લોચો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લોચો
Indian Food Surti Locho.jpg
લોચો
વાનગીસવારે
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યગુજરાત
પીરસવાનું તાપમાનઓરડાના સામાન્ય તાપમાને
મુખ્ય સામગ્રીચણાની દાળનો લોટ, કાચું તેલ, સેવ, કાંદા, ચટણી
સુરતી લોચો

લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી (ફરસાણ) છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.

બનાવવાની રીત[ફેરફાર કરો]

આ વાનગી બનાવવાની રીત અનોખી છે. ખમણ બનાવવા માટેના ખીરાંમાં પાણી વધારે નાખવાથી બાફ્યા બાદ તૈયાર થયેલું ખમણ ઢીલું રહે છે અને કાપવાનો પ્રયત્ન કરતાં જ લોચા થઇ જાય છે. આથી જ તેને લોચો કહેવામાં આવે છે. લોચો એ મુખ્યત્વે ચણાની દાળમાંથી બનતી વાનગી છે. આ વાનગી ઉપર કાચું તેલ રેડી, ઝીણી સેવ ભભરાવીને ચટણી અને કાંદા સાથે ખાવામાં આવે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]