લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

હોમ નેટવર્ક

વિકિપીડિયામાંથી

ઘરગથ્થું નેટવર્ક કે ઘરના વિસ્તારમાં ફેલાયેલ નેટવર્ક (Home Area Network - HAN) જે નિવાસી લોકલ એરિયા નેટવર્ક (LAN) છે જે ઘરમાં રહેલ ઉપયોગી ડીજીટલ ઉપકરણો જેવાકે પ્રિન્ટ ઉપકરણ, સ્માર્ટફોન, એક-બે કમ્પ્યુટર કે લેપટોપ, સીસીટીવી કેમેરા, ડોર-ફોન વિગેરેને જોડે છે. આ જોડાણનો હેતુ મોટેભાગે આ બધા ઉપકરણોને ઈન્ટરનેટ પહોચાડવાનું છે. મોટેભાગે ઘરમાં ઈન્ટરનેટ સેવા-પ્રદાતા તરફથી ક્યાંતો ફાઈબર-ઓપ્ટિક કેબલ દ્વારા કે કેબલ ઈન્ટરનેટ એકસેસ દ્વારા કે ડીજીટલ સબ્સ્ક્રાઈબ લાઈન(DSL) કે મોબાઈલ બ્રોડ-બેન્ડ તેવી તકનીકોથી પહોચાડેલ હોય છે. ઈન્ટરનેટ સેવા-પ્રદાતા દરેક ઘરદીઠ મોટેભાગે એક જ IP આપતો હોય છે એ તેના દ્વારા પ્રસ્થાપિત મોડેમ કે રાઉટર પર સ્થાપિત થયેલો હોય છે. આ રાઉટર કે મોડેમ નેટવર્ક એડ્રેસ ટ્રાન્સલેશન(NAT) કે પ્રોક્સી સર્વરની મદદથી નેટવર્કમાં રહેલ ઉપકરણોને ઈન્ટરનેટ પૂરું પાડે છે. આજે WIFI જેવા ઉપકરણો કેબલ વગર ઘરમાં રહેલા ઉપકરણો માટે ઈન્ટરનેટની જોગવાઈ કરી આપે છે.

ઘર જૂથ (Home Group)

[ફેરફાર કરો]

હોમ ગ્રુપ એ ઘરમાં રહેલા નેટવર્ક સક્ષમ ઉપકરણોમાં સ્ટોરેજ ડિસ્ક શેર (Shared Disk Access) જેવી વિશેષતા આપે છે. ઉપરાંત પ્રિન્ટ ઉપકરણ, સ્કેનર, બીજા કમ્પ્યુટરો કુટુંબના દરેક સભ્ય માટે ઉપલબ્ધ થાય છે. આ નેટવર્કિંગ પિયર-ટુ-પિયર વિતરણ નેટવર્કિંગ (કેન્દ્રસ્થ સર્વર વિના) પર આધારિત છે.

Windows HomeGroup એ માઈક્રોસોફ્ટ વિન્ડોસ ૭ ની નવી વિશેષતા છે જે નેટવર્ક પર ફાઈલ શેર કરવા માટે વાપરાય છે. બધા વપરાશકર્તાઓ(અહી કુટુંબના દરેક સભ્યો)( Guest યુઝર સિવાયના) હોમ-ગ્રુપ સાથે જોડાયેલ કમ્પ્યુટરોની શેર કરેલી ડીરેકટરીઓનો ઉપયોગ કરી શકે છે. કુટુંબના સભ્યો માટે લોગઓન વખતે પાસવર્ડની જરૂર પડતી નથી વળી જો કોઈ ફાઈલને સુરક્ષિત શેર કરવી હોયતો હંગામી પાસવર્ડનો ઉપયોગ કરી શકાય છે. []

ભૌતિક પ્રેષણ મીડિયા (Physical transmission media)

[ફેરફાર કરો]

હોમ નેટવર્ક વાયર કે વાયરલેશ તકનીકોનો ઉપયોગ કરે છે. વાયર નેટવર્કમાં મોટેભાગે કવચવાળા કે કવચ વિનાના ટ્વીસટેડ પૈર કેબલનો ઉપયોગ કરે છે જેમ કે, વર્ગ ૩ (Cat-3) થી લઈને વર્ગ-૬ (Cat-6) માંથી કોઈપણ હોઈ શકે. પરંતુ, આ માટે કો-એક્ષેલ કેબલ કે ઘરમાં વપરાતા ઈલેક્ટ્રીકલ વાયરોનો પણ ઉપયોગ થઇ શકે.

