લખાણ પર જાઓ

રિસાયક્લિંગ

વિકિપીડિયામાંથી

ઉપયોગી પદાર્થોનો બગાડ અટકાવવા, નવા કાચા માલસામાનનો વપરાશ ઘટાડવા, ઊર્જાનો ઉપયોગ ઘટાડવા, પરંપરાગત કચરાના નિકાલ માટેની જરૂરિયાત ઘટાડીને (વિવિધ પદાર્થો સળગાવવાને કારણે થતું) હવાનું પ્રદૂષણ ઘટાડવા અને જમીન પૂરાણને કારણે જલ પ્રદૂષણ ઘટાડવા તેમજ શુદ્ધ ઉત્પાદનની તુલનાએ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાના ઉદેશ સાથે વપરાયેલા પદાર્થોને નવા ઉત્પાદનોમાં ફેરવવાની પ્રક્રિયાને રિસાયક્લિંગ કહે છે.[][] રિસાયક્લિંગ એ કચરો ઘટાડવા માટેની આધુનિક પદ્ધતિનું મુખ્ય ઘટક છે અને કચરો અધિશ્રેણી "ઘટાડો, પુનઃઉપયોગ કરો/0}, રિસાયકલ"નો ત્રીજો ઘટક છે.

પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી સામગ્રીમાં ઘણા પ્રકારના કાચ, કાગળ, ધાતુ, પ્લાસ્ટિક, કાપડ, અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સમાવેશ થાય છે. અસરમાં સમાન હોવા છતાં, જૈવિક રીતે વિઘટન પામતો કચરો – જેમ કે ખોરાક અથવા બગીચાનો કચરોના કમ્પોસ્ટિંગ અથવા પુનઃઉપયોગને રિસાયક્લિંગ નથી ગણવામાં આવતું.[] રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીને એકત્રીકરણ કેન્દ્દમાં લાવવામાં આવે છે અથવા કર્બસાઇડમાંથી એકત્રકરવામાં આવે છે, બાદમાં તેની છટણી, સફાઇ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાનારા નવા પદાર્થ માટે ફેરપ્રક્રિયા કરવામાં આવે છે.

આમ જોવા જઇએ તો, કોઇ એક પદાર્થનું રિસાયક્લિંગ તે જ પદાર્થ માટે નવો પુરવઠો પુરો પાડે છે. દાખલા તરીકે ઓફિસમાં વપરાયેલા કાગળ ઉત્પાદન માટે વધુ પુરવઠો આપશે અને તેવી જ રીતે વપરાયેલા ફોમ્ડ પોલિસ્ટાયરિન વધુ પોલિસ્ટાયરિન આપશે. જો કે ઘણીવાર (કાચા માલસામાન અથવા અન્ય સંસાધનમાંથી તે જ પ્રોડક્ટના ઉત્પાદનની તુલનાએ) રિસાયક્લિંગ કરવું ઘણું મુશ્કેલ અથવા મોંઘું હોય છે. માટે ઘણી પ્રોડક્ટ અથવા સામગ્રીના રિસાયક્લિંગમાં અલગ મટિરીયલના ઉત્પાદનમાં તેનો પુનઃઉપયોગ સંકળાય છે (દા.ત. પેપરબોર્ડ). રિસાયક્લિંગનું અન્ય સ્વરૂપ જટીલ પ્રોડક્ટ્સમાંથી નિશ્ચિત પદાર્થોનો બચાવ કરવાનું છે. આવા પદાર્થોના આંતરિક મૂલ્ય (દા.ત. કાર બેટરીમાંથી કલાઇ અથવા કમ્પ્યુટર કમ્પોનન્ટ્સમાંથી સોનું કાઢવું)અથવા તેમના ઝેરી સ્વભાવને (દા.ત. વિવિધ સામગ્રીમાંથી પારો દૂર કરવો અને તેનો પુનઃઉપયોગ કરવો) કારણે તેમનો બચાવ કરવામાં આવે છે.

સમીક્ષકો રિસાયક્લિંગના ખચર્ની સામે તેના ચોખ્ખા આર્થિક અને પર્યાવરણીય લાભ અંગે મતભેદ ધરાવે છે અને સૂચવે છે કે રિસાયક્લિંગની હિમાયત ઘણીવાર બાબતે વધુ ગંભીર બનાવે છે અને પુષ્ટી પૂર્વાગ્રહથી પીડાય છે. ખાસ કરીને વિવેચકોએ દલીલ કરી છે કે કચરાના એકત્રીકરણ અને પરિવહન પર કરવામાં આવતો ખર્ચ ઉત્પાદન પ્રક્રિયામાં બચેલા ખર્ચ અને ઊર્જા કરતા ઘણી વધુ છે. વધુમાં રિસાયક્લિંગને કારણે લોગિંગ, માઇનિંગ અને નવા ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોમાં ઉભી થનારી બેકારી રિસાયક્લિંગ ઉદ્યોગને કારણે ઉભી થયેલી રોજગારી કરતા વધુ છે. વધુમાં પેપર પલ્પ જેવી સામગ્રીને માત્ર અમુક વખત જ રિસાયકલ કરી શકાય છે. રિસાયક્લિંગની હિમાયત આ તમામ દાવાઓને પડકારે છે અને દલીલોની માન્યતા બંને પક્ષોના વિવાદને વધુ ઘેરો બનાવે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પ્રારંભિક રિસાયક્લિંગ

[ફેરફાર કરો]

રિસાયક્લિંગ માનવ ઇતિહાસમાં ખૂબ જ લાંબા સમયથી ઊપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ છે, જેના પૂરાવા ઇ.સ. પૂર્વે 400માં પ્લેટોના સમયથી મળે છે. રાખ, તૂટેલા સાધનો અને માટીના વાસણો જેવા પ્રાચીન ઘરગથ્થુ કચરા અંગેનું પુરાતત્વીય સંશોધન દર્શાવે છે કે આ સમય દરમિયાનના જયારે સ્ત્રોત ખૂબ જ મર્યાદિત હોવાને કારણે નવી સામગ્રીની ગેરહાજરીમાં નકામી વસ્તુઓનો પુનઃઊપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવતો હતો.[]

ઔદ્યોગિક યુગ પૂર્વેના સમયમાં યુરોપમાં જસત અને અન્ય ધાતુઓના ભંગારને એકઠો કરીને તેને પુનઃ ઊપયોગમાં લેવા માટે તેને ગાળવામાં આવતો હોવાના પૂરાવાઓ મળે છે.[] બ્રિટનમાં પણ લાકડા અને કોલાસાનો ભૂકો અને રાખ ડસ્ટમેન દ્વારા એકઠા કરીને તેને ઈંટ બનાવવામાં મુખ્ય ઘટક તરીકે ડાઉનસાયકલ કરવામાં આવતા હતા. કાચા માલ તરીકે નવી સામગ્રીને બદલે પુનઃઊપયોગમાં લેવામાં આવતી સામગ્રીને કારણે થતા આર્થિક લાભ તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં વસતિ ગીચતા ધરાવતા વિસ્તારમાં પણ કચરાના નિકાલની જાહેર વ્યવસ્થાના અભાવ વસ્તુના પુનઃઊપયોગ માટેના મહત્ત્વના પરિબળો ગણી શકાય.[] ઈ.સ. 1813 માં બેન્જામિન લોએ યોર્કશાયરના બેટલી શહેરમાં કાપડના નકામા ટુકડાઓમાંથી ‘શોડી’ અને ‘મન્ગો’ પ્રકારનું ઊન બનાવવાની પ્રક્રિયા વિકસાવી. આ મટીરીયલ નવા ઉન સાથે પુનઃઊપયોગમાં લેવામાં આવતા કાપડને ઊપયોગમં લઇને તૈયાર કરવામાં આવ્યું હતું. વેસ્ટ યોર્કશાયરનો શોડી ઉદ્યોગ બેટલી અને ડ્યુઝબરી જેવા નગરોમાં 19મી સદીથી પ્રથમ વિશ્વયુદ્ધ સુધી અસ્તિત્વમાં રહ્યો હતો.

યુએસ એલ્યુમિનિયમ સાલ્વેજ ઝુંબેશ, 1942ની જાહેરાતનો ફોટો

યુદ્ધ સમયનું રિસાયક્લિંગ

[ફેરફાર કરો]

વિશ્વયુદ્ધ ઊપરાંત વિશ્વમાં પરિવર્તન લાવનારી આ પ્રકારની અન્ય ઘટનાઓને કારણે ઉભી થયેલી સ્ત્રોતની અછતને કારણે રીસાયકિલંગને ખૂબ જ ઉત્તેજન મળ્યું હતું.[] દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધમાં જોડાયેલા દરેક દેશમાં દેશદાઝને ધ્યાનમાં રાખીને ધાતુઓની વસ્તુઓને દાનમાં આપવા તથા કાપડને સાચવી રાખવા માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી. યુદ્ધ સમયે ચાલુ કરવામાં આવેલી સ્ત્રોતની સાચવણીની પ્રવૃત્તિ યુદ્ધ પછી પણ કુદરતી સ્ત્રોતની વિપુલતા નહીં ધરાવતા જાપાન જેવા કેટલાક દેશોમાં ચાલુ રાખવામાં આવી.

વિશ્વયુદ્ધ બાદનું રિસાયક્લિંગ

[ફેરફાર કરો]

ઊર્જાની વધતી જતી કિંમતને કારણે 1970ના દાયકામાં રિસાયક્લિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું. નવા ઉત્પાદનની સરખામણીએ એલ્યુમિનિયમના રિસાયક્લિંગમાં માત્ર 5% ઊર્જાનો ઉપયોગ થાય છે, જયારે કાચ, કાગળ અને અન્ય ધાતુઓમાં આ પ્રમાણ આટલું ઓછું ન હોવા છતાં જયારે કાચી સામગ્રી તરીકે જે તે વસ્તુઓનો પુનઃઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખૂબ જ ઓછી ઊર્જાનો ઉપયોગ થાય છે.[] સમગ્ર અમેરિકામાં ન્યુજર્સીના વડૂબરી શહેરે સૌ પ્રથમ વખત રિસાયક્લિંગને ફરજિયાત બનાવ્યું.[] 1970ના દાયકાના પ્રારંભના વર્ષોમાં રોઝ રોવાની આગેવાની હેઠળ[] કચરા અને પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓને એકસાથે એકઠી કરી શકાય તે માટે કચરાના વ્યવસ્થાપન અંગેના વાહનની પાછળ રિસાયક્લિંગ ટ્રેલર જોડવાનો વિચાર અમલમાં આવ્યો. અન્ય નગરો અને શહેરોએ પણ આ વ્યવસ્થાને અનુસરવાનું શ કર્યું અને આજે અમેરિકાના ઘણાં શહેરોમાં રિસાયક્લિંગ જરૂરિયાત બની ગયું છે.


1987માં મોર્બો 4000 નામની નૌકામાં કચરો ન્યૂ યોર્કથી ઉત્તર કેલિફોર્નિયા લઇ જવામાં આવ્યો, જેને ત્યાં સ્વીકારવામાં ન આવ્યો. ત્યાંથી આ કચરો બેલિઝ લઇ જવામાં આવ્યો, જે ત્યાં પણ સ્વીકારાયો નહી. અંતે આ કચરો ન્યૂ યોર્ક પાછો લાવવામાં આવ્યો, જયાં તેને સળગાવીને નિકાલ કરવામાં આવ્યો. આ ઘટનાને કારણે મિડિયામાં કચરાના નિકાલ અને રિસાયક્લિંગ અંગે ખૂબ જ ઊગ્ર ચર્ચાઓ કરવામાં આવી. આ ઘટનાનો ઊલ્લેખ ઘણી વખત 1990ના દાયકાના રિસાયક્લિંગના "હિસ્ટેરીયા"ને પેદા કરવાના સંદર્ભમાં કરવામાં આવે છે.[]

પુરવઠો

[ફેરફાર કરો]
કેલિફોર્નિયા સ્થિત હાફ મૂન બેની એક રિસાયકલ બિન

રિસાયક્લિંગનો કાર્યક્રમ ચાલુ રહી શકે તે માટે રિસાયકલ કરી શકાય તેવા પદાર્થોનો ખૂબ જ મોટો અને લાંબા સમય સુધી ચાલે તેવો સાતત્યપૂર્ણ પુરવઠો હોવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના પુરવઠાના સર્જન માટે ત્રણ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. રિસાયક્લિંગનું ફરજિયાત એકત્રીકરણ, કન્ટેઈનરને જમા કરાવવાનો કાયદો અને પ્રતિબંધને નકાર. ફરજિયાત એકત્રીકરણ શહેરોના રિસાયક્લિંગનું લક્ષ્યાંક નક્કી કરે છે, જેમાં સામાન્ય રીતે નક્કી કરેલી તારીખ સુધીમાં શહેરના કચરાનો નક્કી કરેલો ભાગ રિસાયક્લિંગમાં લઈ આવવો. આ લક્ષ્યાંકને પાર પાડવાની જવાબદારી શહેરની રહેલી છે.[]


કન્ટેઈનર ડિપોઝીટ કાયદામાં કાચ, પ્લાસ્ટિક અથવા તો ધાતુના કન્ટેઈનર (ડબ્બા) પાછા આપવાની સામે થોડા પ્રમાણમાં નાણાં પાછા આપવાનો સમાવેશ થાય છે. આ પ્રકારના કન્ટેઈનરમાં કોઇ વસ્તુ ખરીદવામાં આવે ત્યારે તેની કિંમતમાં સરચાર્જ ઊમેરવામાં આવે છે. જયારે ગ્રાહક આ કન્ટેઈનર કલેકશનના સ્થળે કન્ટેઈનર જમા કરાવે ત્યારે તે આ સરચાર્જની રકમ પાછી માંગી શકે છે. આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો છે અને કેટલીક વખત તો લગભગ 80% ટકા કન્ટેઈનર રિસાઈક્લિંગ માટે પરત આવે છે. આટલા સારા પરિણામ આવવા છતાં પણ કેટલાક વિસ્તારોમાં ઊદ્યોગો અને ગ્રાહકો તરફથી આ પ્રકારના કાર્યક્રમ અંગે સ્થાનિક સરકાર સામે વિરોધ પ્રર્દિશત કરવામાં આવે છે.[] રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ વધારવાની ત્રીજી પદ્ધતિ છે તેલ, જૂની બેટરી, ટાયર તથા બગીચાના કચરા સહિતની વસ્તુઓના કચરા તરીકેને નિકાલ પર પ્રતિબંધ ફરમાવવો. આ વ્યવસ્થાનો એક ઊદ્દેશ પ્રતિબંધિત વસ્તુઓના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી. આ પ્રકારના રિસાયક્લિંગ માટેની પૂરતી સેવા ઉપલબ્ધ બની રહે તે જરી છે, અન્યથા આ પ્રકારનો પ્રતિબંધ ગેરકાયદે કચરો ઠાલવવાની પ્રવૃતિમાં વધારો કરાવશે.[]

