રામચંદ્ર પટેલ

વિકિપીડિયામાંથી
રામચંદ્ર પટેલ
રામચંદ્ર પટેલ, અનેરા, હિંમતનગર, ગુજરાત ખાતે, માર્ચ ૨૦૨૨
રામચંદ્ર પટેલ, અનેરા, હિંમતનગર, ગુજરાત ખાતે, માર્ચ ૨૦૨૨
જન્મ(1939-08-01)1 August 1939
ઉમતા
ઉપનામસુક્રિત
વ્યવસાયશિક્ષક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક (૨૦૦૪)
સહી

રામચંદ્ર બબલદાસ પટેલ (જન્મ: ૧ ઑગસ્ટ ૧૯૩૯), જેઓ તેમના સુક્રિત નામે પણ ઓળખાય છે, તે ભારતના ગુજરાતના ગુજરાતી કવિ, નવલકથાકાર અને ટૂંકા વાર્તા લેખક છે.

જીવન[ફેરફાર કરો]

રામચંદ્ર પટેલનો જન્મ ૧ ઓગસ્ટ ૧૯૩૯ રોજ ઉમતા (હાલ જિ. મહેસાણા)માં થયેલો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમતા અને વિસનગરથી લીધું. ચિત્રકળામાં રસ હોઈ એસ. એસ. સી. પછી સી. એન. કલાવિદ્યાવિહાર,અમદાવાદમાં જોડાયા અને ડી.એમ.ની પદવી મેળવી. ઉમતા પાછા ફરી ચિત્રશિક્ષક તરીકે હાઈસ્કૂલમાં જોડાયા જ્યાં ૩૮ વર્ષ સેવા આપી નિવૃત થયા.[૧][૨]

સર્જન[ફેરફાર કરો]

પટેલનું લેખન તેમના ગ્રામીણ જીવન અને કુદરત અને કૃષિ સાથે ગાઢ સંપર્ક દ્વારા પ્રભાવિત છે.[૨] તેમણે બે કવિતા સંગ્રહ, મારી અનાગસી ઋતુ (૧૯૭૭) અને પદ્મનિદ્રા (૨૦૦૧) પ્રકાશિત કર્યા છે, જેમાં છાંદસ અને અછાંદસ કવિતાઓમાં કુદરત અને કૃષિ માટેનો તેમનો પ્રેમ સ્પષ્ટ છે.[૧] સીમાંતર (૨૦૧૩) માં ૮૧ કવિતાઓ છે.

તેમણે અનેક નવલકથાઓ લખી છે. એક સોનેરી નદી (૧૯૭૮) સૂર્યદેવ અને રન્નાદે વચ્ચેના સંબંધ વિશે છે. પૃથ્વીની એક બારી (૧૯૮૫) તે ઉત્તરાર્ધ છે.[૧] વરાળ (૧૯૭૯) એ દુકાળ સામે લડતા નાયકની વાર્તા છે.[૧] [૩] સ્વર્ગનો અગ્નિ (૧૯૮૧)માં નાયક કલ્કિ બની હિંસા દ્વારા માનવતાને બચાવવા નીકળે છે. અમૃતકુંભ (૧૯૮૨)માં નાયક પોતાની વાસનાઓ લડે છે. ચિરયાત્રી (૧૯૮૬) માં નાયક વર્ષો પછી રણમાં સમાઈ ગયેલા તેના ગામને જોઈને ભૂતકાળ વાગોળે છે. તેમની અન્ય નવલકથાઓ રાજગઢી (૧૯૯૬), મેરુયજ્ઞ (૧૯૯૮), અંગારક (૧૯૯૯), સોનેગરુ (૨૦૦૪), અરણ્યદ્વાર (૨૦૦૬) વગેરે છે.[૧]

સ્થળાંતર (૧૯૯?) અને એક બગલથેલો (૧૯૯૮) તેમના ટૂંકી વાર્તા સંગ્રહ છે જેમાં સ્થળાંતર, નિયતિ અને તેના મનોવૈજ્ઞાનિક પ્રભાવ વિશેની વાર્તાઓ છે.[૧] [૨] અગિયાર દેરાં (૨૦૧૨) ગ્રામીણ પર્યાવરણમાં રચાયેલ વાર્તા સંગ્રહ છે.[૨] અડધો સૂરજ સુકો, અડધો લીલો (૨૦૦૦) એ પ્રકૃતિવિષયક નિબંધસંગ્રહ છે. તેમણે હું ખાડામાંથી બહાર (1972) નું સંપાદન કર્યું છે.[૧]

પુરસ્કારો[ફેરફાર કરો]

2004 માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઇનામો પણ મળ્યા છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 119–120. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Patel, Anokhi Kanubhai (2014). "3. વાર્તાકાર રામચંદ્ર પટેલ" [3. Story Writer Ramchandra Patel]. ઉત્તર ગુજરાતના પ્રમુખ ચાર વાર્તાકારો: એક અધ્યયન [Four Chief Story Writers of North Gujarat: A Study] (PhD). ગુજરાતી વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ 148. hdl:10603/44305.
  3. Amar Nath Prasad; M. B. Gaijan (2007). Dalit Literature: A Critical Exploration. Sarup & Sons. પૃષ્ઠ 213–214. ISBN 978-81-7625-817-3.