ભારતીય નાગરિકત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નવું પાનું : '''ભારતીય નાગરિકત્વ અને રાષ્ટ્રીયતા ધારો''' અને ભારતનું બંધારણ...
(કોઇ તફાવત નથી)

૧૮:૦૭, ૩ નવેમ્બર ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભારતીય નાગરિકત્વ અને રાષ્ટ્રીયતા ધારો અને ભારતનું બંધારણ આખા રાષ્ટ્ર માટેનું એક નાગરિકત્વ પ્રદાન કરે છે. બંધારણની શરૂઆતમાં નાકરિકતા માટેની દરખાસ્ત તેના ભાગ ૨, કલમ ૫થી ૧૧માં જોવા મળે છે. આનુષાંગિક ભારતીય કાયદો છે, નાગરિકત્વ ધારો ૧૯૫૫, જેમાં નાગરિકત્વ (સુધારો) ધારો ૧૯૮૬, નાગરિકત્વ (સુધારો) ધારો ૧૯૯૨, નાગરિકત્વ (સુધારો) ધારો ૨૦૦૩, અને નાગરિકત્વ (સુધારો) ધારો ૨૦૦૫ દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. નાગરિકત્વ (સુધારો) ધારા ૨૦૦૩ને ભારતના રાષ્ટ્રપતિની સહમતી ૭ જાન્યુઆરી ૨૦૦૪ને રોજ મળી અને તે અમલમાં ૩ ડિસેમ્બર ૨૦૦૪થી આવ્યો. નાગરિકત્વ (સુધારો) વટહુકમ ૨૦૦૫ ને The Citizenship (Amendment) વટહુકમ 2005 ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને ૨૮ જૂન ૨૦૦૫થી અસરમાં આવ્યો.

આ નવનિર્માણોને કારણે ભારતીય કાયદા સંહિતા jus sanguinis એટલે કે 'લોહીની સગાઈને કારણે નાગરિકતા'ના વિચારને અનુસરે છે નહી કે jus soli (દેશ/હદમાં જન્મ થવાને કારણે મળતી નાગરિકતા).