વ્યોમકેશ બક્ષી

વિકિપીડિયામાંથી
ચિત્ર:Byomkesh book cover.jpg
વ્યોમકેશ બક્ષીની વાર્તાઓના સંગ્રહનું મુખપૃષ્ઠ, અંગ્રેજી અનુવાદટીવી સંસ્કરણનું એક દ્રશ્ય જેમાં રાજીત કપુર બક્ષી તરીકે ભૂમિકા ભજવી રહ્યાં છે.

વ્યોમકેશ બક્ષી બંગાળી સાહિત્યની જાસુસી નવલકથા છે જેની રચના શરદિંદુ બંદ્યોપાધ્યાયે કરી છે. વકીલમાંથી સાહિત્યકાર બનેલા બંદ્યોપાધ્યાય પર લેખક કોનન ડોઇલના શેરલોક હોમ્સ, અગાથા ક્રિસ્ટીના હરક્યુલ પોઇરટ અને જી.કે.ચેસ્ટરટનના ફાધર બ્રાઉનની ઘણી ઉંડી અસર હતી, સાથેજ એડગર એલન પો દ્વારા નિર્મિત અને સી.ઓગસ્ટે ડ્યુપિન સમાવિષ્ટ "ટેલ્સ ઓફ રૅશિઑસિનેશન" દ્વારા પણ પ્રભાવિત હતા. તેઓ એ બાબતે ચિંતિત હતા કે 1890 થી 1930 વચ્ચે રચાયેલા ભારતીય અને બંગાળી નવલકથાના જાસુસો ટકી રહેવામાં નિષ્ફળ ગયા હતા કારણ કે તેઓ પશ્ચિમી નવલકથા(અને ખાસ કરીને અંગ્રેજી)ના જાસૂસોની પ્રતિકૃતિ સમાન હતા. દિનેન્દ્ર કુમાર રેના રોબર્ટ બ્લેક, પંચકરી ડેના દેબેન્દ્ર બિજોય મિત્રા અથવા સ્વપન કુમારના દીપક ચેટર્જીની વાર્તાઓમાં તેઓ હંમેશા લંડન અથવા કોલકતાના રહેવાસી બતાવવામાં આવતા હતા જેને બ્રિટનની રાજધાની કે મુખ્ય શહેર ગણવામાં આવતાં હતાં. સંસ્થાનવાદ બાદ શરદિંદુ બંદ્યોપાધ્યાય 1932માં "પાથેર કાન્તા"માં 'ભદ્રલોક'(ભદ્ર પુરૂષ)વ્યોમકેશ બક્ષી અને અજિત બંદ્યોપાધ્યાય (વ્યોમકેશનો જોડીદાર અને વર્ણનકાર) લાવ્યા, અને તેમણે ઇન્ડિયન મેટ્રોપોલિસ - 1911 સુધી બ્રિટિશ ઇન્ડિયાની રાજધાની વિશે સંશોધન કરતા હોય તે રીતે લખવાનું શરૂ કર્યું જેનું સંપૂર્ણરીતે ભારતીયકરણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તે બાસુમતી નામના સામાયિકમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ વાર્તાઓ અને નવલકથાઓ જાડા પૂંઠાની આવૃત્તિમાં પ્રકાશિત થઇ હતી. તેમાં પ્રથમ હતી વ્યોમકેશ-અર ડાયરી. તેમાં, શરદિંદુએ વ્યોમકેશ પર 33 વાર્તાઓ લખી હતી અને તેમના મૃત્યુને કારણે આ પુસ્તક અધુરૂ રહ્યું હતું. વ્યોમકેશ બંગાળી સાહિત્યના લોકપ્રિય પાત્રોમાંનું એક છે, બીજા પાત્રોમાં સત્યજિત રેના ફેલુદા, સુનિલ ગંગોપાધ્યાયના કાકાબાબુ, પ્રેમેન્દ્ર મિત્રાના ઘનાદા અને નારાયણ ગંગોપાધ્યાયના તેનિદાનો સમાવેશ થાય છે.

