વિકિપીડિયા:સ્ટબ
Appearance
સ્ટબ (stub) એ વિકિપીડિયામાં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.
સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યારે તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતી આપવો જ જોઇએ.
- "અમદાવાદ એ ગુજરાત રાજ્યનું શહેર છે."
આ એક યોગ્ય સ્ટબ નથી, જયારે
- "અમદાવાદ એ ગુજરાત રાજ્યનું સૌથી મોટું નગર છે. તે સાબરમતી નદીને કાંઠે આવેલું છે. ઔદ્યોગીક ક્ષેત્રે અમદાવાદ એક અરસા માં તેની મિલો માટે પ્રખ્યાત હતું. મહાત્મા ગાંધી એ આઝાદી ની ચળવળ વખતે અહિંયા ગાંધી આશ્રમની સ્થાપના કરી અમદાવાદને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમ માટે ઘનિષ્ઠ રીતે જોડી દીધુ હતું."
આ એક યોગ્ય સ્ટબ કહી શકાય.
સ્ટબ લેખોમાં {{સ્ટબ}} ઢાંચો ઉમેરવામાં આવે છે.
સ્ટબથી પણ નાના એવા લેખોને સબસ્ટબ કહેવાય છે અને તેમને વિકિપીડિયા પરથી દૂર કરવામાં આવી શકે છે, કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી. સબસ્ટબ લેખોમાં {{સબસ્ટબ}} ઢાંચો ઉમેરેલો હોય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- વિકિપીડિયા:સબસ્ટબ
- વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના - સંદર્ભો ઉમેરવાના સ્ત્રોતો મેળવવાનું સ્થળ.
- સ્ટબ અંગે અંગ્રેજીમાં વધુ માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |