લખાણ પર જાઓ

રુક્મિણી દેવી મંદિર

વિકિપીડિયામાંથી
(રુકમણી દેવી મંદિર થી અહીં વાળેલું)
રુક્મિણી દેવી મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતારુક્મિણી દેવી (કૃષ્ણની પટરાણી)
સ્થાન
સ્થાનદ્વારકા
રાજ્યગુજરાત
દેશભારત
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીનાગર શૈલી[]

રુક્મિણી દેવી મંદિર કે રુકમણી દેવી મંદિર ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાથી, 2 kilometres (1.2 mi)ના અંતરે આવેલું શ્રીકૃષ્ણની પટરાણી રુક્મિણી (સ્થાનિક બોલીમાં રુકમણી)ને સમર્પિત મંદિર છે. આ દેવસ્થાન ૨,૫૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ હાલના બાંધકામ પરથી સાંપ્રત મંદિર ૧૨મી સદીનું હોવાનું જણાય છે. આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (ક્રમાંક N-GJ-128) છે.

મંદિરમાં બાહ્ય દિવાલો પર દેવી-દેવતાઓના શિલ્પો કંડારેલા છે અને ગર્ભગૃહમાં રુક્મિણીની મૂર્તિ આવેલી છે. મંદિરના સ્તંભો પર માનવ આકૃત્તિઓ અને હાથીઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

દંતકથા

[ફેરફાર કરો]

રુકમણી અને તેમના પતિ કૃષ્ણના અલગ અને એકબીજાથી દૂર રહેલા મંદિરો માટેની રસપ્રદ દંતકથા છે. એવું કહેવાય છે કે, દુર્વાસા ઋષિની વિનંતી પર કૃષ્ણ અને રુક્મિણી ભોજન માટે તેમને રથમાં જાતે ખેંચીને લઈ જઈ રહ્યા હતા. માર્ગમાં જ્યારે રુક્મિણીને તરસ લાગી ત્યારે કૃષ્ણએ પાણી માટે પોતાનો અંગૂઠો જમીનમાં ખોસી ને ગંગાનું અવતરણ કર્યું. રુક્મિણીએ તે પાણીથી પોતાની તરસ છીપાવી પરંતુ પોતાને પાણી માટેનું ન પૂછાતાં દુર્વાસાને અપમાનજનક લાગ્યું અને તેમણે રુક્મિણીને તે તેના પતિથી અલગ રહેશે તેવો શ્રાપ આપ્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Architecture and Design of Rukmini Devi Temple". shivrajpur.net. 2 March 2024.
  2. "Jamnagar". Government of Gujarat Tourism. મૂળ માંથી 27 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2015.