લખાણ પર જાઓ

લોંકડી

વિકિપીડિયામાંથી

લોંકડી (Vulpes bengalensis), જે અંગ્રેજીમાં Indian Fox કે Bengal Fox તરીકે પણ ઓળખાય છે, તે ભારતીય ઉપખંડમાં વસતું પ્રાણી છે. જે હિમાલય પર્વતમાળાથી લઇ અને નેપાળની તરાઇઓમાં અને દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે.[] તે ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાન થી પૂર્વ ભારત અને દક્ષિણ બાંગ્લાદેશ સુધી જોવા મળે છે.[].

લોંકડીનો વિસ્તાર
લોંકડી
સ્થાનિક નામલોંકડી,
અંગ્રેજી નામINDIAN FOX, (Bengal Fox)
વૈજ્ઞાનિક નામVulpes bengalensis
આયુષ્ય૬ વર્ષ
લંબાઇ૮૦ સેમી.
ઉંચાઇ૮૦ સેમી.
વજન૨ થી ૪ કિલો
સંવનનકાળશિયાળો
ગર્ભકાળ૫૦ દિવસ, ૪ બચ્ચા
પુખ્તતા૧૨ માસ
દેખાવભુખરો રંગ,વાળ વાળું શરીર અને ગુચ્છાદાર પુંછડી, શિયાળ કરતાં નાનું કદ અને દોડવામાં ઘણું પાવરધું હોય છે.
ખોરાકનાના પક્ષીઓ, ઇંડા, મરઘાં, જીવતા સાપ, ફળ તથા ઉંદર અને ઉધઇ.
વ્યાપસમગ્ર ગુજરાત સહીત ભારતીય ઉપખંડ.
રહેણાંકસુકા પાંખા ઝાડીવાળાં જંગલ, વીડી તથા વગડો.
ઉપસ્થિતિ ના ચિન્હોસાંજના સમયે તીણા અને તીખા અવાજથી ઓળખાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૫ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક

[ફેરફાર કરો]

લોંકડી સાંજથી સવાર સુધીમાં અને વાતાવરણ ઠંડું હોયતો દિવસનાં પણ જંગલ અને જંગલ આસપાસનાં ગામોમાં ફરતી જોવા મળે છે. આ પ્રાણી જમીનમાં દર બનાવી રહે છે,દરમાં એક કરતાં વધુ પ્રવેશદ્વારો હોય છે. આ પ્રાણી મોટા ભાગે જોડીમાં જોવા મળે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Vanak, A.T. 2005. Distribution and status of the Indian fox Vulpes bengalensis in southern India. Canid News, 2005 - canids.org
  2. M.E. Gompper, A.T. Vanak - Vulpes bengalensis. Mammalian Species, 2006