લખાણ પર જાઓ

યશવંત દોશી

વિકિપીડિયામાંથી

યશવંત દોશી (૧૬ માર્ચ ૧૯૨૦ – ૧૪ જાન્યુઆરી ૧૯૯૯) ગુજરાતી ભાષાના જાણીતા સંપાદક, લેખક અને ગ્રંથ સામયિકના તંત્રી હતા.

શિક્ષણ

[ફેરફાર કરો]

યશવંત દોશીનો જન્મ અમદાવાદમાં ૧૬ માર્ચ ૧૯૨૦ના રોજ થયો હતો. તેઓએ તેમનું પ્રાથમિક શિક્ષણ ધોરણ ૪ સુધી શેઠ મનસુખલાલની શાળામાં કર્યો હતો ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શેઠ ચી. ન. મહાવિદ્યાલયમાં પુરું કરેલ હતું. નવચેતન હાઈસ્કુલમાંથી એસ.એસ.સીની પરિક્ષા પાસ કર્યા બાદ તેઓએ અમદાવાદ સ્થિત એલ.ડી આર્ટસ કોલેજમાં શરુઆતના ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો અને બાદમાં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ૧૯૪૨માં બી.એ ( ગુજરાતી અને સંસ્કૃત) પાસ કરેલ હતું.

કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૪૨–૪૯ના ગાળા દરમ્યાન તેઓ વિવિધ સ્વતંત્ર વ્યવસાયો સાથે સંકળાયેલ હતા. ૧૯૪૯–૧૯૫૪ના વર્ષો દરમ્યાન તેઓએ ભો.મ.કોમર્સ કોલેજ ભાવનગર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવેલી. ૧૯૫૪ થી ૧૯૬૩ની સાલ સુધી તેઓએ મુંબઈ સ્થિત અમેરિકન માહિતી ખાતાના કાર્યાલય (USIS) ખાતે અનુવાદક અને સંપાદક તરીકેને ફરજો બજાવી હતી. ૧૯૫૮ની સાલમાં વાડીલાલ ડગલી સાથે મળીને પરિચય પુસ્તિકાઓનું પ્રકાશન શરુ કર્યુ હતું. ૧૯૬૪માં પરિચય ટ્ર્સ્ટમાં જોડાઈને ગ્રંથ માસિકના તંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો જે ૧૯૮૫ સુધી ગ્રંથનું પ્રકાશન બંધ થયા સુધી જાળવી રાખ્યો હતો.

તેમનું અવસાન ૧૪ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ મુંબઈ ખાતે થયુ હતું.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]

ગ્રંથના પંથના અનોખા યાત્રી - લે. દિપક મહેતા ,પ્રકાશન: ગુજરાત વિશ્વકોષ ટ્ર્સ્ટ, અમદાવાદ.