વારસદાર
વારસદાર | |
---|---|
દિગ્દર્શક | મગનલાલ ઠક્કર |
લેખક | દામુ સાંગાણી |
નિર્માતા | લક્ષ્મીચંદ શાહ |
કલાકારો |
|
છબીકલા | ગોરધનભાઈ પટેલ |
સંપાદન | દલપતભાઈ ઠાકર |
સંગીત | અવિનાશ વ્યાસ |
નિર્માણ નિર્માણ સંસ્થા | શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શન |
રજૂઆત તારીખ | ૧૯૪૮ |
અવધિ | ૧૩૮ મિનિટ |
દેશ | ભારત |
વારસદાર એ ૧૯૪૮ની ભારતીય ગુજરાતી સામાજિક ફિલ્મ છે જેનું નિર્દેશન મગનલાલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ લક્ષ્મીચંદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં હરસુખ કિકાણી અને નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા. અવિનાશ વ્યાસ દ્વારા સંગીત આપવામાં આવેલું.
કથાનક
[ફેરફાર કરો]અમદાવાદના એક શ્રીમંત વેપારી બિહારીલાલ તેના બેરોજગાર ભત્રીજા વિનયને રાખી રહ્યા છે. વિનય નીલાને મળે છે. નીલાના કાકા, જયપ્રસાદ, જેમણે સટ્ટામાં પૈસા ગુમાવ્યા છે, તેઓ નિઃસંતાન બિહારીલાલને નીલા સાથે લગ્ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બિહારીલાલ સહમત નથી થતા. જ્યારે નીલાને તેના કાકાની યોજના ખબર પડે છે, ત્યારે તે વિનયને તેની સાથે લગ્ન કરવા કહે છે. જોકે, વિનય બિહારીલાલની મંજૂરી વિના આગળ વધવા માંગતો નથી, જેના કારણે નીલાને લાગે છે કે તે કાયર છે અને તે તેના પિતા સાથે જતી રહે છે.[૧]
વિનયની પરીક્ષા લેવા માટે બિહારીલાલ તેને ધંધો સોંપે છે અને ઘનશ્યામ દાદા નામ હેઠળ ગરીબોની સેવા કરવા માટે એક અજ્ઞાત સ્થળે ચાલ્યા જાય છે. ત્યાં તેઓ નીલા અને તેના ગરીબ પિતાને મળે છે. વિનય સફળતાપૂર્વક વ્યવસાયને વિકસાવે છે અને દાનકાર્યમાં પણ જોડાય છે. બિહારીલાલને વિનયની પ્રગતિ વિશે સમાચાર મળવાનું ચાલુ રહે છે. નીલાની શોધમાં વિનય લગ્નની જાહેરાત આપે છે. બિહારીલાલ જાહેરાત જુએ છે અને વિનયનું નીલા સાથે મિલન કરાવે છે.[૧]
કલાકારો
[ફેરફાર કરો]કલાકારો આ પ્રમાણે છે:[૧][૨][૩]
- વિનય તરીકે હરસુખ કિકાણી
- નીલા તરીકે નલિની જયવંત
- કુસુમ ઠાકર
- હસમુખ કુમાર
- સગુણા
- કમલેશ ઠાકર
- ભગવાન દાસ
- મિસ સાવરીયા
- બકુલેશ પંડિત
- કમલાકાંત
- તારાબાઈ
નિર્માણ
[ફેરફાર કરો]આ ફિલ્મનું નિર્દેશન મગનલાલ ઠક્કરે કર્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શનના નેજા હેઠળ આ ફિલ્મનું નિર્માણ લક્ષ્મીચંદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર વિસ્તારના લોકપ્રિય હાસ્ય નાટક કલાકાર હરસુખ કિકાણી અને બોલીવુડ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા.[૧] જયવંતની આ એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે.[૧] કથા દામુ સાંગાણીએ લખી હતી.[૧] ગોરધનભાઈ પટેલ છબીકાર હતા જ્યારે કનુ વ્યાસ કળાનિર્દેશક હતા. દલપતભાઈ ઠાકરે સંપાદક તરીકે સેવા આપી હતી.[૨] તે ૩૫ મીમીની ફિલ્મ પર શૂટ કરવામાં આવી હતી અને તે ૧૨૩૪૪ ફૂટ લાંબી હતી.[૪]
વિનય મહિલાના સેન્ડલને સૂંઘતો, મહિલા ગ્રાહકની સાડી ઉચકતો અને ત્યારબાદ તેને મહિલા દ્વારા માર પડતો દર્શાવતું એક દ્રશ્ય; સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની સૂચના પર હટાવવામાં આવ્યું હતું.[૫]
સંગીત
[ફેરફાર કરો]તમામ સંગીત અવિનાશ વ્યાસ દ્વારા રચવામાં આવ્યું છે.[૧]
વારસદાર | |||||
---|---|---|---|---|---|
સંગીત દ્વારા | |||||
રજૂઆત | ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮ | ||||
સ્ટુડિયો | શ્રી સૌરાષ્ટ્ર પ્રોડક્શન | ||||
શૈલી | ફિલ્મ સંગીત | ||||
ભાષા | ગુજરાતી | ||||
|
ના. | શીર્ષક | ગાયકો | લંબાઈ |
---|---|---|---|
૧. | "એક હતો રાજા ને એક હતી રાણી" | નલિની જયવંત, હરસુખ કિકાણી | ૩:૦૧ |
૨. | "આવ્યો હું બંગડીવાળો, રંગ રંગીલી બંગડીનો" | ગીતા દત્ત, નલિની જયવંત | ૩:૦૫ |
૩. | "હું શું કરું ? કોઈ કાળજું લઈ જાય છે" | નલિની જયવંત | ૩:૨૦ |
૪. | "આજ સખી ઉરસાગર આરે ઊતરતાં પાણી" | નલિની જયવંત | ૩:૦૮ |
૫. | "કડકા બાલીશ કરે બૂટ-પૉલિશ" | હરસુખ કિકાણી | ૩:૦૩ |
૬. | "તારે થાવું કયા મોરલાની ઢેલ?" | નલિની જયવંત | ૩:૧૧ |
૭. | "ઇશ્કની ગલીમાં હરદમ કદમ ના રાખો, પ્રીત કરી તો કરી જાણો" | ||
કુલ લંબાઈ: | ૧૮:૪૮ |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ રઘુવંશી, હરીશ. "વારસદાર (1948)". ગુજરાતી વિશ્વકોશ.
- ↑ ૨.૦ ૨.૧ "Varasdar". Moviebuff. મેળવેલ 2024-08-27.
- ↑ "Varasdar (1948) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. મેળવેલ 2024-08-27.
- ↑ "Varasdar Movie Duration: Film Length, Worldwide Release Date & Tech Specs". Cinestaan. મેળવેલ 2024-08-27.
- ↑ Das, Shruti (2019-06-21). "Cuts in the time of Victorian cinema". The Patriot (અંગ્રેજીમાં). મેળવેલ 2024-08-27.