વાયરલેસ રેડીયો

[ફેરફાર કરો]

વાયરલેસ રેડીઓ સિગ્નલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરળતાથી હોમ-નેટવર્ક બનાવી શકાય છે. IEEE પ્રમાણે 802.11 નેટવર્ક કહેવાય. મોટેભાગેના વાયરલેસ ઉપકરણો 802.11b અને 802.11g હેઠળ ૨.૪ GHz તથા 802.11a હેઠળ 5GHz ના આવર્તન પર કાર્ય કરે છે. આજના નવા ઉપકરણો આ બંને રેડીઓ બેન્ડને સમાવતા ધોરણ 802.11n માં સમાવિષ્ઠ થાય છે. વાયરલેસ નેટવર્કનો ઉપયોગ ઘણા ઈલેક્ટ્રીકલ ઉપકરણોને જોડવા કે તેમને ઈન્ટરનેટ આપવા કે તેને વાયર-લેન સાથે જોડવા થાય છે. WiFi એ IEEE 802.11 તકનીકો માટે અનુપાલન અને માર્કેટિંગ માટેનું પ્રમાણપત્ર છે. []

(હાલનું) ઘરનું વાયરીંગ

[ફેરફાર કરો]

વાયરલેસ નેટવર્કિંગના વૈકલ્પિક તરીકે ઘરનું (ઈલેક્ટ્રીકલ, ટેલીફોન) વાયરીંગનો ઉપયોગ નેટવર્કના માધ્યમ તરીકે થઇ શકે છે.

વીજ લાઈન

[ફેરફાર કરો]

ITU-T G.hn અને IEEE Powerline જેવા ધોરણો, જે ઘરના વાયરીંગની મદદથી ઉંચી-સ્પીડ વાળું લોકલ એરિયા નેટવર્ક પૂરું પડે છે. આવું નેટવર્કિંગ સીધી રીતે IPTV મેળવવા માટે વપરાતી તકનીકનું ઉદાહરણ છે. અત્યારે IEEEએ આ દરખાસ્તને P1901 થી પસાર કરી છે. IEEE સતત P1901ને દબાણપૂર્વક સંપૂર્ણપણે તમામ ભાવિ ઉત્પાદનો કે ઘર નેટવર્કીંગ માટે બનાવવામાં આવે તે માટે એકમાત્ર માનક તરીકે વિશ્વભરમાં માન્યતા માટે કામ કરી રહ્યું છે.

ટેલીફોન વાયર

[ફેરફાર કરો]

કોએક્ષેલ વાયર

[ફેરફાર કરો]

નેટવર્ક ઉપકરણો

[ફેરફાર કરો]

હોમ નેટવર્કમાં નીચે મુજબના ઉપકરણોનો ઉપયોગ કરેલો હોઈ શકે છે.

સામાન્ય હોમ નેટવર્કનું ઉદાહરણ.

માળખાગત ઉપકરણો

[ફેરફાર કરો]
  • ઈન્ટરનેટ સેવાને ઉપલબ્ધ કરવા માટે મોડેમ (DSL મોડેમ જે ફોન લાઈનનો ઉપયોગ કરે છે કે કેબલ મોડેમ કે જે કેબલ ઈન્ટરનેટ જોડાણનો ઉપયોગ કરે છે.)
  • રેસિડેન્શિયલ ગેટવે – જેને બ્રોડબેન્ડ રાઉટર તરીકે ઓળખવામાં આવે છે. જે બ્રોડબેન્ડ રાઉટર અને બાકીના નેટવર્ક વચ્ચે રહેલ છે. આ ઉપકરણની મદદથી એકસાથે એકથી વધારે ઉપકરણોને ઈન્ટરનેટ સેવા જોડે જોડી શકાય છે. ઘણીવાર રેસિડેન્શિયલ ગેટવે, હબ/સ્વીચ, DSL મોડેમ અને વાયરલેસ એક્સેસ પોઈન્ટ બધા એક સાથે મળીને એક જ સાધનમાં સમાયેલા હોય છે.
  • વાયરલેસ એક્સેસ પોઈન્ટ, મોટેભાગે એક અલગ બોક્ષ તરીકે નેટવર્કમાં જોડાયેલો હોય છે જે વાયરલેસ ઉપકરણોને નેટવર્ક સાથે જોડે છે.

ક્લાયન્ટ ઉપકરણો

[ફેરફાર કરો]
  • એક કે એકથી વધુ PC, આમાં લેપટોપ, નોટબૂક અને ટેબ્લેટ PC નો સમાવેશ થાય છે.
  • મનોરંજક ઉપકરણો – DVD પ્લેયર, MP3 પ્લેયર, ગેમ મશીન, સ્ટીરીઓ સિસ્ટમ, વિ.
  • ઈન્ટરનેટ ફોન (VoIP)
  • WiFi સાથે જોડાયેલ સ્માર્ટ ફોન
  • નેટવર્ક બ્રીજ જે બે નેટવર્કોને એક બીજા સાથે જોડે છે અને મોટેભાગે વાયરવાળું ઉપકરણ આપે છે. દા.ત. XBox
  • નેટવર્ક હબ/સ્વીચ – જે એક થી વધારે ઈથરનેટ પોર્ટ ધરાવતું કેન્દ્રસ્થ ઉપકરણ છે જે નેટવર્કમાં રહેલા બધા વાયરવાળા નેટવર્ક ઉપકરણોને એક બીજા સાથે જોડે છે.
  • નેટવર્ક સાથે જોડાયેલ સંગ્રહક (NAS) – નેટવર્ક પર રહેલું આ ઉપકરણ ડેટાને સંગ્રહ કરવા વપરાય છે.
  • પ્રિન્ટ સર્વર – પ્રિન્ટર સાથે જોડેલા કમ્પ્યુટરને નેટવર્ક પર શેર કરીને પ્રિન્ટ સર્વર તરીકે ઉપયોગમાં લેવાય છે.

