લખાણ પર જાઓ

વસુબહેન

વિકિપીડિયામાંથી
વસુબહેન
જન્મવસુબહેન રામપ્રસાદ ભટ્ટ
(1924-03-23)23 March 1924
બરોડા, બરોડા રાજ્ય (હાલમાં વડોદરા, ભારત)
મૃત્યુ13 December 2020(2020-12-13) (ઉંમર 96)
અમદાવાદ, ગુજરાત, ભારત
વ્યવસાય
  • નવલકથાકાર
  • વાર્તાકાર
ભાષાગુજરાતી
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનોપાંદડે પાંદડે મોતી

વસુબહેન અથવા વસુબહેન રામપ્રસાદ ભટ્ટ (૨૩ માર્ચ ૧૯૨૪ - ૧૩ ડિસેમ્બર ૨૦૨૦) એ ભારતના ગુજરાત રાજ્યના વાર્તા લેખિકા, નવકથાકાર અને અભિનેત્રી હતા.[]

વસુબહેનનો જન્મ ૨૩ માર્ચ ૧૯૨૪ ના દિવસે વડોદરામાં રામપ્રસાદ બાળકૃષ્ણ શાસ્ત્રી અને સરસ્વતી બહેન ને ઘેર થયો હતો. તેમના પિતા વડોદરા રાજવાડાના સયાજીરાવ ગાયકવાડ (તૃતીય)ના રાજનૈતિક સેક્રેટરી હતા. સાત ભાઈ બહેનોમાં તેઓ પાંચમું સંતાન હતા. તેઓ અમદાવાદના વતની હતા અને તેમનું મોસાળ ભરૂચ નજીક આવેલા આમોદ ગામમાં હતું. તેમણે પોતાનો શાલેય અભ્યાસ વડોદરામાં પૂર્ણ કર્યો. તેમણે એસ.એન.ડી.ટી. કોલેજમાંથી ગુજરાતી, માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિષયમાં ગૃહીત ગામા (બેકલર ઓફ આર્ટસની સમકક્ષ)ની પદવી મેળવી હતી. તેમણે શિક્ષણ વિષયમાં પણ સ્નાતકની પદવી મેળવી હતી. ઇ.સ. ૧૯૪૯ માં તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોમાં જોડાયા, ત્યાર બાદ તેમણે અમદાવાદ, રાજકોટ વડોદરા આકાશવાણીના નિર્દેશક પદે રહી ૧૯૮૨માં સેવા નિવૃત્ત થયા.

તેઓ જ્યુવેલીન વેલફેર બોર્ડ, અમદાવાદ અને ગુજરાત સ્ટેટ સોશિયલ વેલ્ફેર બોર્ડના સભાપતિ હતા. તેઓ ગુજરાત કેળવણી મંડળ અને ચિલ્ડ્રન એકેડેમીના પ્રમુખ પણ હતા. તેઓ "આનંદામ્" સંસ્થાના પ્રમુખ પણ રહ્યા.[][][][]

તેઓ મુખ્ય રૂપે વાર્તાકાર હતા. તેમણે વિદ્યાર્થી કાળ દરમ્યાન જ વાર્તા લેખન શરૂ કર્યું. "પરીક્ષા કે કર્કષા?" એ તેમની પ્રથમ વાર્તા હતી. "પાંદડે પાંદડે મોતી" એ તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ છે. ત્યાર બાદ "સર્સીજ" (૧૯૯૬), "દિવસે તારા રાત્રે વાદળ" (૧૯૬૮), "મનરાજ" (૧૯૭૩), "ઘડીક આષાઢ ઘડીક ફાગણ" (૧૯૮૦) અને "બે આંખની શરમ" (૧૯૯૬) એ તેમના ત્યાર બાદના વાર્તા સંગ્રહો છે. ""ઝકલ પીછોડી"(૧૯૫૯) એ એક સ્ત્રીના જીવન પર આધારીત તેમની નવલકથા છે. તેમની વાર્તઓનું હિંદી, અંગ્રેજી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં અનુવાદ થયો છે. [][]

પુરસ્કારો અને સન્માન

[ફેરફાર કરો]

તેમને ૧૯૭૮માં આકાશવાણી પરના કલાત્મક કાર્યક્રમ માટે દિલ્હી એવૉર્ડ મળ્યો હતો. તેમના વાર્તા સંગ્રહ " "પાંદડે પાંદડે મોતી" (૧૯૬૩) અને જીવન ચંરિત્ર "યુગાન્‌યુગ"ને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર મળ્યો છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Tevani, Shailesh (2003). C.C. Mehta. Sahitya Akademi. પૃષ્ઠ 84. ISBN 978-81-260-1676-1.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ [History of Modern Gujarati Literature – Modern and Postmodern Era]. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 251–252. ISBN 978-93-5108-247-7.
  3. Modi, Binit (23 March 2012). "વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામ". Binit Modi. મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-13.
  4. Ravi Bhushan (1995). Reference India: Biographical Notes on Men & Women of Achievement of Today & Tomorrow. Rifacimento Int. પૃષ્ઠ 372.
  5. Ajīta Kaura; Arpana Cour (1976). Directory of Indian Women Today, 1976. India International Publications. પૃષ્ઠ 191.
  6. "The Writers Workshop Handbook of Gujarati Literature: A-F". Google Books. 9 March 2017. મેળવેલ 13 April 2017.