સરકારી આદેશ મુજબની માગ

[ફેરફાર કરો]

રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની માગ વધે તેમજ જળવાઇ રહે તે માટે કાયદાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના કાયદાની ચાર પદ્ધતિઓ અમલમાં છેઃ પુનઃ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના લઘુતમ ઉપયોગનો આદેશ, ઉપયોગના દર, ખરીદી, પુનઃઉપયોગ કરાયેલી વસ્તુઓનું લેબલિંગ.[] પુનઃઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના લઘુતમ ઉપયોગ અંગેના આદેશ અને ઉપયોગ દરને કારણે ઉત્પાદકને તેની કામગીરીમાં વસ્તુઓના પુનઃઉપયોગની ફરજ પાડવા દ્વારા માંગમાં સીધો જ વધારો થાય છે. વસ્તુઓના ઉપયોગના આદેશમાં એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે કેટલીક નવી વસ્તુઓના ઉત્પાદનમાં નિશ્ચિત પ્રમાણમાં વસ્તુઓનો પુનઃઉપયોગ કરવામાં આવે. વપરાશ દર વધારે સાનુકૂળ વિકલ્પ છેઃ આ વિકલ્પમાં ઉદ્યોગને પોતાનો લક્ષ્યાંક ગમે ત્યારે પૂરો કરવાની અથવા તો વેચાઇ શકે તેવી ક્રેડિટ સામે રિસાયક્લિંગ બદલવાની સુવિધા મળે છે. આ બંને પદ્ધતિઓનો વિરોધ કરનારાઓ રીપોર્ટીંગની જરૂરીયાતમાં થતા અનેકગણા વધારા તરફ ધ્યાન દોરતાં એવો દાવો કરે છે કે આ પ્રકારના નિયમો ઉદ્યોગો માટેની જરી સાનુકૂળતા છીનવી લે છે.[][]


સરકારોએ રિસાયક્લિંગની માગં વધારવા માટે "ખરીદ નીતિ"ઓ દ્વારા પોતાની ખરીદ શકિતનો ઉપયોગ કર્યો છે. આ નીતિઓમાં સરકાર રિસાયકલ કરેલી વસ્તુઓના ઉપયોગ માટે કેટલી નિશ્ચિત રકમ "બાજુમાં રાખે" છે અથવા તો જયારે રિસાયકલ કરવામાં આવેલી વસ્તુઓની ખરીદી કરવાની હોય ત્યારે "કિંમત અગ્રતા" કાર્યક્રમ મારફતે મોટું ભંડોળ પુરું પાડે છે. વધારાના નિયમનો કેટલાક નિશ્ચિત કિસ્સાઓને લક્ષ્યાંક બનાવે છેઃ દા.ત. અમેરિકામાં એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સીએ જયાં પણ શકય હોય ત્યાં રિસાયકલ કરેલા અથવા તો રિ-રિફાઈન્ડ કરેલા ઓઈલ, પેપર, ટાયર અને બિલ્ડિંગ અવાહકોનો ઉપયોગ કરવાનો આદેશ આપેલો છે.[] રીસાયકલ પ્રોડકટની માગ વધારવા માટેનું સરકારી નિયમન રીસાયકલ કરવામાં આવેલી વસ્તુઓના લેબલિંગ અંગેનું છે. જયારે ઉત્પાદકો માટે તેમના ઉત્પાદનોમાં (પેકેજિંગ સહિત) કેટલા પ્રમાણમાં વસ્તુઓનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે તેનું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવે તો ગ્રાહક જાણી વિચારીને યોગ્ય પસંદગી કરી શકે છે. પૂરતા પ્રમાણમાં ખરીદ શકિત ધરાવતો ગ્રાહક પર્યાવરણની અંગે વધારે સભાન બનીને વિકલ્પની પસંદગી કરીને ઉત્પાદકને વધારે પ્રમાણમાં રીસાયકલ્ડ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરીને આડકતરી રીતે માંગમાં વધારો કરે છે. જો લેબલમાં વસ્તુઓને કયાં અને કઇ રીતે રીસાયકલ કરવામાં આવે છે તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવે તો આ પ્રકારનું સ્ટાન્ડર્ડાઈઝ રિસાયક્લિંગ લેબલગ રીયાકલ કરી શકાય તેવી વસ્તુઓના પુરવઠા પર હકારાત્મક અસર પાડી શકે છે.[]

પ્રક્રિયા

[ફેરફાર કરો]

એકત્રીકરણ

[ફેરફાર કરો]
જર્મન રેલવે સ્ટેશન પરની એક રિસાયકલ બિન

સામાન્ય કચરામાંથી પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના એકત્રીકરણ માટે અનેકવિધ પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિઓ સામાન્ય લોકોની સગવડ અને સરકારની અનુકૂળતા અને ખર્ચના દાયરામાં રહીને કરવામાં આવે છે. સંગ્રહની મુખ્ય ત્રણ કક્ષા છેઃ "ડ્રોપ-ઓફ સેન્ટર", "બાય-બેક સેન્ટર" અને "કર્બસાઈડ કલેકશન".

ડ્રોપ-ઓફ સન્ટર્સમાં કચરો પેદા કરનારે આ વસ્તુઓને સ્થાપિત કે હરતાં ફરતાં મધ્યસ્થ સ્થાન અથવા તો પ્રોસેસગ પ્લાન્ટ સુધી લઇ જવી પડે છે. આ પદ્ધતિ સૌથી સરળ છે પરંતુ તેમાં રિસાયકલ કરવામાં આવતી વસ્તુઓનું એકત્રીકરણ ઓછું હોવા ઉપરાંત અનિશ્ચિત પણ હોય છે. બાય-બેક સેન્ટર્સ ડ્રોપ ઓફ સેન્ટર્સથી એ રીતે અલગ પડે છે કે તેમાં સાફ કરવામાં આવેલી રિસાયકલ થઇ શકે તેવી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે અને આ રીતે ઉપયોગ અને સાતત્યપૂર્ણ પુરવઠો પૂરો પાડવા માટે સ્પષ્ટ પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રોસેસ બાદની સામગ્રીને વેચીને તેમાંથી નફો પણ મેળવી શકાય છે. બાય-બેક સેન્ટર્સને આર્થિક દ્રષ્ટિએ યોગ્ય બનાવવા માટે સરકારી સબસીડી જરી બને છે કારણકે યુનાઈટેડ સ્ટેટ્સ નેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એસોસિયેશન મુજબ એક ટન સામગ્રીના પ્રોસેસિંગ માટે 50 અમેરિકન ડોલરનો ખર્ચ થાય છે, જયારે તેના પુનઃ વેચાણથી માત્ર 30 અમેરિકન ડોલર મેળવી શકાય છે.[]

કર્બસાઈડ કલેક્શન (એકત્રીકરણ)

[ફેરફાર કરો]

કર્બસાઈડ કલેકશનમાં ઘણી વિભિન્ન પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે, જે રીસાયકલ થઇ શકે તેવી વસ્તુઓને અલગ કરવાની અને તેની સફાઇની બાબતમાં અન્ય પદ્ધતિથી અલગ પડે છે. મુખ્ય કક્ષામાં મિશ્રિત કચરા, રિસાયકલ થઇ શકે તેવી વસ્તુઓના સંમીશ્રણ અને સ્થળ પર અલગ કરવાનો કરવાનો સમાવેશ થાય છે.[] કચરો ઉપાડવાનું કાર્ય કચરો એકત્રિત કરનાર વાહન દ્વારા કરવામાં આવે છે.


ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એક રિસાયક્લિંગ ટ્રક રિસાયકલ બિનમાંથી સામગ્રી એકત્ર કરી રહી છે.

સ્પેકટ્રમના એક છેડે મિશ્રિત કચરો સંગ્રહ કરવામાં આવે છે, જેમાં બાકીના કચરા સાથે મિકસ થયેલી હોય તેવી તમામ પ્રકારની રિસાયકલ થઇ શકે તેવી વસ્તુઓ એકત્ર કરવામાં આવે છે અને મધ્યસ્થ છટણી કેન્દ્ર પર તેમાંથી ઈચ્છીત વસ્તુઓ છૂટી પાડીને તેને સાફ કરવામાં આવે છે. આ પ્રક્રિયા મોટા પ્રમાણમાં પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના સંગ્રહમાં પરીણમે છે, ખાસ કરીને કાગળ જે પુનઃઉપયોગમાં લેવા માટે ખૂબ જ ગંદા હોય છે, પરંતુ આ પ્રક્રિયાના કેટલાક ફાયદા પણ છેઃ શહેરના વહીવટી તંત્રને અલગથી પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના એકત્રીકરણ વ્યવસ્થા માટે નાણાં ખર્ચવા પડતા નથી અને લોકોમાં આ અંગે શિક્ષણની પણ જરીયાત ઉભી થતી નથી. વસ્તુઓની છટણી મધ્યસ્થ કેન્દ્રમાં થતી હોવાને કારણે પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓમાં કરવો જરી ફેરફાર સરળતાથી થઇ શકે છે.[] મિશ્રિત અથવા તો સિંગલ-સ્ટ્રીમ સિસ્ટમમાં, પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ એકસાથે જ હોય છે પરંતુ તેને બાકીના કચરાથી અલગ રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાં એકત્રીકરણ બાદની સફાઇની જરૂરીયાતમાં ઘટાડો થાય છે પરંતુ તેના માટે કઇ વસ્તુઓને પુનઃઉપયોગમાં લઇ શકાય તેમ છે તે અંગે લોકજાગૃતિ હોવી ખૂબ જરૂરી છે.[][]


અન્ય એક વૈકલ્પિક પદ્ધતિ છે સ્ત્રોત પર જ છટણી, જેમાં એકત્રીકરણ પહેલાં જ દરેક વસ્તુની સફાઇ કરીને છટણી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એકત્રીકરણ બાદની છટણીની સૌથી ઓછી જરૂર ઉભી થાય છે. અને પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓ શુદ્ધતમ સ્વપમાં પેદા થાય છે, પરંતુ દરેક સામગ્રી અલગ-અલગ રીતે એકત્ર કરવામાં આવતી હોવાને કારણે એકત્રીકરણની કામગીરીનો ખર્ચ વધી જાય છે. આ પદ્ધતિમાં લોકોમાં જાગૃતિ લાવવા માટેનો બહોળો પ્રચાર-પ્રસાર કાર્યક્રમ જરૂરી બને છે, જે પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના પ્રદૂષણને રોકવા માટે સફળ થવો અનિવાર્ય છે.[] મિશ્રિત કચરાના એકત્રીકરણની પદ્ધતિમાં છટણી માટેના ઊંચા ખર્ચનો સમાવેશ થતો હોવાથી સ્ત્રોત પરની છટણીની પદ્ધતિને વધારે પસંદગી આપવામાં આવે છે. જોકે, છટણીની ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને કારણે ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે - સ્ત્રોત પર છટણી કરવાની પદ્ધતિ અપનાવેલા ઘણાં વિસ્તારોએ હવે મિશ્રિત કચરાના એકત્રીકરણની પદ્ધતિ અપનાવી છે.[]

રિસાયક્લેબલ સામગ્રીની પ્રારંભિક છટણીઃ કાચ અને પ્લાસ્ટિક બોટલ (પોલેન્ડ)

પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓને મિશ્રિત અવસ્થામાં એકત્ર કરીને મધ્યસ્થ એકત્રીકરણ સુવિધા કેન્દ્ર પર લઇ ગયા બાદ વિવિધ પ્રકારની સામગ્રીની છટણી કરવી પડે છે. આ પ્રક્રિયા ઘણાં તબક્કામાં કરવામાં આવે છે, જેમાંથી કેટલાક તબક્કામાં ઓટોમેટીક પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે જે એક ટ્રક જેટલા સામાનની છટણી માત્ર એકાદ કલાક જેટલા સમયમાં કરી શકે છે.[] કેટલાક પ્લાન્ટમાં સામગ્રીની છટણી ઓટોમેટીક રીતે કરી શકાય છે, જેને સિંગલ-સ્ટ્રીમ રિસાયકલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના પ્લાન્ટ અસ્તિત્વ ધરાવતા હોય તેવા વિસ્તારોમાં પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓમાં લગભગ ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.[૧૦]

સૌ પ્રથમ પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી સામગ્રીને મિશ્રિત અવસ્થામાં વાહનમાંથી ઉતારીને એક જ સ્તરમાં પથરાયેલા કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે. આ તબક્કામાં કોરૂગેટેડ ફાયબરબોર્ડના મોટા ટુકડાઓ અને પ્લાસ્ટિકની થેલીઓને હાથે વિણીને દૂર કરવામાં આવે છે, કારણ કે તેના કારણે મશીન જામ થઇ શકે છે.[] ત્યારબાદ, ઓટોમેટિક મશીનરી પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓને તેના વજન પ્રમાણે હળવા વજનના કાગળ અને પ્લાસ્ટિકને વધારે વજન ધરાવતા કાચ અને ધાતુઓથી અલગ પાડે છે. કાર્ડબોર્ડને પેપરથી અલગ કરવામાં આવે છે અને સૌથી સામાન્ય ગણવામાં આવતા પ્લાસ્ટિક પીઇટી (#1) અને એચડીપીઇ (#2)ને એકત્ર કરવામાં આવે છે. આ પ્રકારની છટણી મોટાભાગે હાથથી કરવામાં આવે છે, પરંતુ કેટલાક છટણી કેન્દ્રોમાં તેને ઓટોમેટિક પણ બનાવવામાં આવી છેઃ સ્પેકટ્રોસ્કોપિક સ્કેનરનો ઉપયોગ વિવિધ પ્રકારના કાગળ અને પ્લાસ્ટિકને તેની વેવલેન્થના આધારે અલગ કરવા માટે કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક પ્રકારની સામગ્રીને યોગ્ય એકત્રીકરણ ચેનલ તરફ મોકલવામાં આવે છે.[]

લોખંડ, સ્ટીલ અને ટીન-પ્લેટેડ સ્ટીલના ડબાઓ "(ટિન કેન)" જેવી લોહ ધાતુઓને અલગ કરવા માટે પ્રબળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. બિનલોહયુકત ધાતુઓને અલગ કરવા માટે મેગ્નેટિક ઈડી કરન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર એલ્યુમિનિયમના ડબામાં ઈલેકટ્રીક કરન્ટ પેદા કરે છે, જે ડબામાં મેગ્નેટિક ઈડી કરન્ટ પેદા કરે છે. આ મેગ્નેટિક ઈડી કરન્ટનો વિશાળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રતિકાર થાય છે અને એલ્યુમિનિયમના ડબા અન્ય સામગ્રીથી અલગ થઇ જાય છે.[] અંતે, કાચને તેના વિવિધ કલર જેમ કે બદામી, લીલા વગેરેને આધારે હાથથી જ અલગ કરવામાં આવે છે.[]

