રોનાલ્ડ જ્યોર્જ રેયફોર્ડ નોરીશ

વિકિપીડિયામાંથી

રોનાલ્ડ જ્યોર્જ રેયફોર્ડ નોરીશ (૯ નવેમ્બર ૧૮૯૭ – ૭ જૂન ૧૯૭૮) એક બ્રિટીશ રસાયણશાસ્ત્રી હતા જેમને ૧૯૬૭માં રસાયણશાસ્ત્રમાં નોબૅલ પુરસ્કાર મળ્યો હતો.[૧][૨]

શિક્ષણ અને પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

નોરીશનો જન્મ કેમ્બ્રિજ ખાતે થયો હતો અને તેમનો અભ્યાસ કેમ્બ્રિજની પર્સ સ્કૂલ અને એમેન્યુઅલ કોલેજમાં થયો હતો.[૩] તેઓ એરિક રાઇડલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા.

કારકિર્દી અને સંશોધન[ફેરફાર કરો]

નોરિશ પ્રથમ વિશ્વયુદ્ધમાં કેદી હતા. તેઓ ૧૯૨૫માં રિસર્ચ ફેલો તરીકે એમેન્યુઅલ કોલેજમાં ફરી જોડાયા અને પછીથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભૌતિક રસાયણશાસ્ત્ર વિભાગના વડા બન્યા. નોરિશે અવિરત પ્રકાશ સ્ત્રોતો (યુદ્ધ પછી, સર્ચલાઇટ સહિત) નો ઉપયોગ કરીને ફોટોકેમિસ્ટ્રી પર સંશોધન કર્યું હતું.

પુરસ્કાર અને સન્માન[ફેરફાર કરો]

નોરીશ ૧૯૩૬ માં રોયલ સોસાયટી (એફઆરએસ) ના ફેલો તરીકે ચૂંટાયા હતા. ફ્લેશ ફોટોલિસીસના વિકાસના પરિણામે, નોરીશને અત્યંત ઝડપી રાસાયણિક પ્રતિક્રિયાઓના અભ્યાસ માટે ૧૯૬૭ માં મેનફ્રેડ આઈગન અને જ્યોર્જ પોર્ટર[૪] સાથે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.[૩] તેમની અન્ય એક સિદ્ધિ એ નોરીશ પ્રતિક્રિયાનો વિકાસ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Norrish's Nobel Foundation biography
  2. Norrish's Nobel Lecture Some Fast Reactions in Gases Studied by Flash Photolysis and Kinetic Spectroscopy
  3. ૩.૦ ૩.૧ "Ronald George Wreyford Norrish (1897 – 1978)". Emmanuel College, Cambridge. મેળવેલ January 25, 2012.
  4. Fleming, G. R.; Phillips, D. (2004). "George Porter KT OM, Lord Porter of Luddenham. 6 December 1920 - 31 August 2002: Elected F.R.S. 1960". Biographical Memoirs of Fellows of the Royal Society. 50: 257–283. doi:10.1098/rsbm.2004.0017. ISSN 0080-4606.