રામ પ્રસાદ બિસ્મિલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચિત્ર:बिस्मिल901.gif
રામ પ્રસાદ 'બિસ્મિલ' (૧૮૯૭ - ૧૯૨૭)

રામ પ્રસાદ 'બિસ્મિલ' (હિંદી: राम प्रसाद 'बिस्मिल') ભારત માતાના મહાન સપૂત હતા, જેમણે ભારતની આઝાદી કાજે પોતાના પ્રાણની આહુતિ ધરી દીધી હતી. એમનો જન્મ ૧૧ જૂન ૧૮૯૭ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતાશ્રી મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. ૧૯૨૭ની ૧૯ ડીસેમ્બરે બ્રિટિશ શાસને તેમને ગોરખપુર જેલમાં ફાંસી પર ચઢાવી દીધા હતા.

ભારતની આઝાદીમાં જેમણે પોતાનું રક્ત વહાવીને તિરંગામાં કેસરિયો રંગ શોભાવ્યો છે એવા દેશના ક્રાંતિકારીઓ આપણા દેશની શાન છે. ક્રાંતિકારીઓમાં આવું અણમોલ રતન હતા- પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.

માત્ર 30 વર્ષની વયે દેશદાઝ ખાતર તેમણે શહીદી વહોરી લીધી હતી. અંગ્રેજોના દાંત ખાટા કરી નાખનારી કાંકોરીટ્રેન લૂંટ માટે બિસ્મિલજીને વધુ ઓળખવામાં આવે છે, પણ એ સિવાય તેઓ એક ઉમદા શાયર હતા. તેમણે પોતાની શાયરીમાં દેશભક્તિનો કેસરિયો રંગ એવો ઘોળ્યો હતો કે તેમની રચનાઓ એ સમયે ક્રાંતિકારો માટે પ્રેરક બની રહી હતી. ક્રાંતિકારીઓને જૂસ્સો બૂલંદ બનાવવા માટે બિસ્મિલજીની રચનાઓનું ગાયન થતું હતું. એ એટલે સુધી કે કેટલાય ક્રાંતિકારીઓ બિસ્મિલજીની શહાદત પછી અને પહેલા પણ આ રચના ગાતા ગાતા હસતા હસતા ફાંસીને માચડે ચડી જતા.

9 ઓગસ્ટ 1925ના દિવસે થયેલી કાંકોરીલૂંટે એ દિવસોમાં અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાખી હતી. અંતે એ જ ઘટના ઉપર તેમના પર કેસ ચાલ્યો અને કેસ પછી બિસ્મિલજી, અશફાક ઉલ્લા ખા, ઠાકુર રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતના બધાને ફાંસીની સજા થઈ અને 19 ડિસેમ્બર, 1927ના દિવસે ગોરખપુરની જેલમાં રામ પ્રસાદ બિસ્મિલજીને ફાંસી આપી દેવામાં આવી.

30 વર્ષની વયે તેમણે એવું જીવન જીવ્યું કે જેના કારણે આજે 89 વર્ષ પછી પણ તેમને આપણે ખૂબ ગૌરવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.

બિસ્મિલજીની ઉર્દૂ અને હિંદી બંને ભાષા ઉપર એકસરખી પક્કડ હતી. એ કારણે તેમની રચનાઓમાં પણ એ સુમેળ બરાબર સધાયો હતો. તેમની સૌથી વિખ્યાત રચના સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ...

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • અમર શહીદ રામ પ્રસાદ 'બિસ્મિલ'ની આત્મકથા - વિકિસ્રોત પર (હિન્દી માં)
  • રામ પ્રસાદ બિસ્મિલની રચનાઓ કવિતા કોશમાં
  • મુરૈના શહેરમાં રામપ્રસાદ બિસ્મિલનું મંદિર
  • Śeṭh, Dhāraṇā (2006). રામ પ્રસાદ બિસ્મિલ. Āra. Āra. Śeṭhanī Kampanī, Mumbaī. p. 125. Check date values in: |year= (મદદ)