લખાણ પર જાઓ

વિકિપીડિયા:સ્ટબ

વિકિપીડિયામાંથી
(વિકિપીડિયા:Stub થી અહીં વાળેલું)
આ સ્ટબને વિસ્તૃત કરવાની જરૂર છે.

સ્ટબ (stub) એ વિકિપીડિયામાં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે.

સ્ટબને તમે જ્ઞાનકોષના દરજ્જાનો લેખ ન કહી શકો, તે છતાં સ્ટબ વાચકોને વિષય અંગે અમુક પ્રારંભિક માહિતી આપી શકે છે, તે ઉપરાંત વાચકો જ્યારે સ્ટબ વાંચે છે ત્યારે તે વાંચીને તેમાં ઉમરો કરવાનું વિચારીને તેઓ પણ વિકિપીડિયાના વિકાસમાં પોતાનો ફાળો આપે છે. વિકિપીડિયામાં સ્ટબ લખતી વખતે એ ધ્યાન રાખો કે સ્ટબ કોઇ પણ વિષય અંગે થોડી તો માહીતી આપવો જ જોઇએ.

"અમદાવાદ એ ગુજરાત રાજ્યનું શહેર છે."

આ એક યોગ્ય સ્ટબ નથી, જયારે

"અમદાવાદગુજરાત રાજ્યનું સૌથી મોટું નગર છે. તે સાબરમતી નદીને કાંઠે આવેલું છે. ઔદ્યોગીક ક્ષેત્રે અમદાવાદ એક અરસા માં તેની મિલો માટે પ્રખ્યાત હતું. મહાત્મા ગાંધી એ આઝાદી ની ચળવળ વખતે અહિંયા ગાંધી આશ્રમની સ્થાપના કરી અમદાવાદને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમ માટે ઘનિષ્ઠ રીતે જોડી દીધુ હતું."

આ એક યોગ્ય સ્ટબ કહી શકાય.

સ્ટબ લેખોમાં {{સ્ટબ}} ઢાંચો ઉમેરવામાં આવે છે.

સ્ટબથી પણ નાના એવા લેખોને સબસ્ટબ કહેવાય છે અને તેમને વિકિપીડિયા પરથી દૂર કરવામાં આવી શકે છે, કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી. સબસ્ટબ લેખોમાં {{સબસ્ટબ}} ઢાંચો ઉમેરેલો હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]