લખાણ પર જાઓ

રાજા દાહિર

વિકિપીડિયામાંથી
રાજા દાહિર
સિંધનો મહારાજા
સિંધનો ૩જો અને છેલ્લો રાજા
શાસનઇ.સ. ૬૭૯ - ૭૧૨
પુરોગામીચંદર
અનુગામીઉમ્મયદ ખિલાફત
જન્મઇ.સ. ૬૬૧
અરોર, સિંધ
હાલમાં રોહરી, સિંધ, પાકિસ્તાન
મૃત્યુઇ.સ. ૭૧૨ (૫૧ વર્ષ)
સિંધુ નદી, રાઓર, સિંધ
હાલમાં નવાબશાહ, સિંધ, પાકિસ્તાન
વંશજસુર્યા દેવી
પ્રેમલા દેવી
નામો
રાજા દાહિર સેન
રાજવંશબ્રાહ્મણ વંશ
પિતાચચ
માતારાણી સુહાનંદી
(રાય સહાસીની પૂર્વ પત્નિ)
ધર્મહિંદુ

દાહિર સેન (૬૬૧ - ૭૧૨) સિંધ પ્રદેશનો છેલ્લો હિંદુ રાજા હતો. તે સિંધના પુષ્કર્ણ બ્રાહ્મણ વંશનો ઉત્તરાધિકારી હતો. હાલના ભૌગોલિક પ્રદેશ પ્રમાણે, ત્યારનું સિંધ એ આજના અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, પાકિસ્તાન, પંજાબ તેમ જ ઈરાનના અમુક વિસ્તારોનું બનેલ હતું. ઇસ્લામના પ્રસાર હેતુથી ભારતીય ઉપખંડ ઉપર કરવામાં આવેલા ઇસ્લામિક આક્રમણના શરૂઆતના તબક્કામાં દાહિરનું રાજ્ય મહંમદ બિન કાસમે જીતી લીધું હતું. મહંમદ બિન કાસમ ઉમ્મ્યદ ખિલાફતનો એક સેના નાયક હતો. દાહિર યુધ્ધમાં સિંધુ નદીના કિનારે હાલમાં પાકિસ્તાનમાં આવેલા નવાબશાહ શહેરની નજીક અરોરમાં હણાયો હતો.[] આજની તારીખેય અરોરમાં તે વખતનું પ્રચલિત એવું કાલકા દેવી માતાનું મંદિર છે. દાહીરનું માથું કાપીને સાબિતી રૂપે ઉમ્મયદ શાસક અલ-હજ્જાજ બિન યુસુફને મોકલવામાં આવ્યું હતું. દાહીરનું પતન થવાથી મોટા ભાગની તે વખતની હિંદુ સ્ત્રીઓએ હુમલાખોર મુસલમાનોના ધાડાઓના હાથે પોતાની આબરૂ અને શીલ ગુમાવવાના બદલે સામૂહિક સતી થવું (જે આગળ જઈને રાજપૂત રાજ્યોમાં જોહર તરીકે પ્રચલિત થયું) હસતે મોંઢે સ્વીકાર્યું હતું.[] અને બાકીના બચેલા વંશજોને ગુલામીમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

ચચનામામાંથી મળતી વિગતો

[ફેરફાર કરો]

દાહિર એક બ્રાહ્મણ રાજા હતો કે જેના પૂર્વજોએ બૌદ્ધ શાસકો પાસેથી સત્તા ઝૂંટવી હતી. દાહીરના દાદા ચચ રાજાએ તેના કાળ દરમ્યાનના રાય રાજવંશના છેલ્લા રાજા રાય સાહસી (બીજો)ના દરબારમાં મંત્રી તરીકે સેવાઓ આપી હતી. રાજા બાદ વિધવા રાણી સાથે લગ્ન થવાથી તેને સત્તારૂઢ થવાનો મોકો મળ્યો હતો.

ચચનામું એ આરબોના સિંધ ઉપર પ્રભુસત્તા મેળવ્યા અંગેનો વિસ્તૃત અહેવાલ આપતી એક પ્રાચીન નોંધપોથી છે. તે "સિંધ-ફતેહનામું" અથવા "તારીખ-એ-હિન્દ અને સિંધ" નામે પણ જાણીતું છે. તેનું સૌપ્રથમ અરબીમાંથી ફારસી ભાષામાં ભાષાંતર ઇસ ૧૨૧૬માં મહંમદ અલી બિન હામીદ અબુ બક્ર દ્વારા કરવામાં આવ્યું હતું તેમ મનાય છે.

ઇસ પૂર્વે ૭૦૦માં સિંધ રાજ્યનો બ્રાહ્મણ વંશના તબ હેઠળનો પ્રદેશ. ઉમ્મયદ ખિલાફત ભારત તરફ આગળ વધી રહી હતી તે તબક્કો.

સંદર્ભ

[ફેરફાર કરો]