યોગેન્દ્ર વ્યાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
યોગેન્દ્ર વ્યાસ, ત્રિમંદિર, અડાલજ ખાતે ૨૩ નવેમ્બર ૨૦૧૬.

યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસ (૬ ઓક્ટોબર ૧૯૪૦) ગુજરાતી નવલકથાકાર, ભાષાવિદ છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં ગુજરાતી અને ભાષાવિજ્ઞાન વિષયોમાં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. થયા બાદ તેઓ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી એમ. એમ. શાહ મહિલા કૉલેજ, સુરેન્દ્રનગરમાં ગુજરાતીના પ્રાધ્યાપક અને આચાર્ય રહ્યા. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી સરસપુર આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને ૧૯૬૮-૬૯માં ત્યાં જ આચાર્ય રહ્યા. ૧૯૬૯થી ૧૯૮૦ સુધી ભાષાવિજ્ઞાનના વ્યાખ્યાતા અને ૧૯૮૦થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાવિજ્ઞાનના રીડર હતા.

સર્જન[ફેરફાર કરો]

બે કિનારાની વચ્ચે (૧૯૮૨) અને કૃષ્ણજન્મ (૧૯૮૩) એમની લઘુનવલો છે. ભીલીની કિશોરકથાઓ (૧૯૭૬) અને મનોરંજક બોધકથાઓ (૧૯૭૯) એમનું બાળસાહિત્ય છે.

ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ (૧૯૬૭), બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ (૧૯૭૪), ભાષા, સમાજ અને સાહિત્ય (૧૯૭૫), ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૯૭૭), ભાષા વિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ (૧૯૭૯), સામાજિક ભાષાવિજ્ઞાન (૧૯૮૩) વગેરે એમનાં ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]