ખર્ચ-લાભ પૃથક્કરણ

[ફેરફાર કરો]
+ રિસાયક્લિંગની પર્યાવરણીય અસરો[૧૧]
દ્રવ્ય ઊર્જા બચત વાયુ પ્રદૂષણ બચત
એલ્યુમિનિયમ 95%[][] 95%[][૧૨]
કાર્ડબોર્ડ (પૂંઠા) 24
કાચ 5-30% 20%
કાગળ 40%[] 73%
પ્લાસ્ટિક 70%[]
સ્ટીલ (પોલાદ) 60%[]

રિસાયક્લિંગ આર્થિક રીતે કાર્યક્ષમ છે કે નહીં તે અંગે વિવાદ છે. લેન્ડફીલ ખર્ચમાં ઘટાડો થતો હોવાને કારણે મહાનગરપાલિકાઓને રિસાયક્લિંગ પ્રોગ્રામના અમલમાં ઘણીવાર નાણાકીય ફાયદો દેખાય છે.[૧૩] ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેન્માર્કે હાથ ધરેલા અભ્યારમાં એવું જાણવા મળ્યું કે 83 ટકા કિસ્સાઓમાં ઘરગથ્થુ કચરાના નિકાલમાં રિસાયક્લિંગ સૌથી કાર્યક્ષમ પદ્ધતિ છે.[][] જો કે, ઈ.સ. 2004માં ડેનિશ એન્વાયરમેન્ટલ એસેસમેન્ટ ઈન્સ્ટીટ્યુટે એવું તારણ કાઢ્યું હતું કે, એલ્યુમિનિયમ સહીતના પીણાંના કન્ટેઈનરના નિકાલ માટે દહન (વૈજ્ઞાનિક ઢબે કચરો બાળવો) સૌથી કાર્યક્ષમ પદ્ધતિ હતી.[૧૪]


નાણાકીય કાર્યક્ષમતા આર્થિક કાર્યક્ષમતાથી અલગ છે. રિસાયક્લિંગના આર્થિક પૃથક્કરણમાં અર્થશાસ્ત્રીઓ દ્વારા એકસટર્નાલીટીઝ (બાહ્યતત્વો) તરીકે ઓળખાવવામાં આવતા વ્યકિતને વ્યકિતગત વ્યવહાર બહાર થતા હોય તેવા કિંમત ના આંકી શકાય તેવા ખર્ચ અને ફાયદાનો સમાવેશ થાય છે. દા.ત. હવાના પ્રદૂષણમાં ઘટાડો અને ગ્રીનહાઉસ ગેસનો નિકાલ, લેન્ડફીલ સાઈટમાં જોખમી કચરામાં ઘટાડો, ઉર્જાના વપરાશમાં ઘટાડો અને કચરા અને સંસાધનના વપરાશમાં ઘટાડો, જે પર્યાવરણને નુકસાન કરતી ખનન અને જંગલ કાપવાની પ્રવૃત્તિમાં ઘટાડો કરે છે. આશરે 4,000 જેટલા ખનિજોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 100 ખનિજોને સામાન્ય ગણવામાં આવ્યા છે, જયારે બીજા સકડો ખનિજો અન્યની સરખામણીએ સામાન્ય ગણવામાં આવ્યા છે અને બાકીના ખનિજોને અલભ્ય માનવામાં આવ્યા છે.[૧૫] જો રિસાયક્લિંગ કરવામાં ન આવે તો કલાઈનો ઉપયોગ 2037 સુધી કરી શકાય તેમ છે, ઈન્ડિયમ અને હાફિનયમ બંને 2017માં ખતમ થઇ જશે અને ટર્બિયમ તો 2012 પહેલાં જ નહીં હોય.[૧૬] એકસટર્નાલિટીઝને સમાવી લે તેવા ટેકસ અથવા સબસીડી જેવા મેકેનિઝમ વિના ભલે સમાજ પર તેનો ખર્ચ નાંખવામાં આવતો હોય તો પણ ઉદ્યોગો તેને નજરઅંદાજ કરશે. આ પ્રકારના બિન-નાણાકીય ફાયદાઓને આર્થિક રીતે સાંપ્રત બનાવવા માટે, હિતધારકો રિસાયકલ્ડ સામગ્રીની માગમાં વધારો થાય તે માટે કાનૂની પગલાં માટે માંગણી કરી રહ્યા છે.[] ધ યુનાઈટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સી (ઈપીએ) એ રિસાયક્લિંગની તરફેણ કરતાં જણાવ્યું છે કે રિસાયક્લિંગ માટેના પ્રયાસોથી 2005માં દેશના કાર્બન ઉત્સર્જનમાં 49 મિલિયન મેટ્રિક ટનનો ચોખ્ખો ઘટાડો નોંધાયો હતો.[] યુનાઈટેડ કિંગડમમાં વેસ્ટ એન્ડ રીસોર્સિસ એકશન પ્રોગ્રામે જણાવ્યું હતું કે ગ્રેટ બિ્રટેનના રિસાયક્લિંગના પ્રયત્નોને પરિણામે દર CO2 ઉત્સર્જનમાં દર વર્ષે 10-15 મિલિયન ટનનો ઘટાડો થાય છે.[] વધારે વસતિ ગીચતા ધરાવતા પ્રદેશોમાં મોટા પાયે ઉત્પાદનનો લાભ મળતો હોવાને કારણે આવા પ્રદેશોમાં રિસાયક્લિંગ વધારે કાર્યક્ષમ બને છે.[]


રિસાયક્લિંગને આર્થિક રીતે યોગ્ય અને પર્યાવરણીય રીતે કાર્યક્ષમ બનાવવા માટે કેટલીક જરૂરીયાતો પૂરી કરવી જ રહી. આ જરૂરીયાતોમાં પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનો પૂરતો સ્ત્રોત, વેસ્ટ સ્ટ્રીમમાંથી આ સામગ્રીને અલગ કરી શકે તેવી વ્યવસ્થા, નજીકમાં એવું કારખાનું જે સામગ્રીને પુનઃઉપયોગમાં લઇ શકે અને પુનઃઉત્પાદિત વસ્તુઓની માગની શકયતાઓનો સમાવેશ થાય છે. છેલ્લી બે જરૂરીયાતોને ઘણી વખત નજર અંદાજ કરવામાં આવે છે - એકત્રિત સામગ્રીના ઉપયોગ માટે ઔદ્યોગિક બજાર અને ઉત્પાદિત વસ્તુઓ માટે ગ્રાહક બજાર આ બંને સિવાય રિસાયક્લિંગ અધુરું છે અને માત્ર એકત્રીકરણ જ છે.[] ઘણાં અર્થશાસ્ત્રીઓ રિસાયક્લિંગ સેવા પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રમાણસરના હસ્તક્ષેપની તરફેણ કરે છે. આ પ્રકારના વિચાર ધરાવતા અર્થશાસ્ત્રીઓ કદાચ પ્રોડકટના નિકાલને એકસટર્નાલિટીઝ તરીકે જુએ છે અને તેના પરીણામે એવી દલીલ કરે છે કે આ દ્વીધા ઉકેલવામાં સરકાર જ સૌથી વધારે સક્ષમ છે. જોકે, મ્યુનિસિપલ રિસાયક્લિંગ અંગેના લેસીઝ ફેર વિચારો પ્રોડકટના નિકાલને ગ્રાહકો મૂલ્ય સમજતા હોય તેવી સર્વિસ તરીકે ઓળખાવે છે. મુકત-બજારનો સિદ્ધાંત કદાચ ગ્રાહકોની પસંદગીને વધારે અનુકૂળ આવે કારણ કે નફો મેળવવા માંગતા વ્યવસાય સરકારની સરખામણીએ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુઓ કે સેવા પૂરી પાડવામાં વધારે લાભ જુએ છે. વધુમાં અર્થશાસ્ત્રીઓ થોડી કે એક્સ્ટર્નાલિટીઝ વગરના કોઇ પણ બજારમાં સરકારની દરમિયાનગીરીની વિરોધમાં હંમેશા સલાહ આપે છે. [૧૭]

પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનો વેપાર

[ફેરફાર કરો]
ઓલિમ્પિયા, વોશિંગ્ટન, અમેરિકામાં એક પિકઅપ ઇવેન્ટ સમયે રિસાયક્લિંગ માટે એકત્ર કરાયેલા કમ્પ્યુટરો

કેટલાક દેશોમાં પ્રક્રિયા કરવામાં ન આવી હોય તેવી પુનઃવપરાશમાં લઇ શકાય તેવી વસ્તુઓનો વેપાર કરવામાં આવે છે. કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે અન્ય દેશોને વેચવામાં આવી હોય તેવી પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓનો આખરે શેમાં ઉપયોગ કરવામાં આવ્યો હશે તે જાણી શકાતું નથી અને તેના પર પ્રક્રિયા કરીને વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરવાને બદલે તેને લેન્ડફીલ સાઈટમાં ધરબી દેવામાં આવતી હોય તેવી પણ શકયતા છે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં પુનઃઉપયોગમાં લેવામાં આવનારા કમ્પ્યુટરમાંથી 50થી 80 ટકા કમ્પ્યુટરનો પુનઃઉપયોગ કરવામાં આવતો નથી.[૧૮][૧૯] ચીનમાં ગેરકાનૂની રીતે બિનઉપયોગી ચીજોની આયાત કરીને કામદારોના આરોગ્ય કે પર્યાવરણથી થતી હાનિને ધ્યાનમાં લીધા સિવાય માત્ર નાણાંકીય હિત માટે તેને પુનઃઉપયોગમાં લેવામાં આવે છે. ચીનની સરકારે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકયો હોવા છતાં સરકાર તેને નિર્મૂળ કરવામાં અસમર્થ રહી છે.[૨૦] ઈ.સ. 2009માં પુનઃઉપયોગમાં લઇ શકાય તેવા વસ્તુઓની કિંમતઓમાં સુધારો આવ્યો તે પહેલાં ઈ.સ. 2008માં તેમાં કડાકો બોલાયો હતો. ઈ.સ.2004-2008 દરમિયાન કાર્ડબોર્ડની સરેરાશ કિંમત 53 પાઉન્ડ પ્રતિ ટન રહી હતી, જે ઘટીને 19 પાઉન્ડ પ્રતિ ટન થઇ હતી, જે મે 2009માં 59 પાઉન્ડ પ્રતિ ટન સુધી ઉછળી હતી. પેટ પ્લાસ્ટિકની સરેરાશ કિંમત 156 પાઉન્ડ પ્રતિથી ઘટીને 75 પાઉન્ડ પ્રતિ ટન સુધી નીચે આવીને મે 2009માં 195 પાઉન્ડ પ્રતિ ટન સુધી પહોંચી હતી.[૨૧] કેટલાક પ્રદેશો જેટલા પ્રમાણમાં બિનઉપયોગી સામગ્રીના વપરાશથી નવું ઉત્પાદન કરે છે તેના ઉપયોગ અને નિકાસમાં મુશ્કેલી અનુભવે છે. આ પ્રકારની સમસ્યા મોટાભાગે કાચના કિસ્સામાં જોવા મળે છેઃ બ્રિટન અને અમેરિકા બંને લીલા રંગના કાચની વાઈનની બાટલીઓની મોટા પ્રમાણમાં આયાત કરે છે. આમાંથી મોટાભાગનો કાચ પુનઃઉત્પાદન માટે મોકલવામાં આવે છે, પરંતુ અમેરિકન મિડવેસ્ટમાં ફરી પ્રક્રિયા કરીને ઉત્પાદન કરવામાં આવેલી કાચની બાટલીઓનો ઉપયોગ થઇ શકે તેટલા પ્રમાણમાં વાઈનનું ઉત્પાદન થતું નથી. વધારાના જથ્થાને બાંધકામ સામગ્રી તરીકે અથવા તો પછી સામાન્ય કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે.[][]


તેવી જ રીતે, વાયવ્ય અમેરિકાના પ્રદેશોને પુનઃપ્રક્રિયા કરવામાં આવેલાં છાપાંનું બજાર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેના મુખ્ય કારણે આ પ્રદેશમાં આવેલી સંખ્યાબંધ પલ્પ મિલ્સ અને એશિયાના બજારોની નિકટતા ગણી શકાય. જોકે, અમેરિકાના બીજા પ્રદેશોમાં વપરાયેલી ન્યુઝપ્રિન્ટની માગમાં ઘણો જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.[] અમેરિકાના કેટલાક રાજયોમાં રિસાયકલબેન્ક કાર્યક્રમ હેઠળ લેન્ડફીલ સાઈટની જગ્યામાં ઘટાડો કરવાના હેતુથી મ્યુનિસિપાલિટી પાસેથી નાણાં મેળવીને વસ્તુઓના પુનઃવપરાશ માટે લોકોને કૂપનથી ચૂકવણી કરવામાં આવે છે, કારણ કે લેન્ડફીલ સાઈટ માટેની જગ્યા ખરીદવી પડે છે. આ રાજયો સિંગલ સ્ટ્રીમ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં તમામ પ્રકારની સામગ્રીની છટણી સ્વયંસંચાલિત રીતે થાય છે.[૨૨]

વિવેચન

[ફેરફાર કરો]

વસ્તુઓને પુનઃપ્રક્રિયા કરીને ઉપયોગમાં લેવામાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે મોટા ભાગની વસ્તુઓનું ઉત્પાદન કરતી વખતે તેની ડિઝાઈનમાં તેના પુનઃવપરાશને ધ્યાનમાં લેવાતો નથી. સસ્ટેઈનેબલ ડિઝાઈનના ખ્યાલનો ઉદ્દેશ આ સમસ્યાનો ઉકેલ છે અને આ ખ્યાલ પ્રથમ વખત આર્કિટેક્ટ વિલિયમ મેકડોનોફ અને કેમિસ્ટ માઈકલ બ્રૌગાર્ટના પુસ્તક "Cradle to Cradle: Remaking the Way We Make Things "માં કરવામાં આવ્યો હતો. તેમણે ચૂકવ્યું હતું કે દરેક વસ્તુ (અને તેના માટે જરૂરી તમામ પેકેજિંગ )ની દરેક કોમ્પોનેન્ટ માટેની કલોઝ્ડ-લૂપ સાયકલની માપણી કરવામાં આવેલી હોવી જોઇએ - જ દર્શાવે કે જૈવિકવિઘટન કે વારંવારની પુનઃપ્રક્રિયા પછી દરેક કોમ્પોનેન્ટ પોતાની કુદરતી અવસ્થામાં પાછો ફરી શકશે કે નહીં.[]


પર્યાવરણીય અર્થશાસ્ત્રની રીતે પ્રક્રિયામાં સમાવિષ્ટ તમામ પ્રકારના ખર્ચ અને ફાયદાઓ અંગેનું સંપૂર્ણ ચિત્ર મળી રહે તે અંગે ખાતરી કરવી જ રહી. દા.ત. ખાદ્યપદાર્થના પેકેજિંગમાં વાપરવામાં આવતા કાર્ડબોર્ડ પર પ્લાસ્ટિકની સરખામણીએ સરળતાથી પ્રક્રિયા કરીને તેને પુનઃવપરાશમાં લઇ શકાય છે, પરંતુ તેનું વજન વધારે હોવાને કારણે વહાણ દ્વારા પરિવહનમાં તે વધારે બગાડમાં પરિણમે છે.[૨૩]

પુનઃપ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા ઘણા લોકપ્રિય મુદ્દાઓની ટીકા-ટીપ્પણી નીચે મુજબ છે.