મોટેભાગના નેત્વર્કીંગ ઉપકરણો નેટવર્કમાંના PC કે લેપટોપથી રૂપરેખાંકિત થઇ શકે છે. દા.ત. DSL મોડેમ વેબક્લાયન્ટ થકી નેટવર્કમાં રહેલ કોઈ પણ એક કમ્પ્યુટરથી રૂપરેખાંકિત થઇ શકે છે. હોમ નેટવર્કિંગમાં નીચેના સાધનો પણ વપરાયેલા હોઈ શકે

  • ઈથરનેટ શ્રેણી ૫ કેબલ, શ્રેણી ૬ કેબલ – ૧૦ Mbit/S, ૧૦૦ Mbit/S, ૧Gbit/S કે ૧૦Gbit/S ની સ્પીડ મેળવવા.
  • Wi-Fi વાયરલેસ LAN જોડાણો – વાયરલેસના ધોરણો મુજબ તેની સ્પીડ ૪૫૦ Mbit/S સુધીની હોય શકે.
  • કો-એક્ષેલ કેબલ (TV એન્ટેના) – ૨૭૦ MBit/S ની સ્પીડ માટે
  • ઈલેક્ટ્રીકલ વાયરીંગ – ૧૪ Mbit/S થી લઈને ૨૦૦ Mbit/S સ્પીડ માટે
  • ફોન વાયરીંગ – ૧૮૦ Mbit/S સ્પીડ માટે
  • ફાઈબર ઓપ્ટિક – ખુબ જ જુજ વપરાય છે.
  • ઘરનું વાયરીંગ – ખુબ જ ઓછુ વપરાય છે.

હોમ કવરેજ

[ફેરફાર કરો]

પડકારો

[ફેરફાર કરો]

વાયરલેસ સિગ્નલની નુકશાની

[ફેરફાર કરો]

વાયરલેસ સિગ્નલની શક્તિ વધુ હોતી નથી તેથી તે પૂરા ઘરના વિસ્તાર કે ઘરના બધા ફ્લોર સુધી નેટવર્કને પહોચાડી શકતું નથી.  

વાયરની પાછળનો શોરબકોર

[ફેરફાર કરો]

ઘરના વાયરીંગ ને નેટવર્કના માધ્યમ તરીકે વાપરવું એક પડકાર છે જ ઉપરાંત ડેટા પ્રસારણ માટે ઈલેક્ટ્રીકલ ઓઉટલેટ નો ઉપયોગ શોરબકોરનો સામનો કરી કરવો તે પણ થોડું મહેનત માગી લે તેવું કામ છે. ઘરના વાયરીંગ માં થતા ઉપકરણોના ચાલુ બંધ થવાથી નેટવર્ક માધ્યમોમાં ડેટા ના અવર જવર ને નુકશાન થાય છે. ઈલેક્ટ્રીકલ ઉપકરણોથી થતા આવા ચંચુપાત પાછળ ઇલેક્ટ્રિક વાયરમાં રહેલો શોરબકોર જવાબદાર છે.

WiFiનું ગળતર

[ફેરફાર કરો]

લોકો પોતાના WiFi ઉપકરણોને તેની નિયત સીમાની બહાર વાપરવા માટે સાધનના આગ્રહણીય રૂપરેખાંકનની સલામતીને નીચી લાવે છે દા.ત. પાસવર્ડ સાદા સરળ રાખવા, પાસવર્ડ તરીકે ઘરના કોઈ સભ્યનું નામ અથવા ફોન નબર રાખવું વિ. ઉપરાંત WiFi ઉપકરણ વિશેની અજ્ઞાનતા સાધનની સલામતીમાં છીડા બનાવે છે જે સલામત નથી. દા.ત. WiFi સાથે જોડાણ કરવા કોઈપણ પ્રકારનું પ્રમાણીકરણ પૂછવું નહિ.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Greg Holden, Lawrence C. Miller, Home Networking Do-It-Yourself for Dummies, John Wiley and Sons, 2011.
  2. “Discover and Learn,” WiFi Alliance, http://www.wi-fi.org/discover_and_learn.php સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૪ ના રોજ વેબેક મશિન (accessed June 30, 2010).