લખાણ પર જાઓ

વિશ્વનાથ ભટ્ટ

વિકિપીડિયામાંથી
વિશ્વનાથ ભટ્ટ

વિશ્વનાથ મગનલાલ ભટ્ટ (૧૮૯૮-૧૯૬૮) ગુજરાતી સાહિત્યના વિવેચક હતા. તેમનો જન્મ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ૨૦ માર્ચ ૧૮૯૮ના રોજ થયો હતો. ૧૯૧૬માં તેઓએ મૅટ્રિકની પરિક્ષા પાસ કરી ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ લીધો જ્યાંથી ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે વિનયનના સ્નાતકની પદવી મેળાવી. ૧૯૨૦-૨૬ દરમિયાન ઉમરેઠ, અમદાવાદ, ભરૂચ, આદિની શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૨૮-૨૯માં ગુજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશની કામગીરીમાં જોડાયા અને આગળ જતા ૧૯૨૯-૩૦માં ગોંડલ ભગવદ્ગોમંડળની કામગીરીમાં સામેલ થયા. તે પછીના દાયકામાં ફરી પાછી વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. પાછળથી અમદાવાદની એસ. એલ. યુ. કૉલેજ ફોર વિમેનમાં અને એલ. ડી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પણ રહ્યા[]. તેઓએ સાહિત્યમાં કરેલા યોગદાન માટે તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૮ની ૨૭મી નવેમ્બરે તેમનું અવસાન થયું.

‘સાહિત્યસમીક્ષા’ (૧૯૩૭), ‘વિવેચનમુકુર’ (૧૯૩૯), ‘નિકષરેખા’ (૧૯૪૫), ‘પૂજા અને પરીક્ષા’ (૧૯૬૨) એ વિવેચનસંગ્રહોમાંના ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘વિવેચકની સર્જકતા’, ‘વિવેચનની પવિત્રતા’ વગેરે લેખો માટે તેઓ જાણિતા છે. ‘સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય’, ‘શીલ અને સાહિત્ય’ વગેરે એમના સિદ્ધાંતચર્ચાના લેખો છે. ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘રાસતરંગિણી’, ‘નર્મદનું કાવ્યમંદિર’, વગેરે લેખો દ્વારા અનુક્રમે ગોવર્ધનરામ ત્રીપાઠી, બોટાદકર અને નર્મદ ઇત્યાદિના સર્જન ઉપર વિવેચનપૂર્ણ લેખો પણ તેમણે લખ્યા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વિશ્વનાથ ભટ્ટ". કર્તા પરિચય. ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૧૫-૦૫-૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડિઓ

[ફેરફાર કરો]