ઊર્જાની બચત

[ફેરફાર કરો]

રિસાયક્લિંગ દ્વારા ઊર્જાની કેટલી બચત થાય છે તે અંગે પણ વિવાદ છે. એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઈઆઈએ) તેની વેબસાઈટ પર જણાવે છે કે, "નવા સામગ્રીની જગ્યાએ વપરાયેલા કાગળના ઉપયોગથી નવા કાગળનું ઉત્પાદન કરવામાં આવે તો પેપર મિલ લગભગ 40 ટકા જેટલી ઊર્જાની બચત કરી શકે છે."[૨૪] કેટલાક વિવેચકો એવી પણ દલીલ કરે છે કે સામગ્રીને પુનઃઉપયોગમાં લઇને નવી વસ્તુઓના ઉત્પાદનની પ્રક્રિયામાં આ સામગ્રીને પરંપરાગત લેન્ડફીલ સાઈટમાં નિકાલ કરવાની પ્રક્રિયા કરતાં વધારે પ્રમાણમાં ઊર્જા વપરાય છે. આ દલીલ પુનઃપ્રક્રિયા કરીને ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુઓના એકત્રીકરણની કર્બસાઈડ એકત્રીકરણ પદ્ધતિને ધ્યાનમાં રાખીને આ દલીલ કરવામાં આવતી હોવાનું માની શકાય કારણ કે આ પદ્ધતિમાં સામગ્રીના એકત્રીકરણ માટે સામાન્ય કચરો લઇ જતી ટ્રક સિવાય અન્ય એક વેસ્ટ ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે રિસાયક્લિંગની તરફેણ કરનારો વર્ગ જણાવે છે કે જયારે પુનઃપ્રક્રિયા કરીને ઉત્પાદન સામગ્રી તરીકે વાપરવામાં કાગળને એકત્ર કરવામાં આવે છે ત્યારે લાકડા અથવા તો લોગિંગ ટ્રકનો ઉપયોગ તેમાંથી દૂર થાય છે.


કચરાના નિકાલમાં કેટલા પ્રમાણમાં ઊર્જાનો વપરાશ થાય છે કે ઊર્જા ઉત્પન્ન થાય છે નિશ્ચિત આંક જાણવો ખૂબ જ મુશ્કેલ છે. કેટલા પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ થાય છે તેનો આધાર પુનઃપ્રક્રિયા કરીને ઉત્પાદન સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવનાર વસ્તુઓ અને સમગ્ર પ્રક્રિયાના પ્રકાર પર રહેલો છે. જયારે પુનઃપ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે નવી સામગ્રીના ઉપયોગથી કરવામાં આવતા ઉત્પાદન કરતાં ઘણી ઓછી ઊર્જાનો વપરાશ થતો હોવાનું સ્વીકારાયું છે. ઈપીએ જણાવે છે કે, "બોકસાઈટમાંથી કરવામાં આવતા એલ્યુમિનિયમના ઉત્પાદનની સરખામણીએ એલ્યુમિનિયમના ડબા પર પુનઃપ્રક્રિયા કરવાથી લગભગ 95 ટકા જેટલી ઊર્જાની બચત થાય છે."[૨૫]


અર્થશાસ્ત્રી સ્ટીવન લેન્ડ્સબર્ગે એવું સૂચન કર્યું હતું કે લેન્ડફીલ સાઈટની જગ્યામાં થતા ઘટાડાનો એકમાત્ર લાભ રિસાયક્લિંગની પ્રક્રિયામાં થતા ઊર્જાના વપરાશ અને તેને પરીણામે થતાં પ્રદૂષણ કરતાં ઘણો ચઢિયાતો છે.[૨૬] જો કે અન્ય લોકોએ જીવનચક્રના આકરણી દ્વારા ગણતરી કરી છે કે ઝાડને વાવવા, તેનો માવો બનાવવા, તેના પર પ્રક્રિયા કરવા અને તેના પરિવહનમાં વપરાતા ઊર્જા અને પાણી કરતાં વપરાયેલા કાગળ પર પ્રક્રિયા કરીને તેમાંથી કાગળનું ફરી ઉત્પાદન કરવામાં ઓછા પાણી અને ઊર્જા વપરાય છે.[૨૭] પુનઃપ્રક્રિયા કરીને ઉત્પાદન કરાયેલા કાગળના ઓછા વપરાશને કારણે ઉગાડવામાં આવેલા જંગલો આત્મનિર્ભર ન બને ત્યાં સુધી તેની જાણવણીમાં વધારાની ઊર્જાનો ઉપયોગ થાય છે.


જાહેર નીતિના વિશ્લેષક જેમ્સ વી ડીલોન્ગ દર્શાવે છે કે રિસાયક્લિંગ પણ ઉત્પાદનની પ્રક્રિયા છે અને ઘણી પ્રક્રિયામાં ઊર્જાની બચત કરતાં વપરાશ વધારે થાય છે. ઊર્જાના વપરાશથી વધારે રિસાયક્લિંગમાં નકામી વસ્તુઓના ઉત્પાદનમાં નાણાં અને શ્રમની પણ જરૂર પડતી હોવાનું તેમણે નાધ્યું છે. આ પ્રક્રિયા નૂતન કાચી સામગ્રીમાંથી કરવામાં આવતા ઉત્પાદન કરતાં વધારે કાર્યક્ષમ હોવી જોઇએ અને પરંપરાગત કચરાના નિકાલની પદ્ધતિ રિસાયક્લિંગ કરતાં વધારે શ્રેષ્ઠ ગણી શકાય.[૨૮]

નાણાંની બચત

[ફેરફાર કરો]

રિસાયક્લિંગ દ્વારા થતી નાણાંની ખરેખર બચત રિસાયક્લિંગ પ્રોગ્રામની કાર્યક્ષમતા પર આધારિત છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ-રિલાયન્સે એવી દલીલ કરી છે કે રીસાયકિલંગનો ખર્ચ લેન્ડફીલની ફી અને સમુદાય દ્વારા કરવામાં આવતા રિસાયકલના પ્રમાણ સહિતના ઘણાં પરીબળો પર રહેલો છે. જયારે સમુદાય તેના એકત્રીકરણના સમયપત્રક અને અથવા ટ્રકની વ્યવસ્થામાં પરીવર્તન કરીને નકામી વસ્તુઓની પરંપરાગત વ્યવસ્થામાં ઉમેરો કરવાને બદલે રિસાયક્લિંગને તેના વિકલ્પ તરીકે જોવાનું ચાલુ કરે ત્યારે જ સમુદાય રીસાયકિલંગ દ્વારા નાણાંની બચત કરી શકતો હોવાનું સંસ્થાએ નાધ્યું છે.[૨૯]


ઘણાં કિસ્સાઓમાં, પુનઃપ્રક્રિયા કરીને ઉત્પાદનમાં વાપરવામાં આવનારી સામગ્રીની કિંમત નવી કાચી સામગ્રી કરતાં વધી જાય છે. નવા પ્લાસ્ટિક રેઝિનની કિંમત પુનઃવપરાશમાં લેવાતા રેઝિન કરતાં 40 ટકા જેટલી ઓછી છે.[૩૦] વધુમાં, યુનાઈટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સી (ઈપીએ)એ 15 જુલાઈથી 2 ઓગસ્ટ 1991 દરમિયાન શુદ્ધ કુલેટની કિંમતના અભ્યાસ બાદ શોધી કાઢ્યું કે ટનદીઠ સરેરાશ કિંમત 40-60 ડોલર હતી,[૩૧] જયારે યુએસજીએસનો અહેવાલ દર્શાવે છે કે 1993થી 1997 દરમિયાન કાચી સિલિકાની કિંમત ટન દીઠ 17.33 ડોલર અને 18.10 ડોલરની વચ્ચે હતી.[૩૨]


ન્યૂ યોર્ક ટાઈમ્સ માટેના 1996ના લેખમાં જહોન ટીર્નીએ દલીલ કરી હતી કે ન્યૂ યોર્ક સીટીના કચરાને લેન્ડફીલ સાઈટમાં ધરબી દેવા કરતાં તેને રિસાયકલ કરવામાં વધારે નાણાંનો ખર્ચ થાય છે. ટીર્નીએ દલીલ કરી હતી કે રીસાયકિલંગની પ્રક્રિયામાં વધારાના કચરાના નિકાલ, તેની છટણી, ચકાસણી માટે વધારાના લોકો રોકવામાં આવે છે અને વસ્તુની ઉત્પાદન પ્રક્રિયામાં કરવામાં આવતો ખર્ચ વસ્તુના વેચાણથી થતાં નફા કરતાં વધારે હોવાને કારણે તેમાં ઘણી ફી વસુલવામાં આવે છે.[૩૩] ટીર્નીએ તેની દલીલમાં સોલિટ વેસ્ટ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (એસડબલ્યુએએનએ) દ્વારા હાથ ધરાવામાં આવેલા અભ્યાસનો સંદર્ભ આપ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અભ્યાસમાં સાંકળવામાં આવેલા છ સમુદાયમાં માત્ર એક જ સમુદાય કર્બસાઈડ રિસાઈકલગ પ્રોગ્રામનો ઉપયોગ કરતો હતો અને કચરાને કમ્પોસ્ટ કરવાની અને કચરાથી ઊર્જા ઈન્સીનરેટરની કામગીરીને કારણે કચરાના નિકાલનો ખર્ચ વધી જતો હતો.[૩૪]


ટર્નીએ એમ પણ દર્શાવ્યું હતું કે ભંગારની સામગ્રી માટે ચૂકવવામાં આવતી કિંમત તેને પુનઃપ્રક્રિયા કરીને ઉપયોગમાં લેવા માટેનું પર્યાવરણીય મૂલ્ય છે. ભંગારના એલ્યુમિનિયમની કિંમત વધારે ચૂકવવામાં આવે છે કારણ કે નવા એલ્યુમિનિયમની સરખામણીએ તેમાં ભંગાર પર પુનઃપ્રક્રિયા કરવામાં ઓછી ઊર્જા વપરાય છે.

કામના સ્થળ પરની પરિસ્થિતિ

[ફેરફાર કરો]

વિવેચકો ઘણીવાર દલીલ કરે છે કે રિસાયક્લિંગના કારણે રોજગારીનું સર્જન થતું હશે, પરંતુ આ નવી તકોમાં વેતન ખૂબ જ ઓછું હોવા ઊપરાંત કામના સ્થળ પરની પરિસ્થિતિ ખૂબ જ કથળેલી હોય છે.[૩૫] આ પ્રકારની રોજગારીની તકો પરાણે કરવામાં આવતા કામ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં કામ માટે ચૂકવવા પડતા વેતન જેટલું પણ વળતર મળતું હોતું નથી. પર્યાવરણ અંગેના કોઇ નિયંત્રણો અને અથવા કામદારોની સુરક્ષા અંગેની વ્યવસ્થા સિવાયના વિસ્તારોમાં, શિપબ્રેકિંગ જેવી રિસાયક્લિંગ જેવા વ્યવસાયમાં પરિસ્થિતિ કામદાર અને આજુબાજુના માનવ સમાજ એમ બંને માટે ખૂબ જ હાનિકારક હોય છે.

રિસાયક્લિંગની તરફેણ કરનારા લોકો વળતી દલીલ કરે છે કે સમાન પ્રમાણમાં શુદ્ધ સામગ્રી મેળવવા માટેના વ્યવસાયમાં ઉભી થતી રોજગારીની તકોમાં પરિસ્થિતિ રિસાયક્લિંગ કરતાં પણ ખરાબ હોય છે. લાકડું મેળવવા કે ખાણમાં કામ કરવું તે કાગળ કે ધાતુના રિસાયક્લિંગ કરતાં ઘણું વધારે જોખમી હોય છે.[સંદર્ભ આપો]

વૃક્ષ બચાવે છે

[ફેરફાર કરો]

અર્થશાસ્ત્રી સ્ટીવન લેન્ડ્સબર્ગે દાવો કર્યો છે કે પેપર રિસાયક્લિંગ ઝાડની સંખ્યામાં ઘટાડો કરે છે. તેણે દલીલ કરી છે કે પેપર કંપનીઓને તેમની માલિકીના જંગલોમાં ફરીથી ઝાડ ઊગાડવા માટે મોટી રાહતો આપવામાં આવતી હોવાને કારણે કાગળની વધારે પડતી માગ વધારે પ્રમાણમાં મોટા જંગલો પેદા કરે છે. બીજી બાજુ, કાગળની માગમાં ઘટાડો થતાં વાવવામાં આવતા જંગલોમાં ઘટાડો થાય છે.[૩૬] આ પ્રકારની દલીલ તેમણે 1995માં ધ ફ્રી માર્કેટ માટેના લેખમાં કરી હતી.[૩૭]


જયારે ફોરેસ્ટિંગ કંપનીઓ ઝાડ કાપે છે ત્યારે તેની જગ્યાએ વધારે ઝાડ ઊગાડવામાં આવે છે. મોટાભાગના કાગળ ખાસ કાગળના ઊત્પાદન માટે જ ઊગાડવામાં આવતા પલ્પ ફોરેસ્ટ (માવો મળી શકે તેવા ઝાડના જંગલ)માંથી બનાવવામાં આવે છે.[૨૮][૩૪][૩૭][૩૮] જો કે, ઘણાં પર્યાવરણવાદીઓએ ધ્યાન દોર્યું છે કે આ પ્રકારના ફાર્મ ફોરેસ્ટ (ઊગાડવામાં આવેલા જંગલો) કુદરતી જંગલો કરતાં ઘણી રીતે ઊતરતી કક્ષાના હોય છે. ફાર્મ ફોરેસ્ટ કુદરતી જંગલો જેટલાં ઝડપથી જમીન સાથે ચોટી જતાં નથી, તેના કારણે મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થાય છે અને ઘણી વાર નાના ઝાડ અને ઓછી વન્ય-જીવ જૈવિવિવિધતા ધરાવતા વિસ્તારમાં પણ કુદરતી જંગલની સરખામણીએ મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડતી હોય છે.[૩૯] વધુમાં, નવા રોપવામાં આવેલા ઝાડ કાપવામાં આવેલા ઝાડ જેટલા મોટા હોતા નથી અને જયારે રોપાને ગણતરીમાં લઇને દલીલ કરવામાં આવતી હોય કે કાગળની માગમાં વધારો થતાં જંગલોમાં વધારો થાય છે તો તે દલીલ ગળે ઊતરે તેમ નથી.