વિકાસ[ફેરફાર કરો]

વ્યોમકેશના લેખોનું સંકલન સત્યાન્નેશીમાં થયું છે, જેમાં અજિત તેને પહેલીવાર મળે છે, અને તેને પહેલી વાર્તા ગણવામાં આવે છે, છતાં શરદિંદુ દ્વારા લખાયેલી તે પહેલી વાર્તા નથી. વ્યોમેશની પહેલી વાર્તા 1932માં લખાયેલી પોથેર કાન્તા છે, ત્યારબાદ તેજ વર્ષમાં શીમોન્તો હીરા લખાઇ હતી. ત્યારબાદ તેમણે વિચાર્યું કે વ્યોમકેશને કેન્દ્રમાં રાખીને વાર્તાઓની શૃંખલા લખવી તે એક સારો વિચાર છે. અને તેમણે નિયમિત વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. 1936 સુધીમાં તેમણે દસ વાર્તાઓ લખી હતી, આ બધીજ વાર્તાઓ ગુરૂદાસ ચેટર્જી એન્ડ સન્સ દ્વારા ત્રણ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે કદાચ વ્યોમકેશ લોકપ્રિયતા મેળવવામાં નિષ્ફળ રહ્યો છે તેથી તેમણે 15 વર્ષ સુધી વાર્તાઓ લખવાનું બંધ કરી દીધુ, તેમાં મોટાભાગનો સમય તેઓ મુંબઇમાં રહ્યા હતાં અને ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખતા હતા. તેઓ 1951માં ઘરે પાછા ફર્યા, તેમના કેટલાંક મિત્રોએ પૂછ્યું કે કેમ તેમણે વ્યોમકેશ વિશે લખવાનું બંધ કર્યું. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે તેમની વાર્તાઓ તેઓ વિચારતા હતા તેટલી બિનલોકપ્રિય નહોતી. તેથી તેમણે ફરી લખવાનું શરૂ કર્યું અને તેજ વર્ષમાં 15 વર્ષની પહેલી વ્યોમકેશની વાર્તા પ્રકાશિત થઇ-પિક્ચર ઇમપરફેક્ટ. ત્યારથી તેમણે 1970માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી વ્યોમકેશ વિશે લખવાનું ચાલુ રાખ્યું, તે દરમિયાન તેમણે 33 વાર્તાઓ લખી, તેમાંથી એક અધૂરી રહી ગઇ (બિશુપાલ બોધ).

અજિત સાથેની મુલાકાત[ફેરફાર કરો]

વ્યોમકેશ અજિતને પહેલીવાર સત્યાન્નેશી નામની વાર્તામાં મળ્યો હતો, શરૂઆતમાં તે પોતાની જાતને અતુલ મિત્રા તરીકે ઓળખાવતો હતો જેથી લોકો ત્યાં તેના ખરા ઇરાદા વિશે જાણી ન શકે. થોડા જટિલ પ્રસંગોની શૃંખલા બાદ તે અચાનક પોલીસ દ્વારા હત્યાના અપરાધમાં પકડાઇ જાય છે, છેવટે તે અપરાધીને ખુલ્લો પાડે છે, તે હત્યારો મેસનો માલિક પોતેજ હોય છે. પરિણામે મેસના સભ્યોને મેસ ખાલી કરવા દબાણ કરવામાં આવે છે, ત્યારે વ્યોમકેશ અજિતને હેરિસન રોડ પર આવેલી પોતાની મેસમાં લઇ જાય છે, ત્યાં તે તેને પોતાની સાથે રહેવા વિનવણી કરે છે, કહે છે કે છેલ્લા બે સપ્તાહથી તેની સાથે રહ્યા બાદ હવે તેના માટે એકલા રહેવું મુશ્કેલ છે. અજિત માની જાય છે અને ત્યારથી તે ત્યાં તેમના વફાદાર નોકર પુતીરામ સાથે રહે છે, અને અર્થમાનર્થમમાં વ્યોમકેશ સત્યવતી સાથે લગ્ન કરે છે તેથી તે પણ ત્યાં રહે છે.

પૂર્વજીવન[ફેરફાર કરો]

વ્યોમકેશના પૂર્વજીવન વિશે વધુ કંઇ જાણવા મળતું નથી. અજિતે અદિમ રીપુમાં ઉલ્લેખ કર્યો છે કે તેના પિતા સ્થાનિક શાળામાં ગણિતનાં શિક્ષક હતા. જ્યારે તેની માતા ધાર્મિક વાંચનમાં વ્યસ્ત રહેતી હતી. વ્યોમકેશની નાની ઊંમરમાં તે બન્ને ક્ષયના રોગથી મૃત્યુ પામ્યા હતા. તેના સંબંધીઓએ ક્યારેય તેને સાચવવાની કાળજી લીધી નહોતી, અને તેને પોતાની રીતે જીવવા છોડી દીધો હતો. તે યુનિવર્સિટી પાસેથી શિષ્યવૃત્તિ મેળવતો રહ્યો અને તે રીતે અભ્યાસ પૂર્ણ કર્યો. તેના સંબંધીઓ હજી જીવે છે પણ તેમની સાથે સંપર્ક રાખવામાં વ્યોમકેશને કોઇ રસ નથી.

