ર કાર્યો[ફેરફાર કરો]

તેઓ અનેક નોંધપાત્ર અને બહુચર્ચિત બનાવો સાથે સંકળાયેલ હતા. તેઓ ૨૦૦૧ સંસદ હુમલો, ૨૦૦૦ લાલ કિલ્લા પરનો આતંકવાદી હુમલો, ૨૯ ઓક્ટોબર ૨૦૦૫ના દિલ્હી બોમ્બ ધડાકાની તપાસ કરી હતી. તેમણે દિલ્હી ખાતેથી જ ફેબ્રુઆરી ૨૦૦૭માં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેઓ ૨૦૦૬માં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે થયેલ અથડામણમાં પણ સામેલ હતા. તેમાં અબુ હમઝા નામના કુખ્યાત આતંકવાદીને ઠાર મરાયો હતો.

શ્રદ્ધાંજલિ[ફેરફાર કરો]

પ્રધાનમંત્રી મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે શર્માએ અપ્રતિમ સાહસનું પ્રદર્શન કરતાં દેશના સુરક્ષા દળો માટે પ્રોત્સાહન આપતું કાર્ય કર્યું છે.[૫] પ્રધાનમંત્રીએ શર્માનાં પત્નીને પત્ર દ્વારા જણાવ્યું કે 'તમારા પતિ અને તેના જેવા અધિકારીઓને કારણે આપણો સમાજ સુરક્ષિત છે. તમારા પતિની શહાદત દેશ અને સમાજ માટે મોટું નુક્શાન છે.

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ એ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે 'શર્માએ વીરતા, સાહસ બતાવતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને રાષ્ટ્ર તેમને હંમેશા યાદ રાખશે.'

સોનિયા ગાંધીએ જણાવ્યું કે શર્માએ આતંકવાદીઓ સામે બહાદુરીથી લડાઈ લડી અને દેશની સેવામાં બલિદાન આપ્યું.[૫]

તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલ અને દિલ્હી પોલીસના વડાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી.[૬]

અશોક ચક્ર પ્રશસ્તિપત્ર[ફેરફાર કરો]

અશોક ચક્રનું સત્તાવાર પ્રશસ્તિપત્ર આ મુજબ છે:

મોહન ચંદ શર્મા (ઇન્સપેક્ટર દિલ્હી પોલીસ - મૃત્યુપર્યંત): ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ શ્રી મોહન ચંદ શર્મા, ઇન્સપેક્ટર, દિલ્હી પોલીસને ખબર મળ્યા કે દિલ્હી શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં સંડોવાયેલ શંકાસ્પદ વ્યક્તિ જામિયા નગર, દિલ્હીના બાટલા હાઉસ ખાતે છુપાયેલ છે.

શ્રી શર્મા સાત પોલીસકર્મીની ટુકડી સહિત તુરંત જ સ્થળ પર પહોંચ્યા. મકાનમાં પ્રવેશતાં જ તેમના પર ગોળીબાર થયો. તેમણે પીછેહઠ કર્યા વિના વળતો ગોળીબાર કર્યો અને અથડામણમાં છુપાયેલા બે આતંકવાદી ઠાર થયા અને એકની ધરપકડ થઈ.

શ્રી મોહન ચંદ શર્માએ આતંકવાદીઓ સામે લડતાં અપ્રતિમ સાહસ, ફરજ પ્રત્યે પરાયણતાનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Delhi gunbattle hero Mohan Sharma succumbs to injury
  2. "11 security personnel to get Ashok Chakra". Retrieved ૨૬ જાન્યુઆરી ૨૦૦૯. Check date values in: |accessdate= (મદદ)
  3. "Delhi cop Sharma cremated with full state honours". the original માંથી 2012-04-06 પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
  4. Police inspector who led Delhi encounter dead[મૃત કડી]
  5. ૫.૦ ૫.૧ "Manmohan, Sonia condole Sharma's death". the original માંથી ૬ એપ્રિલ ૨૦૧૨ પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
  6. Braveheart Inspector's death a huge loss Archived 21 September 2008 at the Wayback Machine.
  7. "Police Officers who Laid Their life on the Line of Duty". Indian Defence Forum (અંગ્રેજી માં). Retrieved ૧૯ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)