વાઈડ એરિયા નેટવર્ક

વિકિપીડિયામાંથી

વાઈડ એરિયા નેટવર્ક (WAN) ખુબ જ મોટા વિસ્તારમાં ફેલાયલું હોય છે. આ પ્રકારના નેટવર્કો લાંબા અંતર સુધી ડેટાનું પ્રેષણ કરી આપે છે. WANનો વ્યાપ ખુબ જ મોટો એટલે કે, તેમાં દેશો, ખંડો કે પૂરા વિશ્વનો સમાવેશ થયેલો હોઈ શકે છે, WAN BackBone જેવું જટિલ પણ હોય શકે છે અને ડાયલ-અપ જોડાણની મદદથી જોડતા ઈન્ટરનેટ જેવું સરળ પણ હોય શકે. WANની જટિલતા (કે સરળતા) તેની જરૂરિયાત પ્રમાણે બદલાતી હોય છે. આજે, વ્યવસાયિક અને સરકારો પોતાના કાર્યાલયોને WAN તકનીકથી પોતાના મુખ્ય-મથક તેમજ બીજી શાખા સાથે જોડે છે. ઈન્ટરનેટ ને પણ WAN કહી શકાય કેમકે તે પણ આજે વ્યવસાયિકો, નાના મોટા કોર્પોરેટ સંસ્થાનો, સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓને સામાન્ય વ્યક્તિ સાથે જોડે છે સાથે તે પૂરા વિશ્વમાં ફેલાયેલ છે.

જુદા જુદા LANને જોડતું WAN (જોડાણ માટે અલગ અલગ તકનીકો જેવીકે, લીઝ્ડ લાઈન, VPN, ISDN લાઈન વિ. તકનીકોનો ઉપયોગ કરી શકાય.)

આંતરિક જોડાણ[ફેરફાર કરો]

બીજા નેટવર્કો (PAN, LAN, CAN અને MAN)ને ધ્યાનમાં રાખીને WANની વ્યાખ્યા કરીએતો, ઘણા MAN જોડાઈને WAN બને છે અને તેની અપ-લીંક (જેનાથી બે MANને એક બીજા સાથે જોડાઈ છે) WANની મુખ્ય લીંક કે backbone (કરોડરજ્જુ) ગણાય છે. જોડાણના આધારે WANને બે પ્રકારોમાં વહેચી શકાય છે : સ્વીચડ WAN અને પોઈન્ટ-ટુ-પોઈન્ટ WAN. સ્વીચડ WANમાં છેવાડાના LAN કે PAN જોડવા મોટેભાગે રાઉટરનો સમાવેશ કરાય છે. પોઈન્ટ-ટુ-પોઈન્ટ WAN સામાન્ય રીતે ઈન્ટરનેટ પ્રદાતા ટેલીફોન કે કેબલ ટીવીના કેબલની મદદથી ઘરના કમ્પ્યુટર કે નાની LANને ઈન્ટરનેટની મદદથી જોડવામાં આવે છે.

બે કે તેથી વધુ LAN કે MAN લીઝડ લાઈન, ISDN લાઈન કે VPNની મદદથી એકબીજા સાથે જોડાયેલા હોય શકે.

  • લીઝડ લાઈન : સરકીટ સ્વીચડ નેટવર્ક પર આધારિત લાઈન છે. આ લાઈનના પ્રદાતા મોટેભાગે પોતાનું ટેલીફોન નેટવર્ક ધરાવતા પ્રદાતા હોય છે જેમકે ભારતમાં BSNL, રિલાયન્સ કો., ટાટા કોમ્યુ. વિ. જેવી સંસ્થાઓએ પોતાનું સરકીટ-નેટવર્ક દેશમાં કે દેશની બહાર ફેલાવેલું છે. આવા પ્રદાતા જરૂરીયાત મુજબ (લીઝ્ડ લાઈનનો થ્રુપુટ તેની અંદરથી પસાર દરેક સેકન્ડે થતા ડેટાના ફલો પર આધારિત હોય છે) દેશના એક ભાગ થી બીજા ભાગમાં રહેલા બે અલગ LAN કે MANને જોડી આપે છે. અને જો કોઈ MAN દેશની બહાર હોય અને ISP નું નેટવર્ક ત્યાં ના હોયતો પ્રદાતા ત્યાના કોઈ પ્રદાતા સાથે કરાર કરી સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. એક લીઝ્ડ લાઈન માત્ર અને માત્ર એક જ વપરાશકર્તાને ફળવાયેલી હોવાથી તેના પર ડેટાનું વહન ખુબ જ સુરક્ષિત હોય છે. પણ જો જે તે એન્ડપોઈન્ટ (છેવાળાના LAN) વચ્ચે કોઈપણ જગ્યાએ લાઈનમાં ભંગાણ પડતા તે WANનું જોડાણ તૂટે છે. આવી લાઈનો ખુબ જ ખર્ચાળ હોય છે.