અજિત સાથેનો સંબંધ[ફેરફાર કરો]

અજિત 33 માંથી પાંચ કેસનું વર્ણન કરે છે જેમાં વ્યોમકેશ મુખ્ય છે. આ બધી વાર્તાઓમાં તે વ્યોમકેશની પ્રવૃત્તિઓમાં તેની સાથે રહીને તેના સહાયકનું કામ કરે છે. મોટાભાગની વાર્તાઓ કોલકાતાને કેન્દ્રમાં રાખીને રચાયેલી છે, તેમાં કેટલીક અપવાદ છે જેમકે વ્યોમકેશ ઓ બરોદા, જેમાં તેઓ બિહારના મુંગેરમાં જાય છે, અથવા અમ્રિતેર મૃત્યુ, જેમાં તેઓ બાઘમારી જાય છે. શરદિંદુએ અજિતનું વર્ણન એક મહાનાયકની પ્રભા વધારનાર બિબાઢાળ પાત્ર તરીકે કર્યું છે, અને દરેક વાર્તાઓમાં વાંચકો જાણી શકે છે કે વ્યોમકેશ એકલા હાથે રહસ્યો ઉકેલે છે. અજિત વર્ણન કરે છે ત્યારે વિવિધ પ્રસંગોમાં તે પોતાની ટિપ્પણી રજૂ કરે છે, જેનાં કારણે વાર્તામાં રસપ્રદ અંતરદ્રષ્ટિ મળી રહે છે. અજિતના બુદ્ધિ ચાતુર્ય અને કુશળતા પર વ્યોમકેશના પ્રતિભાવ ઘણાં સારા છે – દુર્ગો રહોસ્યોમાં, જેમાં અજિત રહસ્ય પર પોતાની બુદ્ધિનો પ્રકાશ પાડે છે. તેને ઘણું આશ્ચર્ય થાય છે, જે તેને સ્વિકારવા મજબૂર કરે છે કે, "છેવટે તે ખરેખર તારી આવડતનો વિકાસ કર્યો." જોકે તે મકોરશર રોશમાં અજિતને પોતાની રીતે કેસ ઉકેલવાનો પ્રયત્ન કરવા દે છે, જોકે અજિતની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા કરતા પરિસ્થિતિને વશ થઇને તે પોતાની જાતને આ કેસથી દૂર રાખે છે, કારણ કે તે સમયે તે બીજા નકલી નોટોના મોટાપાયે થયેલા કેસને ઉકેલવામાં વ્યસ્ત હોય છે. જોકે, અજિત આ કેસ ઉકેલવા સક્ષમ નિવડતો નથી અને એક સમયે નિખાલસ પણે સૂચવે છે કે નંદાદુલાલબાબુએ કરોળીયાનું ઝેર પીધું છે. આ મૂર્ખામીભર્યા વિચાર પર વ્યોમકેશ ખુબ હસે છે, ખાસ કરીને તેની મનોવ્યથા પર, જોકે આ કેસને પોતાની રીતે ઉકેલ્યા બાદ વ્યોમકેશ તેના પરિવારને કહે છે કે આ કેસ અજિતે ઉકેલ્યો છે, પોતે અજિતને ફક્ત થોડી મદદ કરી છે.
ઘણીવાર વ્યોમકેશ અજિતને રહસ્ય ઉકેલવામાં કોઇ ભૂમિકા આપતોઃ પોથેર કાન્તામાં તેને અજિતને ન્યુ માર્કેટમાં અજ્ઞાત વેશમાં એક વ્યક્તિ પાસેથી પત્ર મેળવવાનું કામ સોંપ્યું હતું, પણ પાછળથી આપણને જાણવા મળે છે કે તે હંમેશા અજિતનો પીછો કરે છે. અમ્રિતેર મૃત્યુમાં તે બીજી બાબતોમાં વ્યસ્ત હોય છે ત્યારે અજિતને શકમંદ વ્યક્તિની પૂછપરછ કરવાનું કહે છે.

