લખાણ પર જાઓ

વડનગર રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
વડનગર
ભારતનું રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનવડનગર, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ23°47′03″N 72°38′00″E / 23.784104°N 72.633333°E / 23.784104; 72.633333
ઊંચાઇ156 metres (512 ft)
માલિકભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનમહેસાણા–તારંગા હિલ લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોઓટો સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારજમીન પર
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્ટેશન કોડVDG
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ અમદાવાદ રેલ્વે વિભાગ
ઈતિહાસ
શરૂઆત૧૮૮૩
સ્થાન
વડનગર રેલ્વે સ્ટેશન is located in ભારત
વડનગર રેલ્વે સ્ટેશન
વડનગર રેલ્વે સ્ટેશન
Location within ભારત
વડનગર રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
વડનગર રેલ્વે સ્ટેશન
વડનગર રેલ્વે સ્ટેશન
વડનગર રેલ્વે સ્ટેશન (ગુજરાત)

વડનગર રેલવે સ્ટેશન ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલું રેલ્વે સ્ટેશન છે. તેનો રેલ્વે કોડ VDG છે. આ સ્ટેશન બે પ્લેટફોર્મ ધરાવે છે. આ સ્ટેશન હાલમાં મહેસાણા-તારંગા હિલ માર્ગના ગેજ રૂપાંતરણ માટે બંધ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

પશ્ચિમ રેલ્વેના ઇતિહાસ મુજબ વડનગર રેલ્વે સ્ટેશનની શરૂઆત ૧૮૮૭માં થઇ હતી. મહેસાણા અને વડનગર વચ્ચે ૩૦ કિમીનો માર્ગ ૨૧ માર્ચ ૧૮૮૭માં ખૂલ્લો મૂકાયો હતો અને વડનગર અને ખેરાલુ વચ્ચેનો માર્ગ ૧૨ ડિસેમ્બર ૧૮૮૮ના રોજ શરૂ થયો હતો.

"The Company and its Early History", ૧૯૨૩[] મુજબ આ રેલ્વે લાઇન ગાયકવાડના શાસન હેઠળ બરોડા રાજ્ય વડે શરૂ કરાઇ હતી, જેમણે ૧૮૬૦ના દાયકામાં વિવિધ સ્થળોએ રેલ્વે લાઇન નાખવાની શરૂઆત કરી હતી. આ લાઇન નાખવા પાછળનો હેતુ અમેરિકન આંતરયુદ્ધથી અમેરિકા-ઇંગ્લેન્ડ વચ્ચે કથળેલા વેપારનો ફાયદો ઉઠાવીને કપાસના પાકને ઇંગ્લેન્ડ નિકાસ કરવાનો હતો.

૧૮૮૭માં મહેસાણા, વિસનગર અને વડનગરનો રેલ્વે માર્ગનો પાયો નંખાયો હતો તેમજ ૧૮૮૮માં તે ખેરાલુ સુધી વિસ્તૃત કરાઇ હતી. ૧૯૦૯માં આ લાઇન તારંગા સુધી વિસ્તૃત થઇ હતી.[]

આ સ્ટેશન હાલમાં મહેસાણા-તારંગા હિલ માર્ગના ગેજ રૂપાંતરણ માટે બંધ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The Company and its Early History" (PDF). BB & CI Magazine: 6. 1923.
  2. Yagnik, Achyut (24 Aug 2005). Shaping Of Modern Gujarat. UK: Penguin. પૃષ્ઠ 344. ISBN 978-0144000388.