પેપર રિસાયક્લિંગને વિષુવવૃત્તીય જંગલોના બચાવ સાથે જોડીને ગેરસમજ ઉભી કરવી જોઇએ નહીં. ઘણાં લોકોમાં એવો ખોટો ખ્યાલ હોય છે કે કાગળના ઊત્પાદન માટે વિષુવવૃત્તીય પ્રદેશના વરસાદી જંગલોનો નાશ કરવામાં આવે છે કારણ કે કાગળના ઉત્પાદનમાં ભાગ્યે જ વિષુવવૃત્તીય પ્રકારના ઝાડનો ઊપયોગ કરવામાં આવે છે. જંગલોનો નાશ વધતી જતી વસતિને કારણે ખેતી કે બાંધકામ માટે જમીનની માગને કારણે થાય છે. તેથી પેપર રિસાયક્લિંગથી લાકડાની માગમાં ઘટાડો થતો હોવા છતાં તેના કારણે વરસાદી જંગલોને મોટો ફાયદો થતો નથી.[૪૦]

સંભવિત આવક નુકસાન અને સામાજિક ખર્ચ

[ફેરફાર કરો]

વિશ્વના કેટલાક સમૃદ્ધ અને ઘણાં ઓછા સમૃદ્ધ દેશમાં રીસાકલગનો વ્યવસાય પરંરાગત રીતે કારુન્ગ ગુની, ઝબાલીન, ધ રેગ એન્ડ બોન મેન, કચરો વીણનારા અને ભંગારીયા જેવા ગરીબ લોકો દ્વારા કરવામાં આવે છે. કાયદા અથવા તો મોટા પ્રમાણમાં ઉત્પાદનના ધોરણે નફાકારક બની શકે તેવી મોટી રિસાયક્લિંગ સંસ્થાના નિર્માણથી[૪૧][૪૨] ગરીબ લોકો રિસાયક્લિંગના અને[પુનઃઉત્પાદનના વ્યવસાયમાંથી બહાર ધકેલાઈ જાય તેવી શકયતા વધારે છે. ગરીબ લોકોને થનારી આ ખોટને ભરપાઈ કરવા માટે સમાજને ગરીબોને સહાયરૂપ બનવા માટે સામાજિક કાર્યક્રમોના વધારાના સ્વપનું નિર્માણ કરવાની જરૂર પડશે[૪૩]. બ્રોકન વિન્ડોની પરીકથાની જેમ ગરીબોને ચોખ્ખી ખોટ છે અને સમગ્ર સમાજે રિસાયક્લિંગને કાયદાના માધ્યમથી કા ત્રિમ રીતે નફાકારક બનાવવી પડશે.

રિસાયક્લિંગ કરતાં ગરીબ લોકોને થનારી ખોટની સમખામણીએ દેશ તરફથી મળતી સામાજિક સહોય ઓછી હોવાની શકયતાથી ગરીબ લોકો મોટી રિસાયક્લિંગ સંસ્થાઓ સાથે સંઘર્ષમાં આવે તેવી પ્રબળ શકયતા છે.[૪૪][૪૫] અર્થાત ઓછા લોકો એ નક્કી કરી શકે કે કેટલોક કચરો રીસાયકલ કરવાને બદલે તેના વર્તમાન સ્વપમાં વધારે ર્આિથક લાભ સાથે પુનઃવપરાશમાં લઇ શકાય છે. કેટલીક વસ્તુઓના રિસાયક્લિંગ બાબતમાં રિસાયક્લિંગ સાથે સંકળાયેલા ગરીબોની કાર્યક્ષમતા વધારે સારી હોય છે કારણ કે કચરા તરીકે ઓળવામાં આવતી વસ્તુઓ પર વ્યકિતગત રીતે લોકોનું જ્ઞાન વધારે સારું હોય છે.[૪૬] ઈલેકટ્રોનિક અને કમ્પ્યુટર વેસ્ટ મજૂરલક્ષી ઓછા ઉપયોગમાં લેવામાં આવતા કચરામાં સ્થાન ધરાવે છે. કચરામાં ગણના થતી આ પ્રકારની વસ્તુઓ ચાલુ હાલતમાં હોવાથી અને ગરીબોને તેની સૌથી વધારે જરૂર હોવાને કારણે તેઓ તેને મોટા રીસાયકલર કરતાં વધારે સારી રીતે વેચાણ કરી શકે છે કે તેનો ઉપયોગ કરી શકે છે. રિસાયક્લિંગની તરફેણ કરનારા ઘણાં લોકો માને છે કે લેસીઝ-ફેર પ્રકારનું આ વ્યકિતઆધારીત રિસાયક્લિંગ તમામ સમાજની રિસાયક્લિંગ જરીયાતોને પૂરી કરી શકતું નથી. તેથી તે ઓર્ગેનાઈઝ્ડ રિસાયક્લિંગ પ્રોગ્રામની જરીયાતને નકારી શકે નહીં.[૪૭]. ઘણી સ્થાનિક સરકારો ગરીબ લોકો દ્વારા કરવામાં આવતી રિસાયક્લિંગની પ્રવૃત્તિને સમૃદ્ધિ પર દાગ સમાન ગણે છે.

ન્યૂઝપ્રિન્ટ

[ફેરફાર કરો]

રિસાયકલ કરેલા રેસાઓમાંથી ઉત્પાદન કરવામાં આવતી ન્યૂઝપ્રિન્ટના વિશ્વસ્તરે થતા ઉત્પાદનના ટકાની એક ટોચ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. સૌથી મહત્ત્વની ટોચ મર્યાદા તો રિસાયક્લિંગના સ્વપે જ લાદેલી છે. કેટલાક રેસાઓ તો રીસાકલ કરવામાં આવેલા પલ્પની મીલમાં જતા જ તેની પ્રક્રિયાની બિનકાર્યક્ષમતાને કારણે નષ્ટ થઇ જાય છે. ફ્રેન્ડ્સ ઓફ ધ અર્થના યુકે ચેપ્ટની વેબસાઈટ અનુસાર રેસાઓને થતા નુકસાનને કારણે લાકડાના રેસાઓને માત્ર પાંચ જ વાર રીસાયકલ કરી શકાય છે.[૪૮] તેથી વિશ્વમાં દરવર્ષે વપરાતી ન્યૂઝપ્રિન્ટનો જથ્થો નષ્ટ થયેલા રેસાઓના પ્રમાણમાં ન ઘટે ત્યાં સુધી, વ્યકિતગત રીતે ન્યૂઝપ્રિન્ટ મિલો 100 ટકા રીસાયકલ ફાયબર વાપરે તો નવા ફાયબરની કેટલાક અંશે જરૂર પડે જ.

ઉપરાંત, ઘરગથ્થુ વપરાશ અથવા તો ઔદ્યોગિક વપરાશ અથવા લેન્ડફીલ સાઈટમાં ધરબાઈ જતા હોવાને કારણે ઘણાં જૂના છાપાં રિસાયક્લિંગ પ્લાન્ટ સુધી પહાચી શકતા નથી. રિસાયકલનો દર (ર્વાિષક ન્યૂઝપ્રિન્ટનો વપરાશનો દર જે તે સમયે રીસાયકલ કરવાં આવ્યો હતો) દરેક દેશમાં અને દેશમાં પણ શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર અને શહેર પ્રમાણે અલગ-અલગ હોય છે. ધ અમેરિકન ફોરેસ્ટ એન્ડ પેપર એસોસીયેશનના અંદાજ પ્રમાણે 2006માં ઉત્તર અમેરીકામાં ઉત્પાદન કરવામાં આવેલી 72 ટકા ન્યૂઝપ્રિન્ટ ફરીથી ઉપયોગમાં લેવા અથવા નિકાસ કરવા માટે પાછી મેળવવામાં આવી હતી, જેમાંથી 58 ટકા પેપર કે પેપરબોર્ડ મિલમાં પુનઃઉપયોગ માટે પાછી ગઇ હતી, 16 ટકાનો ઉપયોગ મોલ્ડેડ પલ્પ મિલ્સમાં (ઈંડાના કાર્ટન સહિતની વસ્તુઓના ઉત્પાદનમાં ) કરવામાં આવ્યો હતો અને બાકીની વિદેશમાં મોકલવામાં આવી હતી. એએફપીએના અંદાજ મુજબ ઉત્તર અમેરિકાની પેપર કે પેપરબોર્ડ મિલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ન્યૂઝપ્રિન્ટનો ત્રીજો ભાગ ન્યૂઝપ્રિન્ટના ઉત્પાદનમાં પાછો ગયો હતો. રિસાયકલ દરમાં સમયની સાથે પણ ફેરફાર આવી શકે છે કારણ કે બજારમાં જૂનાં છાપાં માટે ચૂકવવામાં આવતી કિંમતમાં ઘણો વધારો-ઘટાડો જોવા મળે છે. દા.ત. તાજેતરના વર્ષોમાં ચીન અમેરીકા અને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવેલા રિસાયકલ કરેલા રેસાઓના મોટા જથ્થાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના પેપર અને પેકેજિંગના ઉત્પાદક તરીકે વિકસી રહ્યું છે ત્યારે તેની જૂના છાપાંઓની માગ વિશ્વના રિસાયકલ કરેલા રેસાઓની કિંમત પર પ્રભાવ પાડવા જેટલી મજબૂત બની છે. રિસાયકલ કરેલા રેસાઓની ઊંચી કિંમત લેન્ડફીલ સાઈટનો જથ્થો ઘટાડવા માટેના લક્ષ્યને પૂરા કરવામા સારા સમાચાર કહી શકાય પરંતુ તેના કારણે રિસાયકલ કરેલા રેસાઓનો ઉપયોગ કરતી ન્યૂઝપ્રિન્ટ મિલની નફાકારતા પર તેની અવળી અસર પડે છે.

કિંમત ઉપરાંત ઉચ્ચતમ ઝડપ ધરાવતા આધુનિક ન્યૂઝપ્રિન્ટ મશીન અને આધુનિક ન્યૂઝપેપર પ્રિન્ટગ પ્રેસ એમ બંને પણ ન્યૂઝપ્રિન્ટ મિલની રેસાઓની પસંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉદ્યોગની માહિતી આપતા ગ્રૂપ આરઆઈએસઆઈ ઈન્ક અનુસાર અમેરિકામાં 1400 મીટર પ્રતિ મિનિટથી કામ કરતાં જયારે વિશ્વના નવા મશીનો (ચીનમાં તાજેતરમાં ઉપયોગમાં લેવામાં આવનારા મશીનો સહિત) લગભગ 1800 મીટર પ્રતિ મિનિટની ઝડપે કામ કરે છે. આધુનિક ન્યૂઝપેપર પ્રેસ કલાકની 90000 કોપીની ઝડપે કામ કરે છે (પ્રકાશન ઉદ્યોગના એસોસિયેશન આઈએફઆરએ મુજબ), જયારે કેટલાક મશીન કલાકના એક લાખ કોપીની ઝડપે પણ પહોંચી ગયા છે.

પેપરનું ઉત્પાદન કરતાં મશીનો અને પ્રિન્ટગ કરતાં મશીનો એમ બંને આટલી ઊંચી ઝડપે કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હોવાને કારણે કાગળ મજબૂત હોવો જોઈએ તેના પર ભાર મૂકવામાં આવે છે. વિશ્વમાં એવી ઘણી બધી ન્યૂઝપ્રિન્ટ મિલો છે જે 100 ટકા રિસાયકલ કરેલા રેસાઓનો ઉપયોગ કરીને પણ વ્યાપારીક દૃષ્ટિએ સ્વીકાૃત ન્યૂઝપ્રિન્ટનું ઉત્પાદન કરે છે. જો કે, આ મિલના સંચાલકો કચરાની શુદ્ધતા અંગે ચોકસાઈ રાખીને ઓછામાં ઓછા દૂષિત થયેલા કચરા ઉપરાંત શકય હોય ત્યાં સુધી લાંબા રેસાઓ ધરાવતી ન્યૂઝપ્રિન્ટ ધરાવતા હોય કચરાની પસંદગી કરે છે નવી ન્યૂઝપ્રિન્ટ લાંબા રેસા ધરાવતા સ્પ્રૂસ, ફર, બોલસમ અને પાઈન સહિતના પોચું લાકડું ધરાવતા ઝાડમાંથી બનાવવામાં આવે છે, જયારે કેટલાક પેપર અને પેપરબોર્ડનું ઉત્પાદન ટૂંકારેસા ધરાવતા કઠણ લાકડું ધરાવતા વાૃક્ષોમાંથી બનાવવામાં આવે છે. ન્યૂઝપ્રિન્ટ મિલો જૂનાં છાપાઓ અને મેગેઝિનના મિશ્રણને અન્ય પ્રકારના કાગળ કરતાં વિશેષ પસંદગી આપે છે. અમેરિકન મ્યુનિસિપાલિટીઓ તાજેતરમાં સિંગલસ્ટ્રીમ રિસાયક્લિંગ તરફ વળી હોવાને કારણે મિલોને પલ્પ બનવવા માટે શુદ્ધ કરેલી યોગ્ય સામગ્રી ખરીદવા માટે વધારે નાણાં ખર્ચવા પડે છે.

અમેરિકામાં પરિસ્થિતિ

[ફેરફાર કરો]

જહોન ટીર્નીએ 1996માં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ માટેના લેખમાં દાવો કર્યો હતો કે સરકારી આદેશ પ્રમાણેનું રિસાયક્લિંગ સ્ત્રોત બચાવવા કરતાં તેને વધારે વેડફે છે.[૨૩] આ લેખના મુખ્ય અંશો નીચે મુજબ છે.

