વીરસિંહ મોહનિયા
Appearance
વીરસિંહ મોહનિયા | |
---|---|
ગુજરાત વિધાનસભાના સભ્ય | |
પદ પર ૧૯૭૨ – ૧૯૭૫ | |
પુરોગામી | વીરસિંહ ભુલાભાઈ પસાયા |
બેઠક | લીમખેડા |
પદ પર ૧૯૭૫ – ૧૯૮૦ | |
અનુગામી | વીરસિંહ ભુલાભાઈ પસાયા |
અંગત વિગતો | |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન) |
સંતાનો | ત્રણ પુત્ર, છ પુત્રી |
નિવાસસ્થાન | ખીરખાઈ, લીમખેડા તાલુકો, દાહોદ જિલ્લો, ગુજરાત, ભારત |
વીરસિંહ ગંગજીભાઈ મોહનીયા એ ગુજરાત રાજ્યના ભારતીય રાજકારણી છે જેમણે ૧૯૭૨ થી ૧૯૮૦ સુધી લીમખેડાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી છે.
કારકિર્દી
[ફેરફાર કરો]ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન) ના ઉમેદવાર તરીકે, તેમણે ૧૯૭૨ અને ૧૯૭૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેમણે બે મુદત માટે લીમખેડાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી; ૧૯૭૨-૧૯૭૫ અને ૧૯૭૫-૧૯૮૦.[૧] [૨] [૩] [૪]
અંગત જીવન
[ફેરફાર કરો]મોહનીયા ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામમાં રહે છે. તે ગરીબીમાં જીવે છે અને ખેતમજૂરી કરે છે.[૧][૨] તેમને ત્રણ પુત્રો અને છ પુત્રીઓ છે. [૨] [૪] તેમની પાસે ૩ એકર બિનપિયત ખેતીની જમીન છે જ્યારે બાકીની પૂર્વજોની ખેતીની જમીન રેલવે દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.[૫] [૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "From power to poverty: These ex-MLAs in Gujarat have seen it all". The Times of India. 2022-11-09. ISSN 0971-8257. મેળવેલ 2023-05-23.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "ગરીબ નેતાની દર્દભરી કહાની, ગરીબો કરતા પણ બદતર હાલતમાં જીવે છે ગુજરાતના આ પૂર્વ ધારાસભ્ય". Zee News. મેળવેલ 2023-05-23.
- ↑ "મને પેન્શન ક્યારે મળશે? લીમખેડા તાલુકાના માજી ધારાસભ્ય વિરસિંહજી મોહનિયાની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી". TV9 Gujarati. 2022-12-09. મેળવેલ 2023-05-24.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "ભાસ્કર એક્સક્લૂસિવગરીબથી પણ બદતર જીવન જીવતા પૂર્વ ધારાસભ્ય:કોંગ્રેસના ધુરંધર નેતાને હરાવનાર ધારાસભ્યને ખાવાનાં પણ પડ્યાં ફાંફાં, દીકરાઓ ખેત મજૂરી કરવા મજબૂર બન્યા". Divya Bhaskar. 2022-11-01.
- ↑ "એ ભૂતપૂર્વ ધારાસભ્ય પાસે પૂરતાં કપડાં પણ ન હતાં". Divya Bhaskar. 2010-01-01.