વ્યક્તિત્વ અને લક્ષણો[ફેરફાર કરો]

પોથેર કાન્તામાં, અજિત લખે છે કે વ્યોમકેશ ચતુર અને બુદ્ધિશાળી હોવા છતાં થોડો વિચિત્ર પણ છે. ઉદાહરણ તરીકે, તે માને છે કે સમાચારપત્રમાં સૌથી વધુ જોવાલાયક સમાચાર હેડલાઇન્સની નીચે નહી પણ જાહેરાતમાં છૂપાયેલા હોય છે. અજિત તે ખરીદવાની ના પાડી દે છે અને તેની મશ્કરી પણ કરે છે, પણ પાછળથી ખબર પડે છે કે વ્યોમકેશે જે કહ્યું તે આ વાર્તા પુરતુ તો સાચુ જ હતું. અજિત એમ પણ લખે છે કે વ્યોમકેશનો બાહ્ય દેખાવ સાવ સામાન્ય લાગે છે, પણ જો તેને અલગ કરવામાં આવે તો તે પોતાના કોચલામાંથી બહાર આવે છે અને ત્યારબાદ તેના શબ્દો અને ક્રિયાઓ એવા હોય છે જેના પર મદાર રાખી શકાય. તે પોતાની જાતને 'સત્યાન્નેશી'(સત્ય શોધનાર) ગણાવે છે, અને લોકો તેને જાસૂસ કહે તે તેને ગમતું નથી, કદાચ તે ખાનગી જાસૂસ સાથે સંકળાયેલા વ્યવસાયિકરણના નકારાત્મક અર્થથી દૂર રહેવા માંગે છે. અજિત દ્રઢતાપૂર્વક કહે છે કે વ્યોમકેશને આ ઉપનામ ગમતુ નથી, પણ તે સારી રીતે જાણે છે કે પોતે તેમાનો જ એક છે.
અમુક વાત અજિતને સમજાવવા તે ઘણીવાર ટાગોરનું અવતરણ મૂકે છે, પાછળથી વાર્તાઓમાં આપણને જાણવા મળે છે કે સુકુમાર રેની અબોલ ટબોલની મૂર્ખામીભરી કવિતાઓ પણ તેને ગમતી હતી. ધ વીલ ધેટ વેનિશ્ડમાં જાણવા મળે છે કે તે મહાભારત રસપૂર્વક વાંચતો હતો. કોઇ કેસનો અંત નજીક ન હોય ત્યાં સુધી તે કેસમાં ખરેખર શું ચાલી રહ્યું છે તે વિશે અજિતને ક્યારેય જણાવતો નથી(અમ્રિતેર મૃત્યુ તેમાં અપવાદ છે), પણ ઘણીવાર થોડા અણસાર આપતો રહે છે જે મોટાભાગના કેસમાં અજિતની જીજ્ઞાસા સંતોષવામાં નિષ્ફળ રહે છે. વ્યોમકેશને ચોરી કે હત્યાના કેસ ગમતા નથી કારણ કે તેમાં બુદ્ધિનો કોઇ ખાસ ઉપયોગ કરવાનો હોતો નથી, મોટાભાગનો સમય તે ઘરે રહે છે અને સમાચારપત્રો અને પોતાના વ્યક્તિગત પુસ્તકાલયમાં સમય પસાર કરે છે. તે માને છે કે બુદ્ધિશાળી અપરાધીઓ ઘણાં ઓછા હોય છે. કોઇ રહસ્ય ઉકેલતી વખતે તે ખૂબજ ઝડપથી તેના રૂમમાં ચાલે છે અને ઘણી બધી સિગરેટ પીવે છે. તે જાણે છે કે કોઇપણ કેસ ઉકેલવા માટે પોલીસની મદદ જરૂરી હોય છે, તેથી તે મોટાભાગના પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધ જાળવે છે. પણ જ્યારે તેનાથી ફાયદો થતો નથી, ઉદાહરણ તરીકે અર્થમાનર્થમમાં તેને લાગે છે કે અધિકારી તેને અનુકૂળ નથી ત્યારે વ્યોમકેશ સમગ્ર ઘટનાની માહિતી બહાર કાઢવા માટે તેની ખુશામત કરે છે.
તેણે અપરાધીને પકડી પોલીસને હવાલે કરવાનો હોય પણ વ્યોમકેશે ઘણીવાર આમ કરવાનું ટાળ્યું છે. અદિમ રીપુમાં તે હત્યારાને જવા દે છે, અને કહે છે કે અપરાધીઓને પણ રાષ્ટ્રની સ્વતંત્ર્યતાના શુભ અવસરે સ્વતંત્ર રહેવાનો હક્ક છે(આ વાર્તાનો સમયગાળો ભારતની સ્વતંત્રતાની ચળવળનો છેલ્લો તબક્કો ગણવામાં આવે છે) રોક્ટર દાગમાં, તે હત્યારાને નૈતિક આધાર પર જવા દે છે, અને દલીલ કરે છે કે કાયદાની નજરમાં તે કૃત્ય ભલે માન્ય ન હોય, પણ તે સારા હેતુથી કરવામાં આવ્યું હોવાથી તે માફીનો હકદાર છે. તે હેયાલીર છોન્દો અને અચિન પાખીમાં પણ આ વાતનું પુનરાવર્તન કરે છે.