  • એલ્યુમિનિયમનો ભંગારના જથ્થા સહિતના કિસ્સાઓમાં જયાં રિસાયક્લિંગથી સ્ત્રોતની ખરેખર બચત થાય છે તેની બજાર કિંમત પર અસર દેખાય છે અને પોતાની મેળે જ રિસાયક્લિંગ થવા લાગે છે. આમ, સરકારની આદેશની કોઇ જરૂર નથી.
  • કચરો આપવાની સામે વળતરની યોજનાનો સ્વીકાર કરવાથી લોકોને કઈ વસ્તુઓ રિસાયકલ કરવામાં ઉપયોગ કરી શકાય છે તે શોધી કાઢવામાં પ્રોત્સાહન મળશે અને રિસાયક્લિંગ માટેના કાયદાની કોઇ જરૂર નહીં પડે. આ યોજનાને કેટલાક પર્યાવરણવાદી જૂથોએ પણ ટેકો આપ્યો છે.
  • ઝાડ ઉગાડવા સાથે સંકળાયેલા ખેડૂતો તેઓ કાપે છે તેના કરતાં વધારે ઝાડ રોપે છે.
  • કચરાને લેન્ડફીલ સાઈડમાં લઈ જવા કરતાં સરકારી આદેશ મુજબના રિસાયક્લિંગમાં વધારે ખર્ચ થાય છે.
  • લેન્ડફીલ સાઈટ ધરાવતા કેટલાક નાના શહેરો મોટા શહેરો અને રાજયોમાંથી કચરો આયાત કરવાથી ખુશ છે કારણ કે તેના કારણે વધારે પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે અને ટેકસની આવક પણ મળે છે.
  • આજના યુગની લેન્ડફીલ સાઈટ્સ ભૂતકાળની સરખામણીએ વધારે ચોખ્ખી અને સુરક્ષિત છે અને તેમાથી લીકેજ કે પ્રદૂષણની શકયતાઓ ઓછી છે.
  • રિસાયક્લિંગથી બચતી ઉર્જા કરતાં ઈન્સીનરેટર વધારે ઉર્જા પેદા કરે છે. વધુમાં, કેટલીક વસ્તુઓ જેમ કે ગ્લોસી પેપર રિસાયકલ કરી શકાતા નથી અને તેને ઉર્જા મેળવવા માટે બાળી દેવા એ વધારે સારો વિકલ્પ છે.
  • અમેરિકામાં લેન્ડફીલ સાઈટની જગ્યા ખૂટી પડશે તેવા દાવા અંગે ટીર્નીએ લખ્યું છે કે, વોશિંગ્ટનના સ્પોકોનમાં આવેલી ગોન્ઝગા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી એ કલાર્ક વાઈમેનની ગણતરી અનુસાર જો અમેરિકા વર્તમાન દરે 1000 વર્ષ સુધી કચરો પેદા કરવાનું ચાલુ રાખે અને આ તમામ કરચરો ઊંડી લેન્ડફીલ સાઈટમાં નાંખવામાં આવે100 yards (91 m) તો વર્ષ 3000 સુધી દેશના તમામ કચરાનો ઢગલો દરેક સાઈડ પર માત્ર એક જ ચાર રસ્તા જેટલી જગ્યા ભરાશે.35 miles (56 km) તેની અમેરિકા જેવડા મોટા દેશ પર ખાસ અસર થાય તેમ લાગતું નથી. પર્યાવરણવાદીઓએ સોલર પેનલના રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ માટે ઉપયોગમાં લેવામાં સૂચવવામાં આવેલી જમીનના માત્ર પાંચ જ ટકા જગ્યા આ કચરો રોકશે. મિલેનિયલ લેન્ડફીલ સાઈટ હાલમાં કોન્ટિનેન્ટલ અમેરિકામાં પશુઓને ચરવા માટે ઉપલબ્ધ જમીનના દસમા ભાગના માત્ર એક જ ટકા જમીન રોકશે. તેમ છતાં પણ જો આટલી નાનકડી જગ્યા ગુમાવવાનો આપને રંજ થયો હોય35-mile (56 km) તો યાદ રાખો કે આ નુકસાન પણ માત્ર થોડા સમય પુરતું હશે. આખરે, અગાઉની લેન્ડફીલ સાઈટની જેમ, કચરાનો આ ઢગલો લીલાછમ ઘાસથી છવાઇ જશે અને પાર્કલેન્ડની નાની આવૃત્તિ બનશે.150,000 square miles (390,000 km2)


ટીર્નીના આ લેખની એન્વાયરમેન્ટલ ડિફેન્સ ફંડે આકરી ટીકા કરતાં નાધ્યું કે, આ લેખમાં રિસાયક્લિંગની સામે સખત સૈદ્ધાંતિક વિરોધ ધરાવતા કન્સલ્ટન્ટ્સ અને વિચારકોના ગ્રૂપ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અને અભિપ્રાયો પર આધાર રાખવામાં આવ્યો છે.[૪૯] 2003માં કેલિફોર્નિયાના સાન્ટા કલેરીટા શહેર લેન્ડફીલ સાઈટમાં કચરો લઇ જવા માટે ટન દીઠ 28 ડોલર ચૂકવતું હતું. ત્યારબાદ આ શહેરે ફરજિયાત રીતે ડાયપર રિસાયક્લિંગ કાર્યક્રમ હાથ ધર્યો જેમાં ટનદીઠ 1800 ડોલરનો ખર્ચ થતો હતો.[૫૦] ડ્યુક યુનિવર્સિટીના પોલિટીકલ સાયન્સ વિભાગના અધ્યક્ષ માઈકલ મુન્ગરે 2007માં એક લેખમાં લખ્યું હતું કે "...જો રિસાયક્લિંગ નવી સામગ્રી કરતાં વધારે ખર્ચાળ હોય તો તે કાર્યક્ષમ બને તેવી શકયતા રહેતી નથી... કોઈપણ વસ્તુ સ્ત્રોત... કે માત્ર કચરો છે તે નક્કી કરવા માટેની સરળ પરીક્ષા છે... જો કોઈ વ્યકિત કોઈ વસ્તુના બદલામાં નાણાં ચૂકવવા તૈયાર હોય તો તે સ્ત્રોત છે... પરંતુ તે વસ્તુના નિકાલ માટે તમારે નાણાં ચૂકવવા પડતા હોય તો તે કચરો છે."[૫૧] કેટો ઈન્સ્ટિટ્યુટના કુદરતી સ્ત્રોત અભ્યાસના ડિરેકટર જેરી ટેલરે 2002માં ધ હાર્ટલેન્ડ ઈન્સ્ટિટ્યુટ માટેના એક લેખમાં લખ્યું હતું કે, "દા.ત. જો નવા પ્લાસ્ટિકને બજારમાં વેચાણ માટે મૂકવામાં ઠ કિંમત લાગતી હોય, પરંતુ ફરીથી વપરાશમાં લેવાયેલા પ્લાસ્ટિકને બજારમાં મૂકવામાં 10ઠ ખર્ચ થાય તો આપણે એવા તારણ પર આવી શકીએ કે પ્લાસ્ટિકના રિસાયક્લિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્ત્રોતની ભંગારમાંથી બનાવવામાં આવતા પ્લાસ્ટિકની સરખામણીએ 10 ગણી અછત છે. અને રિસાયક્લિંગ સ્ત્રોતના બચાવા અંગેની પ્રવૃત્તિ હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિમાં રિસાયક્લિંગને ફરજિયાત બનાવવું સ્ત્રોતને ફાયદા કરતાં વધારે નુકસાન કરશે."[૫૨] 2002માં ડબલ્યુએનવાયસીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ન્યૂ યોર્ક શહેરના રહેવાસીઓ દ્વારા રિસાયક્લિંગ માટે અલગ કરવામાં આવેલો લગભગ 40 ટકા કચરો અંતે તો લેન્ડફીલ સાઈટમાં જ જાય છે.[૫૩]

રિસાયકલ કરી શકાય તેવી સામાન્ય સામગ્રી

[ફેરફાર કરો]

ઘણી વસ્તુઓને રિસાયકલ કરી શકાય છે, પરંતુ દરેક માટે અલગ-અલગ પ્રકારની તકનિકની જર પડે છે.

કોન્ક્રિટ અને છારોડી

[ફેરફાર કરો]
કોંક્રીટ બ્લોક્સ

બાંધકામ તોડીને સાઈટ પરથી એકઠા કરવામાં આવેલા મિશ્ર કોન્ક્રિટને ડામર, ઈંટ, ધૂળ અને પથ્થર એમ તમામ વસ્તુઓને એક સાથે ભૂકો કરવા માટે ક્રશિંગ મશીનમાં નાંખવામાં આવે છે. કોન્ક્રિટના નાના ટુકડાઓનો ઉપયોગ નવા બાંધકામમાં કપચી તરીકે કરવામાં આવે છે જો ભૂકો કરવામાં આવેલો કોન્ક્રિટ દૂષિત થયો ન હોય તો તેનો ઉપયોગ છારોડી તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. આમ કરવાથી નવા પથ્થરો ખોદવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે જે અંતે ઝાડ અને તેના પર નિર્ભર જીવસૃષ્ટિને બચાવે છે.[૫૪]

કેટલીક બેટરીઓ ઝેરી ભારે ધાતુઓ ધરાવે છે જેને કારણે તેનું અગ્રતાના ધોરણે રિસાયક્લિંગ અથવા નિકાલ કરવો જરૂરી બની જાય છે.

બેટરીના કદ અને તેના પ્રકારમાં રહેલી વિવિધતા તેના રિસાયક્લિંગને ખૂબ જ મુશ્કેલ બનાવે છેઃ તેથી જ તેને તેના પ્રકાર મુજબ અલગ કરવામાં આવવી જોઈએ અને દરેક પ્રકારની બેટરીને અલગ પ્રકારની રિસાયક્લિંગ પ્રક્રિયાની જર પડે છે. વધુમાં જૂની બેટરીમાં પારો અને કેડમિયમ જેવા હાનિકારક મટીરીયલ હોવાથી ખૂબ જ કાળજી રાખવી પડે છે. પર્યાવરણ પર થતી હાનિકારક અસરને કારણે ઘણાં વિસ્તારોમાં તેના યોગ્ય નિકાલ માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે. કમનસીબે આ કાયદાઓનું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ છે.[૫૫]

વાહનોમાં ઉપયોગમાં લેવાતી લેડ એસિડ બેટરીઓનું રિસાયક્લિંગ પ્રમાણમાં સરળ હોય છે અને ઘણાં પ્રદેશોમાં વેપારીઓ માટે આ પ્રકારની વપરાયેલી બેટરીઓ પાછી લેવાનું કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં રિસાયક્લિંગનો દર 90 ટકા છે, જયારે નવી બેટરીમાં 80 ટકા રીસાયકલ્ડ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.[૫૫]

જૈવિક રીતે વિઘટન પામી શકે તેવો કચરો

[ફેરફાર કરો]
કમ્પોસ્ટિંગ માટે બગીચાનો કચરો

રસોડા, બગીચા અને અન્ય જગ્યાઓ પરથી પેદા થતો હરિત કચરો કંપોસ્ટ કરીને ઉપયોગી સામગ્રી તરીકે રિસાયકલ કરી શકાય છે. આ પ્રક્રિયામાં ઓક્સિજન પર આધાર રાખતા બેકટેરીયા કચરાનું વિઘટન કરીને ફળદ્રુપ જમીની સપાટી રચે છે. મોટા પ્રમાણમાં કંપોસ્ટગ ઘરગથ્થુ રીતે જ કરવામાં આવે છે, પરંતુ લીલા કચરાને એકત્ર કરવાનો કાર્યક્રમ મ્યુનિસિપાલિટી લેવલે પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ જૈવિક વિઘટનને કારણે રચાયેલી ફળદ્રૂપ જમીનની સપાટીનું વેચાણ કરીને તેમની ભંડોળ જરૂરીયાત સંતોષી શકે છે.

કન્સાઈનમેન્ટ અથવા સ્વેપિંગના માધ્યમથી કપડાંનું રિસાયક્લિંગ ખૂબ જ લોકપ્રિય છે. ક્લોથિંગ સ્વેપમાં લોકોનું એક જૂથ એક સ્થળ પર એકત્ર થઇને એકબીજા સાથે કપડાંની અદલા-બદલી કરે છે. કલોધિંગ સ્વેપ ઈન્ક જેવી સંસ્થાઓમાં કોઈએ પસંદ ન કરેલા કપડાંને સ્થાનિક સ્તરે દાનમાં આપવામાં આવે છે.

ઈલેકટ્રોનિકસ વસ્તુઓમાંથી સ્પેરપાર્ટસ છૂટા પાડવા અને પાછા મેળવવા

[ફેરફાર કરો]
ત્યજી દેવાયેલું કમ્પ્યુટર મોનિટર

ઝેરી તત્વોના ઉપયોગને કારણે જૂના કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રિકલ સાધનોનો સીધો નિકાલ ઘણાં વિસ્તારોમાં પ્રતિબંધિત છે. આ પ્રકારના સાધનોમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિક, ધાતુ અને સર્કિટ બોર્ડને મશીનથી અલગ કરીને રિસાયક્લિંગની પ્રક્રિયા કરવામાં આવે છે. ઈલેકટ્રોનિક વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ પર આ પ્રક્રિયા મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે વિવિધ ભાગોને પાછા મેળવવાની પ્રક્રિયા ઓછા ખર્ચે કરી શકાય છે.

લોહયુકત ધાતુઓ

[ફેરફાર કરો]
રિસાયક્લિંગ માટે તૈયાર સ્ટીલને કચડીને તૈયાર કરાયેલી ગાંસડીઓ

લોખંડ અને સ્ટીલ વિશ્વમાં સૌથી વધારે રિસાયકલ થતી ધાતુઓ હોવા ઉપરાંત પુનઃપ્રક્રિયા કરવામાં સૌથી સરળ ધાતુમાં સમાવેશ પામે છે કારણ કે કચરામાંથી તેને ચુંબકનો ઉપયોગ કરીને અલગ કરી શકાય છે. (લગભગ 90થી 100 ટકા) સ્ટીલ ભંગારને ઈલેક્ટ્રિક આર્ક ભઠ્ઠીમાં ઓગાળી નાંખવામાં આવે છે અથવા તો (લગભગ 25 ટકા) બેઝીક ઓક્સિજન ફર્નેસમાં ચાર્જના ભાગરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.[૫૬] કોઈપણ ગ્રેડના સ્ટીલને ઉચ્ચગુણવત્તાયુકત નવી ધાતુમાં રિસાયકલ કરી શકાય છે અને તેની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારના ઘટાડા વિના કારણ કે સ્ટીલને વારંવાર રિસાયકલ કરી શકાય છે. લગભગ 42 ટકા ક્રૂડ સ્ટીલ રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે.[૫૭]

બિનલોહયુકત ધાતુઓ

[ફેરફાર કરો]

એલ્યુમિનિયમ સૌથી કાર્યક્ષમ અને બહોળા પ્રમાણમાં રિસાયકલ કરવામાં આવતી ધાતુઓમાં સ્થાન ધરાવે છે.[૫૮][૫૯] એલ્યુમિનિયમને નાના ટુકાઓમાં કે ગાંસડીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટુકડાઓ કે ગાંસડીને મોલ્ટન એલ્યુમિનિયમ બનાવવા માટે એલ્યુમિનિયમ સ્મેલ્ટરમાં પીગળાવવામાં આવે છે. આ તબક્કા સુધીમાં રિસાયકલ કરવામાં આવેલા એલ્યુમિનિયમને બોકસાઈટમાંથી મેળવવામાં આવેલા નવા એલ્યુમિનિયમથી અલગ પાડવું મુશ્કેલ બની જાય છે અને ત્યારબાદની પ્રક્રિયા બંનેમાં સરખી જ છે. આ પ્રક્રિયામાં ધાતુમાં કોઇ પ્રકારનો બદલાવ લાવતી ન હોવાથી એલ્યુમિનિયમને અંનત વખત રિસાયકલ કરી શકાય છે.

