રાજેન્દ્ર લાહિડી

વિકિપીડિયામાંથી
રાજેન્દ્ર લાહિડી
જન્મની વિગત(1901-06-29)29 June 1901
પબના જિલ્લો, બંગાળ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ17 December 1927(1927-12-17) (ઉંમર 26)
ગોંડા જિલ્લો, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુનું કારણફાંસી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબનારસ હિંદુ યુનિવર્સિટી
વ્યવસાયક્રાંતિકારી
સંસ્થાહિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
માતા-પિતા
  • ક્ષિતિશ મોહન લાહીડી (પિતા)

રાજેન્દ્ર લાહિડી (૨૯ જૂન ૧૯૦૧ – ૧૭ ડિસેમ્બર ૧૯૨૭) અથવા રાજેન્દ્રનાથ લાહિડી, એક ભારતીય ક્રાંતિકારી હતા, જેઓ કાકોરી ષડ્‌યંત્ર અને દક્ષિણેશ્વર બોમ્બ ધડાકા પાછળના મુખ્ય સૂત્રધાર હતા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય હતા જેનો હેતુ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

રાજેન્દ્ર લાહિડીનો જન્મ ૨૯ જૂન ૧૯૦૧ના રોજ બંગાળ પ્રેસિડેન્સી (વર્તમાન બાંગ્લાદેશ)ના પબના જિલ્લાના લાહિડી મોહનપુર ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ક્ષિતિશ મોહન લાહીડીની ત્યાં મોટી મિલકત હતી.[૧] [૨]

દક્ષિણેશ્વર બોમ્બની ઘટના[ફેરફાર કરો]

લાહિડીએ દક્ષિણેશ્વર બોમ્બ ધડાકાની ઘટનામાં ભાગ લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેઓ બનારસ ગયા અને ત્યાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગમાં એમએના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં સંયુક્ત પ્રાંત (વર્તમાન ઉત્તર પ્રદેશ)માં તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓ તેમના કેટલાક બંગાળી મિત્રો સાથે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા.[૩]

કાકોરી કાવતરું[ફેરફાર કરો]

૮ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ કાકોરી ટ્રેન લૂંટ યોજના પાછળ તેઓ મુખ્ય સૂત્રધાર હતા. બંગાળમાં અગાઉના દક્ષિણેશ્વર બોમ્બ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો કેસ ચલાવવામાં આવ્યો હતો અને દસ વર્ષની સખત કેદની સજા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે લખનૌમાં ટ્રેન લૂંટ માટે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમને કાકોરી કાવતરાના કેસમાં પણ સામેલ કરવામાં આવ્યા અને અન્ય કેટલાક ક્રાંતિકારીઓ સાથે તેમનો કેસ ચાલુ કરવામાં આવ્યો.[૪]

મૃત્યુ[ફેરફાર કરો]

લાંબી કાનૂની પ્રક્રિયા બાદ તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ઠાકુર રોશન સિંઘ, અશફાક ઊલ્લા ખાન અને રામ પ્રસાદ બિસ્મિલ સાથે નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા ૧૭ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Some Prominent Martyrs of India's Freedom Struggle". All India Congress Committee. મૂળ માંથી 2009-03-29 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2014.
  2. "Official Website of West Bengal Correctional Services, India – Martyrs for India's Freedom". wbcorrectionalservices.gov.in. મેળવેલ 2022-02-25.
  3. "Rajendra Lahiri Death Anniversary: अंग्रेजों ने दो दिन पहले क्यों दे थी फांसी". News18 हिंदी (હિન્દીમાં). 2021-12-17. મેળવેલ 2022-02-25.
  4. "Remembering Rajendranath Lahiri, the Revolutionary Who Threw Away His 'Sacred' Thread". The Wire. મેળવેલ 2022-02-25.
  5. "Rajendra Nath Lahiri Was Convicted in the Kakori Conspiracy Case And Was Hanged On December 17, 1927 – This Day in History". BYJUS (અંગ્રેજીમાં). મેળવેલ 2022-02-25.