લીઝ્ડ લાઈનના બદલે તેનાથી ઓછી ખર્ચાળ સરકીટ સ્વીચીંગ કે પેકેટ સ્વીચીંગ જેવી પધ્ધતિનો ઉપયોગ WANમાં કરી શકાય છે. TCP/IP જેવા નેટવર્કિંગ પ્રોટોકોલો પરિવહન માટે અને કાર્ય સંબોધન માટે વપરાય છે. પેકેટ ઓવર SONET/SDH, MPLS, ATM અને Frame Relay જેવા પ્રોટોકોલો પણ ઘણીવાર WANમાં વપરાય છે. X.25 પ્રોટોકોલ એ શરૂઆતી WANનો જુનો અને અગત્યનો પ્રોટોકોલ હતો. તે આજે પણ ફ્રેમ-રીલે જેવા ઘણા પ્રોટોકોલના ગોડફાધર તરીકે ઓળખાય છે.

વાઈડ એરિયા નેટવર્ક માં થયેલા સૈદ્ધાંતિક સંશોધનો તેને ત્રણ ભાગ માં વહેચે છે : ગાણિતિક મોડેલ, નેટવર્ક હરીફાઈ અને નેટવર્ક સિમ્યુલેશન

WAN Optimization અને વાઈડ એરિયા ફાઈલ સર્વિસ ના ઉપયોગથી WANની કામગીરીમાં વધુ સુધારો લાવી શકાય છે.

WAN જોડાણના કેટલાક વિકલ્પો નીચે કોષ્ઠકમાં દર્શાવેલ છે [૧]

વિકલ્પ વર્ણન લાભો ગેરલાભ બેન્ડવિથ વિસ્તાર વપરાતા પ્રોટોકોલો
લીઝ્ડ લાઈન છેવાળાના કમ્પ્યુટર કે LAN વચ્ચે પોઈન્ટ-ટુ-પોઈન્ટ જોડાણ કરી આપે ખુબ જ સુરક્ષિત ખર્ચાળ PPP, HDLC, SDLC, HNAS
સરકીટ સ્વીચીંગ અંતિમ બિંદુ વચ્ચે સમર્પિત સરકીટ પથ બને છે. ઓછો ખર્ચાળ કોલ સેટઅપ ૨૮ – ૧૪૪ kbit/s PPP, ISDN
પેકેટ સ્વીચીંગ આ પદ્ધતિમાં ઉપકરણો શેર કરેલ એક પોઈન્ટ-ટુ-પોઈન્ટ કે પોઈન્ટ-ટુ-મલ્ટીપોઈન્ટ લીંક પર પેકેટો એક વાહક ઇન્ટરનેટવર્ક પર મોકલે છે. જે પેકેટોની લંબાઈ ચલ હોય તેવા પેકેટોને આભાસી સરકીટ (Virtual Cirtuit) : Permanent Virtual Cirtuit (PVC) કે Switched Virtual Circuit (SVC) પર મોકલાય છે. X.25, ફ્રેમ-રીલે
સેલ(કોષ) રીલે પેકેટ સ્વીચીંગની જેમ કાર્ય કરે છે, પણ તે ચલ લંબાઈ વાળા પેકેટ ના બદલે સમાન લંબાઈના પેકેટનો ઉપયોગ કરે છે. ડેટા નિયત લંબાઈના કોષમાં વહેચાયેલું છે અને તેને આભાસી સરકીટ પર પ્રસારિત કરી દેવાય છે. અવાજ અને ડેટા ને મોકલવા માટે ઉત્તમ નોંધપાત્ર ઓવરહેડ ATM

ATM જેવા જોડાણોમાં ડેટા પ્રેષણદર સામાન્ય રીતે ૧૨૦૦ Bit/S થી ૨૪ Mbit/S સુધીનો હોય શકે છે. લીઝ્ડ લાઈનમાં આ દર ૧૫૬ Mbit/S થી પણ વધી શકે છે. સામાન્ય રીતે WANમાં જોડાણ તરીકે વપરાતી લીન્કોમાં ટેલીફોન લાઈન, માઇક્રોવેવ લીંક અને સેટેલાઈટ લીંક નો સમાવેશ થાય છે. તાજેતરમાં થયેલ સસ્તા ઈન્ટરનેટ જોડાણને લીધે ઘણી કંપનીઓ આંતરિક જોડાણો (શાખા કે મુખ્ય કાર્યાલય) માટે VPN તરફ વળી છે.

નેશનલ એરિયા નેટવર્ક[ફેરફાર કરો]

કેટલાક દેશો રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ધરાવે છે. જેમકે, ઉતર કોરિયાનું Kwangmyong નેટવર્ક.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. McQuerry, Steve (November 19, 2003). 'CCNA Self-Study: Interconnecting Cisco Network Devices (ICND), Second Edition'. Cisco Press. ISBN 1-58705-142-7. CS1 maint: discouraged parameter (link)