નવા એલ્યુમિનિયમ પર પ્રક્રિયા કરવાની સરખામણીએ એલ્યુમિનિયમના રિસાયક્લિંગમાં 95 ટકા જેટલી ઉર્જાની બચત થાય છે.[] તેનું કારણ એ છે કે રિસાયકલ કરેલા એલ્યુમિનિયમ પર પ્રક્રિયા કરવા માટે લગભગ 600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જર પડે છે, જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવેલા એલ્યુમિનિયમ ઓર પર પ્રક્રિયા કરવા માટે લગભગ 900 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. અમેરિકાના વ્યવસાયિક વિમાનોના કાફલાને ફરીથી બનાવી શકાય તેટલું એલ્યુમિનિયમ અમેરિકનો દર વર્ષે ફેંકી દે છે. ઉપરાંત, એલ્યુમિનિયમના ડબાને રિસાયકલ કરવામાં બચતી ઉર્જાથી ટેલિવિઝન ત્રણ કલાક ચાલી શકે છે.[૧૨]

કાચનો કચરો એકત્ર કરવા માટેનું જાહેર એકત્રીકરણ કેન્દ્ર જે પારદર્શક, લીલી અને એમ્બર રંગના કાચને છૂટા પાડે છે.

કર્બસાઈડ સંગ્રહ ટ્રક અને બોટલ બેન્ક દ્વારા કાચની બોટલ અને બરણીઓ એકત્ર કરવામાં આવે છે, જયાં તેને રંગ પ્રમાણે અલગ કરવામાં આવે છે. એકત્ર કરવામાં આવેલા કાચના કલેટ ને કાચ રિસાયકલ કરવાની ફેકટરી પર લઇ જવામાં આવે છે, જયાં તેની શુદ્ધતાની ચકાસણી કરીને તેના પ્રદૂષિત કરતી વસ્તુઓને દૂર કરવામાં આવે છે. કલેટને ભૂકો કરીને કાચી સામગ્રી સાથે મિશ્ર કરીને પીગળવા માટે ભઠ્ઠીમાં નાંખવામાં આવે છે. ત્યારબાદ તેને મશીન દ્વારા મોલ્ડ કરીને કે ફુલાવીને કાચની બરણીઓ કે બાટલીઓ બનાવવામાં આવે છે. કાચની કલેટનો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં એગ્રેગેટ તરીકે અથવા તો ગ્લાસફાલ્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્લાસફાલ્ટ રોડપર પાથરવામાં આવતું મટિરીયલ છે જેમાં લગભગ 30 ટકા જેટલા રિસાયકલ કરેલા કાચનો ઉપયોગ થાય છે. કાચ પર પ્રક્રિયા કરવાથી તેના બંધારણમાં ફેરફાર થતો ન હોવાને કારણે તેને અનેક વખત રિસાયકલ કરી શકાય છે.

પેઈન્ટ

[ફેરફાર કરો]

પેઈન્ટને સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઘરગથ્થુ જોખમી કચરા સંગ્રહ કેન્દ્ર પર એકત્રિત કરવામાં આવે છે. આ કેન્દ્ર પરથી તેને પેઈન્ટ રિસાયકલ કેન્દ્ર પર લઈ જઈને તેની ગુણવત્તાને આધારે તેની છટણી કરવામાં આવે છે. ફરીથી પ્રક્રિયા કરી શકાય કે વેચી શકાય નહીં તેવા પેઈન્ટનો ઉપયોગ રિસાયકલ કરનારી વ્યકિતને આધારે અલગ-અલગ હોય છે.

કાગળને પલ્પ (માવો) બનાવી લાકડામાંથી બનાવેલા પલ્પ સાથે મિશ્ર કરીને રિસાયકલ કરી શકાય છે. રિસાયક્લિંગની પ્રક્રિયામાં કાગળના રેસાઓ તૂટી જતા હોવાને કારણે કાગળને જયારે પણ રિસાયકલ કરવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. અર્થાત વધારે પ્રમાણમાં નવા રેસાઓ ઉમેરવામાં આવવા જોઈએ અથવા તો કાગળ હલકી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે. કાગળને રિસાયકલ કરતાં પહેલાં તેના પરથી કોઈપણ પ્રકારનો કલર હોય તેને ડિઇન્કિંગ દ્વારા દૂર કરવામાં આવે છે, જે ફીલર, માટી અને રેસાના ટુકડાઓને પણ દૂર કરે છે.[૬૦] આજના યુગમાં લગભગ દરેક પ્રકારના કાગળને રિસાયકલ કરી શકાય છે પરંતુ કાગળના કેટલાક પ્રકાર અન્યની સરખામણીએ રિસાયકલ કરવામાં મુશ્કેલ હોય છે. પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ ફોઈલ ચડાવેલા અથવા તો મીણ લગાવેલા, ચીપકાવેલા અથવા ગુંદરવાળા કાગળને સામાન્ય રીતે રિસાયકલ કરવામાં આવતા નથી કારણ કે આ પ્રક્રિયા મોંઘી પડે છે. ગીફટ પેક કરવામાં વાપરવામાં આવતા કાગળ હલકી ગુણવત્તા ધરાવતા હોવાને કારણે તેને પણ રિસાયકલ કરવામાં આવતા નથી.[૬૦]


રિસાયકલની પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકો કેટલીકવાર છાપામાંથી ગ્લોસી (ચળકતા) કાગળ દૂર કરવાનું જણાવે છે કારણ કે તેનો પ્રકાર છાપાના સામાન્ય કાગળથી અલગ પડી જાય છે. ચળકતા કાગળ ધરાવતી પૂર્તીઓ પર મોટા પ્રમાણમાં કલે કોટિંગ થયેલું હોવાને કારણે કાગળની મિલો તેને સ્વીકારતી નથી. મોટાભાગની કલે રિસાયકલ કરેલા પલ્પમાંથી દૂર કરીને ફેંકી દેવામાં આવે છે. જો કોટેડ પેપરના વજનમાં કલેનું વજન 20 ટકા જેટલું હોય તો એક ટન ગ્લોસી પેપરમાંથી 200 કિલો કાદવ અને 800 કિલો કરતાં ઓછા રેસા નીકળે.[૬૦]

પ્લાસ્ટિક

[ફેરફાર કરો]
પ્લાસ્ટિક શિપિંગ ક્રેટ્સ

પ્લાસ્ટિક રિસાયકલગ પ્લાસ્ટિકના ભંગારને ફરીથી પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલી સામગ્રીમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા છે. કાચ અથવા ધાતુની સરખામણીએ પ્લાસ્ટિક રીસાયકિલંગમાં અલગ પડકારો રહેલા છે. પ્લાસ્ટિકની અનેક જાતો હોવાને કારણે દરેકના રેઝિન આઈડેન્ટીફીકેશન કોડ (ઓળખ સંજ્ઞા) રહેલી હોય છે અને આ તમામ પ્રકારના પ્લાસ્ટિકને રીસાયકલ કરતાં પહેલાં અલગ કરવું પડે છે. આ પ્રક્રિયા ખર્ચાળ છે, જયારે ધાતુને ઈલેકટ્રોમેગ્નેટ્સની મદદથી અલગ કરી શકાય છે, જયારે પ્લાસ્ટિકની બાબતમાં આ પ્રકારની કોઈ સરળ છટણી પ્રક્રિયા અસ્તિત્વ ધરાવતી નથી. વધુમાં, બાટલીઓના રિસાયકલગમાં લેબલ દૂર કરવાની જર પડતી નથી, ઢાંકણા અલગ પ્રકારના રીસાયલ ન થઇ શકે તેવા પ્લાસ્ટિકમાંથી બનવવામાં આવતા હોવાથી તેને દૂર કરવા પડે છે. વિવિધ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓમાં વપરાયેલી સામગ્રીને ઓળખવામાં મદદ કરવાના હેતુથી છ પ્રકારના સામાન્ય રિસાયકલ કરી શકાય તેવા રેઝીનને 1-6 રેઝીન ઓળખ સંજ્ઞા આપવામાં આવી છે, તેની સાથે નંબર 7 તેનાથી અલગ પ્રકારના પ્લાસ્ટિકની ઓળખ માટે આપવામાં આવેલી છે, ભલે તે રિસાયકલ થઇ શકે તેમ હોય કે નહીં. આ દરેક રેઝીન સંજ્ઞાને સમાવી લેતા સ્ટાન્ડર્ડ સિમ્બોલ ઉપલબ્ધ છે.

જયારે કાપડ રિસાયક્લિંગની વાત કરવામાં આવે ત્યારે તેમાં રહેલી સામગ્રી અંગે સમજણ મેળવવી જરૂરી છે. મોટાભાગના ટેકસટાઈલ્સ સુતર (બાયોડિગ્રેડેબલ મટીરીયલ) અને સિન્થેટિક પ્લાસ્ટિકનું મિશ્રણ છે. કાપડમાં આ બંને તત્વોનાં મિશ્રણનું પ્રમાણ રિસાયક્લિંગના ટકાઉપણા અને પદ્ધતિને અસર કરે છે. કામદારો એકત્ર કરવામાં આવેલા કાપડને સારી ગુણવત્તા ધરાવતા કપડાં અને જૂતાં જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય કે ફકી દેવામાં આવે તે ધ્યાનમાં રાખીને અલગ કરે છે. આ પ્રકારની કામગીરીને વિકસીત દેશોમાંથી વિકસતા દેશોમાં લઈ જવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જે કયારેક સખાવતનો ભાગ હોય છે અથવા તો પછી સસ્તા દરે આ માલ વેચી દેવામાં આવે છે.[૬૧] ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ત્રીજા વિશ્વના દેશોમાં દાન કરવાના હેતુથી વિકસીત દેશોમાંથી કાપડ ભેગું કરે છે. આ પ્રક્રિયાને એટલા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે તેના કારણે વણજોઈતા કચરામાં ઘટાડો થવા ઉપરાંત જરૂરીયાતમંદ લોકોને કપડાં મળી રહે છે.[૬૨] નુકાસાની ધરાવતા કાપડને તેના ગ્રેડ પ્રમાણે કારખાનાઓમાં પોતું કરવાના કપડાં બનાવવા અને કાગળના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં કે રેસાઓ રીકલેઈમ કરવા અને ફિલગ મટીરીયલ બનાવવા માટે ઉપયોગમાં લેવા અલગ કરવામાં આવે છે. જો કાપડનું રિસાયક્લિંગ કરતાં લોકોને ભીનાં કે માટીવાળા કપડાં મળે તો તેને લેન્ડફીલ સાઈટમાં નિકાલ કરવામાં આવે છે કારણ કે વસ્તુઓને અલગ કરવાની જગ્યાએ કપડાંને ધોવા કે સૂકવવાની સગવડ હોતી નથી.[૬૩]


રેસા પુનઃમેળવતી મીલો કાપડને તેના રેસાઓના પ્રકાર અને કલર પ્રમાણે અલગ કરે છે. કલર પ્રમાણે કાપડને અલગ કરવાને કારણે રિસાયકલ કરેલા કાપડને ફરીથી કલર કરવાની જર પડતી નથી. કાપડને શોડી ફાયબરમાં લીરા કરવામાં આવે છે અને રિસાયકલ કરવામાં આવનારા યાર્નના ઉપયોગને આધારે પસંદ કરવામાં આવેલા ફાયબર (રેસા) સાથે મિકસ કરી દેવામાં આવે છે. આ રીતે વણીને તૈયાર કરવામાં આવેલા રેસાઓનું મિશ્રણ સફાઈ કરીને ફાયબર સાથે મિકસ કરીને વણાટ અથવા ગૂંથણ માટે તૈયાર થાય છે. સાદડીઓ (મેટ્રેસ)ના ઉત્પાદન માટે રેસાઓને કામ્પ્રેસ પણ કરવામાં આવે છે. સંગ્રહ ઉદ્યોગમાં મોકલવામાં આવતા કાપડને કાર ઈન્સ્યુલેશન માટે, ફિંગ ફેલ્ટ્સ, લાઉડસ્પીકના ખોખા, પેનલ લાઈનિંગ અને ર્ફિનચરમાં પેડગ કરવા માટે લીરા કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.

લાકડું

[ફેરફાર કરો]
પુનઃઉપયોગ અથવા રિસાયક્લિંગની રાહ જોતો લાકડાનો ભંગાર

લાકડાનું રિસાયક્લિંગ ખૂબ જ લોકપ્રિય બન્યુ છે કારણ કે તેની છાપ પર્યાવરણને જાળવવામાં મદદ કરતા હોવાની છે, કેમ કે ગ્રાહકો સામાન્ય રીતે એવી માન્યતા ધરાવે છે કે રિસાયકલ કરેલા લાકડાને ખરીદવાથી લીલાં લાકડા ની માગમાં ઘટાડો થાય છે અને અંતે પર્યાવરણને ફાયદા થાય છે. ગ્રીનપીસ પણ રિસાયકલ કરેલા લાકડાને પર્યાવરણ જાણવણીમાં મદદ કરતી પ્રોડકટ તરીકે જુએ છે અને તેને તેમની વેબસાઈટ પર લાકડાના સૌથી વધારે પસંદગીના સ્ત્રોત તરીકે ગણાવે છે. બાંધકામની સામગ્રી તરીકે રિસાયકલ કરેલા લાકડાનું આગમન આ ઉદ્યોગ અને ગ્રાહક બંનેમાં ઘટતાં જંગલો અંગે જાગૃતિ ફેલાવવા અને લાકડાની મીલોને પર્યાવરણની જાળવણી કરતી પ્રવૃત્તિઓ હાથ ધરવા પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ બન્યું છે. લાકડાના રિસાયકલગે અત્યાર સુધીમાં આપણાં જીવનમાં કયારેય ન મેળવ્યું હોય તેટલું મહત્ત્વ મેળવ્યું છે. જો કે મુખ્ય સમસ્યા એ છે કે ઘણી સ્થાનિક સત્તાઓને રિસાયક્લિંગનો વિચાર ગમ્યો છે પરંતુ તેઓ તેને સહાય કરતાં નથી. આ પ્રકારના અનેક ઉદાહરણોમાં સ્થાન ધરાવતું અને હાલમાં સમાચારોમાં રહેલું ઉદાહરણ એ છે કે લાકડાનું રિસાયક્લિંગ શહેરોમાં વિકાસ પામી રહ્યું છે. જેમ કે,રિસાયકલ કરેલું લાકડું, ઝાડ અને અન્ય સ્ત્રોત.[૬૪]

અન્ય તકનિકો

[ફેરફાર કરો]

અન્ય ઘણી સામગ્રી સામાન્ય સંજોગોમાં રિસાયકલ કરવામાં આવે છે અને તેમાંથી મોટાભાગની વ્યકિતગત ધોરણે રિસાયકલ થાય છે. શીપબ્રેકિંગ ઉદ્યોગ એવું ઉદાહરણ છે જેમાં પર્યાવરણ, આરોગ્ય અને જે વિસ્તારમાં કામગીરી કરવામાં આવતી હોય તેની સુરક્ષાના ખતરાને સાંકળી લે છે, આ તમામ ચતાઓનું સમતોલપણું એ પર્યાવરણીય ન્યાયની સમસ્યા છે. ટાયરનું રિસાયક્લિંગ પણ સામાન્ય છે. વપરાયેલા ટાયરનો પુનઃઉપયોગ ડામર સાથે મેળવીને રોડને રીસરફેસ કરવા અથવા રમતના મેદાનમાં સુરક્ષા માટે રબર મલ્કનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત અર્થશીપ્સ તરીકે ઓળખવામાં આવતા ખાસ રીતે બાંધવામાં આવતા ઘરોમાં ગરમીને બહાર કાઢવા કે અંદરથી બહાર નહીં જવા દેવા માટે ઈન્સ્યુલેશન તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.


