વિનય પત્રિકા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિનય પત્રિકા (પ્રભુ રામને નમ્ર વિનંતિ)એ હિંદી અને વ્રજ ભાષામાં રચિત એક ભક્તિ કાવ્યોનો સંગ્રહ છે . આને રચના ૧૬મી સદીમાં ગો સ્વામી તુલસી દાસ((૧૫૩૨-૧૬૨૩)દ્વારા કરવામાં આવી. આ રચનામાં બિન્ન હિંદુ દેવતાઓની સ્તુતિઓ ખાસ કરીને પ્રભુ રામની સ્તુતિઓ સમાયેલી છે.. આત્યંતિક નમ્ર ભાવ એ આ રચનાઓની વિશિષ્ટતા છે.[૧]

વિનય પત્રિકા એ મધ્ય કાલિન સાહિત્ય અને ભક્તિ ચળવળની મહત્વની કૃતિ છે.


ઉદ્ગમ[ફેરફાર કરો]

સ્વામી યતીસ્વરનાનંદા એ વિનય પત્રિકાના ઉદ્ગમ વિષે એક રોચલ કથા કહી છે.

એક વખ એક ખૂની જાત્રા કરવા વારાણસી આવ્યો અને રડતાં રડતાં બોલ્યો: "રામના પ્રેમ માટે, મને એક ખૂનીને સંપત્તિ મળો." પોતાના પ્રિય એવા રામનુઁ નામ સાંભળી તુલસી દાસે તે ખૂનીને પોતાના ઘરમાં બોલાવ્યો તેને પવિત એવુઁ ભોજન પીરસ્યું અને ત્ને પવિત્ર જાહેર કર્યો. તે સમ્યના રુઢી ચુસ્ત બ્રાહ્મણોએ તુલસીદાસને પૂછ્યું કે ખૂની ના પાપ કેમ કરી માફ થયાં. તુલસી દાસે જવાબ આપ્યો: "તમારી પોતાની પોથીઓ વાંચો અને તે દિવ્ય નામની શક્તિ ને ઓળખો." બ્રાહ્મણો એટલાથી સંતુષ્ટ ના થયાં; તેમણે વધુ પુરાવા માંગ્યા. તેમણે એ વાત પર સહમતી બતાવી કે જો વિશ્વનાથ મંદિરનો પવિત્ર બળદ ( કે સાંઢ) જો આ ખૂની હાથથી ખાય તો તેના પાપ ધોવાયેલા મનાય. માણસને મંદિરમાં લઈ જવાયો અને તે બળદે ખૂની માણસના હાથે ખાધું. તુલસી દાસે જણાયું કે ખરેખરો પશ્ચ્યાતાપ પ્રભુ પણ સ્વીકારે છે. પણે તે સમયે નવી સમસ્યા આવી: કલી -દુષ્ટોના દેહરૂપ - એ તુલસી દાસને ખાઇ જવાની ધમકી આપી. તુલસી દાસે હનુમાનની પ્રાર્થના કરી, હનુમાન તુલસીદાસના સ્વપ્નામાં આવ્યાં અને શ્રી રામની વિનંતિ સ્તુતિ કરવા જણાવ્યું. અને આમ વિનય પત્રિકાનો ઉદ્ગમ થયો”[૨]

ભાષા[ફેરફાર કરો]

આ રકનાઓની ભાષા વ્રજ (સંદર્ભ આપો)ભાષા છે જે હિંદી ભાષાનો એક સ્થાનીય પેટા પ્રકાર છે.

માળખું[ફેરફાર કરો]

વિનય પત્રિકા એ કળિયુગની છ પ્રકરની વાસના ( કામ, ક્રોધ, લોભ, નશો, આકર્ષણ, અહંકાર) અને નવ પ્રકારના દુર્ગુણ (હિંસા, જુઠાણું, અભિમાન, અદેખાઇ, કજિયા, શંકા, ઇર્ષ્યા, દુશ્મનાવટ અને લાલચ) આદિ વિરુદ્ધ રક્ષણ માટેની વિનંતિ કરતી એક યાચિકાના સ્વરૂપમાં લખાયો છે. તેમાં જોકે યાચક એક માત્ર તુલસી દાસ જ છે પણ તે સમગ્ર માનવજાતનું પ્રતિનિધિત્વ કરે છે. આના નિર્ણાયક તરીકે પ્રભુ રામ , સીતા, લક્ષમણ, ભરત અને શત્રુઘ્ન છે.[૩]

આમાં અન્ય હિંદુ દ્વતાને સમર્પિત ભક્તિ ગીતો પણ છે, જેમકે ગણેશ, સૂર્ય, દેવી, ગંગા, હનુમાન, સીતા, રામ અને કાશી શહેર સુદ્ધાં. [૪] હવે આ પુસ્તક અંગ્રેજી (અનુવાદક: F. R. Allchin)સહિત ઘણી ભાષામાં અનુવાદિત થયું છે [૫]

વિનય પત્રિકાની પ્રચલિત સ્તુતિઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]