રિયાક્લિંગના પ્રકાર

[ફેરફાર કરો]
  • સર્જનાત્કમ પુનઃઉપયોગ
  • ફૂલ ડેપ્થ રિસાયક્લિંગ
  • શિપ-સબમરિન રિસાયક્લિંગ કાર્યક્રમ
  • સિંગલ-સ્ટ્રીમ રિસાયક્લિંગ
  • થર્મલ ડિપ્લોયમરાઇઝેશન
  • કેમિકલ રિક્લેમેશન, દાખલા તરીકે, હાઇડ્રોક્લોરિક એસિડ રિજનરેશન


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Lets recycle". PM Advisor hails recycling as climate change action મૂળ Check |url= value (મદદ) માંથી 2009-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-08.
  2. ૨.૦૦ ૨.૦૧ ૨.૦૨ ૨.૦૩ ૨.૦૪ ૨.૦૫ ૨.૦૬ ૨.૦૭ ૨.૦૮ ૨.૦૯ ૨.૧૦ ૨.૧૧ ૨.૧૨ ૨.૧૩ ૨.૧૪ ૨.૧૫ ૨.૧૬ ૨.૧૭ ૨.૧૮ ૨.૧૯ ૨.૨૦ The League of Women Voters (1993). The Garbage Primer. New York: Lyons & Burford. પૃષ્ઠ 35–72. ISBN 1558218507 Check |isbn= value: checksum (મદદ).
  3. ૩.૦ ૩.૧ Black Dog Publishing (2006). Recycle : a source book. London, UK: Black Dog Publishing. ISBN 1904772366.
  4. ૪.૦૦ ૪.૦૧ ૪.૦૨ ૪.૦૩ ૪.૦૪ ૪.૦૫ ૪.૦૬ ૪.૦૭ ૪.૦૮ ૪.૦૯ ૪.૧૦ ૪.૧૧ ૪.૧૨ ૪.૧૩ ૪.૧૪ "The truth about recycling". The Economist. June 7, 2007. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  5. આઉટ ઓફ ધ ગાર્બેજ-પેઇલ ઇનટુ ફાયર: ફ્યુઅલ બ્રિક્સ નાવ એડેડ ટુ ધ લિસ્ટ ઓફ થિંગ્સ સાલ્વેજ્ડ બાય સાયન્સ ફોર ધ નેશન્સ વેસ્ટ, પોપ્યુલર સાયન્સ મન્થલી, ફેબ્રુઆરી 1919, પાનું 50-51, ગૂગલ બૂક્સ દ્વારા સ્કેન થયેલું: http://books.google.com/books?id=7igDAAAAMBAJ&pg=PA50
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ "The price of virtue". The Economist. June 7, 2007. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  7. રોવાન એન્ડ એસોસિયેટ્સ ગો ગ્રીન સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૩ ના રોજ વેબેક મશિન: જુલાઈ 18, 2007 અખબારી નિવેદન - NJBiz.com. સુધારો જુલાઈ 22, 2007
  8. કરન્ટલી ધ પ્રેસિડન્ટ ઓફ ધ પ્રમોશનલ પ્રોડકટ્સ બુટિક રોવાન એન્ડ એસોસિયેટ્સ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન.
  9. "Regulatory Policy Center - PROPERTY MATTERS - James V. DeLong". મૂળ માંથી 2008-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-28.
  10. સાયન્સડેઈલી. (2007). રિસાયક્લિંગ વગર છટણીઃ એન્જિનયરોએ એવા રિસાયક્લિંગ પ્લાન્ટનું નિર્માણ કર્યું જેમાં છટણીની જરૂર રહેતી નથી સંગ્રહિત ૨૦૦૮-૦૮-૩૧ ના રોજ વેબેક મશિન.
  11. આ આંકડા The League of Women Voters (1993). The Garbage Primer. New York: Lyons & Burford. પૃષ્ઠ 35–72. ISBN 1558218507 Check |isbn= value: checksum (મદદ).માંથી લેવામાં આવ્યા છે, "ગાર્બેજ સોલ્યુશન્સ: એ પબ્લિક ઓફિસિયલ ગાઇડ ટુ રિસાયક્લિંગ એન્ડ અલ્ટરનેટિવ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટેકનોલોજીસ, દર્શાવે છે. એનર્જી સેવિંગ્સ ફ્રોમ રિસાયક્લિંગ, જાન્યુઆરી/ફેબ્રુઆરી 1989માં દર્શાવ્યા મુજબ; અને વર્લ્ડવોચ 76 માઇનિંગ અર્બન વેસ્ટઃ પોટેન્શિયલ ફોર રિસાયક્લિંગ, એપ્રિલ 1987."
  12. ૧૨.૦ ૧૨.૧ "Recycling metals - aluminium and steel". મૂળ માંથી 2007-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-01.
  13. લાવી ડી. (2007). મ્યુનિસિપલ ઘન કચરો રિસાયક્લિંગ આર્થિક રીતે કાર્યક્ષમ છે?[હંમેશ માટે મૃત કડી] એનવાયર્નમેન્ટલ મેનેજમેન્ટ .
  14. Vigso, Dorte (2004). "Deposits on single use containers - a social cost-benefit analysis of the Danish deposit system for single use drink containers". Waste Management & Research. 22 (6): 477. doi:10.1177/0734242X04049252. PMID 15666450. મૂળ માંથી 2009-01-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  15. "મિનરલ્સ એન્ડ ફોરેન્સિક સાયન્સ" (PDF). યુનિવર્સિટી ઓફ મેસાચુશેટ્સ લોવેલ, ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયર્નમેન્ટલ, અર્થ, એન્ડ એટ્મોસ્ફેરિક સાયન્સ.
  16. "અર્થ્સ નેચરલ વેલ્થ: એન ઓડિટ". ન્યૂ સાયન્ટિસ્ટ્સ. મેં 23, 2007
  17. ગુન્ટર, મેથ્યૂ. "અર્થશાસ્ત્રીઓ ઘરેલુ અને મ્યુનિસિપલ રિસાયક્લિંગ અંગે કોઇ તારણ પર પહોંચ્યાં?" (જાન્યુઆરી 2007). [૧]
  18. ઘણો ઝેરી કમ્પ્યુટર કચરો ત્રીજા વિશ્વમાં પહોંચે છે
  19. "Environmental and health damage in China". મૂળ માંથી 2003-11-09 પર સંગ્રહિત. મેળવેલ 2003-11-09.
  20. "ગેરકાયદે ડમ્પિંગ અને આરોગ્ય અને પર્યાવરણને નુકસાન". મૂળ માંથી 2008-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  21. હોગ એમ. વેસ્ટ આઉટશાઇન્સ ગોલ્ડ એઝ પ્રાઇસિસ સર્જ. ફાઇનાન્સિયલ ટાઇમ્સ .ઢાંચો:Registration required
  22. બોની ડીસિમોન. 2006). રિવોર્ડિંગ રિસાયક્લર્સ, એન્ડ ફાઇન્ડિંગ ગોલ્ડ ઇન ધ ગાર્બેજ. ન્યૂ યોર્ક ટાઇમ્સ.
  23. ૨૩.૦ ૨૩.૧ Tierney, John (June 30, 1996). "Recycling Is Garbage". New York: New York Times. પૃષ્ઠ 3. મેળવેલ 2008-02-28.
  24. એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશન રિસાયક્લિંગ પેપર અને કાચ. સુધારો 18 ઓક્ટોબર 2006.
  25. એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી રિસાયક્લિંગ અને કચરા વ્યવસ્થાપન અંગે અનેકવાર પૂછાયેલા પ્રશ્નો સંગ્રહિત ૨૦૦૬-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન. સુધારો 18 ઓક્ટોબર 2006.
  26. લેન્ડસબર્ગ, સ્ટીવન એ.ધ આર્મચેર ઇકોનોમિસ્ટ. પાનું 86.
  27. સેલ્કી 116
  28. ૨૮.૦ ૨૮.૧ રેગ્યુલેટરી પોલિસી સેન્ટર વેસ્ટિંગ અવે: મિસમેનેજિંગ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન. સુધારો નવેમ્બર 4, 2006.
  29. વેસ્ટ ટુ વેલ્થ રિસાયક્લિંગ અંગે પાંચ સૌથી ખતરનાક માન્યતાઓ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન. સુધારો ઓક્ટોબર 18, 2006.
  30. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ઊર્જા-રિસાયક્લિંગ પ્લાસ્ટિક્સનું સંરક્ષણ. સુધારો 10 નવેમ્બર 2006.
  31. એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી મેળવાયેલા કાચ માટેના બજારો[હંમેશ માટે મૃત કડી]. સુધારો 10 નવેમ્બર 2006.
  32. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સરવે મિનરલ કોમોડિટી સમરીઝ. સુધારો 10 નવેમ્બર 2006.
  33. રિસાયક્લિંગ અચાનક મોંઘું થયું : એનપીઆર
  34. ૩૪.૦ ૩૪.૧ ન્યૂ યોર્ક ટાઇમ્સ રિસાયક્લિંગ... ઇસ ગાર્બેજ (nytimes.com 30 જૂન 1996ના રોજ પ્રકાશિત) રિસાયક્લિંગ... ઇસ ગાર્બેજ (લેખનું પુનઃપ્રકાશન) રાસાયક્લિંગ... સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિનઇસ ગાર્બેજ (લેખનું પુનઃપ્રકાશન) સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન. સુધારો 18 ઓક્ટોબર 2006.
  35. હાર્ટલેન્ડ ઇન્સ્ટિટ્યુટ રિયાક્લિંગઃ તે ન્યૂ યોર્કમાં ખરાબ વિચાર છે સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન. સુધારો 18 ઓક્ટોબર 2006.
  36. લેન્ડસબર્ગ, સ્ટીવન એ. ધ આર્મચેર ઇકોનોમિસ્ટ. પાનું 81.
  37. ૩૭.૦ ૩૭.૧ ધ ફ્રી માર્કેટ રિયાકલ ના કરોઃ તેને ફેંકી દો!. સુધારો 4 નવેમ્બર 2006.
  38. જેવિશ વર્લ્ડ રિવ્યૂ રિસાયક્લિંગનો બગાડ. સુધારો 4 નવેમ્બર 2006.
  39. બૈર્ડ, કોલિન (2004) એનવાયર્નમેન્ટલ કેમિસ્ટ્રી (3જી આવૃત્તિ) ડબલ્યુ. એચ. ફ્રીમેન ISBN 0-7167-4877-0
  40. "All About Paper". Paper University. મૂળ માંથી 2007-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-12.
  41. "એનઆરડીસી: ફેંકી દેવા જેટલું ઉત્તમ- એપેન્ડિક્સ એ". મૂળ માંથી 2010-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  42. "મિશન પોલીસ સ્ટેશન" (PDF). મૂળ (PDF) માંથી 2007-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  43. પીબીએસ ન્યૂઝઅવર, ફેબ્રુઆરી 16,2010. ઝબાલીન અંગે અહેવાલ
  44. ધ ન્યૂઝ હેરાલ્ડ- સ્ક્રેપ મેટલ એ સ્ટીલ[હંમેશ માટે મૃત કડી]
  45. વિસ્તારને આરક્ષિત કરવા કરતા રિસાયક્લિંગ બિન પર દરોડા મોંઘા : એનપીઆર
  46. પીબીએસ ન્યૂઝઅવર, ફેબ્રુઆરી 16,2010. ઝબાલીન પર અહેવાલ
  47. પીબીએસ ન્યૂઝઅવર, ફેબ્રુઆરી 16,2010. ઝબાલીન પર અહેવાલ
  48. "પૃથ્વીના મિત્રો". મૂળ માંથી 2010-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
  49. Richard A. Dension, Ph.D. (July 16, 1996). "Anti-Recycling Myths". Environmental Defense Fund. મૂળ માંથી જાન્યુઆરી 30, 2009 પર સંગ્રહિત. મેળવેલ જુલાઈ 15, 2010. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
  50. કેલિફોર્નિયામાં ડાયપર રિસાયક્લિંગ ધ ફ્રી લિબરલ, સપ્ટેમ્બર 8, 2003
  51. "વૈશ્વિક રીતે વિચારો, અતાર્કિક રીતે વર્તો: રિસાયક્લિંગ
  52. રિસાયક્લિંગ: તે ન્યૂ યોર્કમાં ખરાબ વિચાર છે. સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન ધ હાર્ટલેન્ડ ઇન્સ્ટિટ્યુટ, મે 1, 2002
  53. રિસાયક્લિંબ બચાવવા અંગે સિટી કાઉન્સિલે સુનાવણી યોજી, ડબલ્યુએનવાયસી, એપ્રિલ 18, 2002
  54. "Concrete Recycling". Associated Construction Publications. મૂળ માંથી 2008-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-21.
  55. ૫૫.૦ ૫૫.૧ "Batteries". United States Environmental Protection Agency. મૂળ માંથી 2008-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-21. Text "U.S. EPA" ignored (મદદ); Text "Municipal Solid Waste (MSW)" ignored (મદદ)
  56. "Sustainable Development and Steel, Canadian Institute of Steel Construction". મૂળ માંથી 2011-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-16.
  57. "Steel: The Foundation of a Sustainable Future—Sustainability Report of the World Steel Industry 2005" (PDF). મૂળ (PDF) માંથી 2010-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-16.
  58. "DRLP Fact Sheets". મૂળ સંગ્રહિત માંથી 2007-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-29.
  59. એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી રિસાયક્લિંગ અને કચરા વ્યવસ્થાપન અંગે અનેકવાર પૂછાયેલા પ્રશ્નો સંગ્રહિત ૨૦૦૬-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
  60. ૬૦.૦ ૬૦.૧ ૬૦.૨ "EarthAnswers - How is Paper Recycled?". મૂળ માંથી 2008-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-23.
  61. "www.letsrecycle.com". UK in 'frightening' reliance on foreign textile sorting મૂળ Check |url= value (મદદ) માંથી 2009-01-13 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-08.
  62. "Salvation Army". Salvation Army મૂળ Check |url= value (મદદ) માંથી 2010-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-29.
  63. "www.letsrecycle.com". Councils "need to understand" importance of textile quality મૂળ Check |url= value (મદદ) માંથી 2009-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-24.
  64. , www.citywood.co.uk. સુધારો નવેમ્બર 24, 2006.

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • એકરમેન, ફ્રાન્ક. (1997). વ્હાય ડુ વી રિસાયકલ?: માર્કેટ્સ, વેલ્યૂઝ એન્ડ પબ્લિક પોલિસી . આયલેન્ડ પ્રેસ ISBN 1-55963-504-5, 9781559635042
  • પોર્ટર રિચાર્ડ સી. (2002). ધ ઇકોનોમિક્સ વેસ્ટ . રિસોર્સિસ ફોર ફ્યુચર. ISBN 1-891853-42-2, 9781891853425