તપાસની પદ્ધતિઓ[ફેરફાર કરો]

મોટાભાગની વાર્તાઓમાં આપણને જાણવા મળે છે કે સચોટ પુરાવો ઉપલબ્ધ ન હોય ત્યારે વ્યોમકેશ આંતરદ્રષ્ટિ અને અંતરજ્ઞાન પર આધાર રાખે છે. શરદિંદુ ક્યારેય અજિત દ્વારા પોતાને અભિવ્યક્ત નથી કરતા, જોકે શીમોન્ટો હીરામાં બડાઇખોર અને મોટાઇ બતાવતા સર દિગિન્દ્રાનારાયણ રોયનો ઉલ્લેખ કરતા કહે છે કે વ્યોમકેશ તેના દેખાવ પરથી તેની કુશળતાનું વિશ્લેષણ કરવાનો ઢોંગ કરે છે. અજિત એ વાત સાથે સહમત નથી થતો કે અંતરજ્ઞાન ભૌતિક પુરાવાની જગ્યા લઇ શકે છે, પણ વ્યોમકેશ કેસ ઉકેલે છે ત્યારે તે ચૂપચાપ તે વાતને માન્ય રાખે છે. બહન્ની પતંગામાં આપણે જોઇએ છીએ કે વ્યોમકેશ એક નજીવી વાતથી વ્યાકુળ બની જાય છે કે દુષ્યંત શકુંતલા તરફ ચોરી છૂપીથી ત્રાંસી નજરથી જુએ છે તેવા ચિત્રમાં કલાકાર શકુંતલાની આંખ વાદળી રંગથી રંગવાનું પસંદ કર્યું. ફક્ત આ વાતના આધારે, તે આખો કેસ બનાવે છે, જે પાછળથી આપણને એકદમ સચોટ જણાય છે. અચિન પાખીમાં પણ કદાચ તેના અંતરજ્ઞાનની કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે, તેમાં એક નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા વર્ણન કરવામાં આવેલા વણઉકેલાયેલા કેસ વિશે સાંભળીને તેને એવુ સમજાય છે કે ગુનેગાર બીજો કોઇ નહી પણ તેનું વર્ણન કરનાર પોતે જ છે. વ્યોમકેશ રોજની ઘટનાઓ અને વાતો પર ઝીણવટપૂર્વક ધ્યાન આપે છે, અને ઘણીવાર આપણને લાગે છે કે આ બધી વાતો રહસ્ય ઉકેલવા માટે મહત્વની હોય છે. તે પોતાના અસીલને પોતાના અનુભવો વર્ણવતી વખતે તેઓ જેટલુ યાદ રાખી શકે તે બધુજ કહેવા માટે પ્રોત્સાહન આપે છે, અને કહે છે કે કશુંજ તેના માટે ઓછા મહત્વનું હોય તેવું નથી. પોથેર કાન્તામાં, આ વાતને ધ્યાનમાં રાખીને અસીલ કહે છે કે તેના પર હૂમલો થયો તે પહેલા તે સાયકલની ઘંટડીનો અવાજ સાભળ્યો હતો. પાછળથી રહસ્ય ઉકેલતી વખતે આ વાત સૌથી વધુ મહત્વની કડી સાબિત થઇ હતી. અર્થમાનર્થમમાં, તે એકદમ સાચી ધારણા બાંધે છે કે સુકુમાર થિયેટરમાંથી રાત્રે બાર વાગે જ પાછો ફર્યો હતો.એવી વાર્તાઓ ઘણી ઓછી છે જેમાં કેસ ઉકેલવા માટે સચોટ પુરાવાઓની મદદ મેળવી શકાઇ હોય, જેમકે ચિરિયાખાના અને બેનિશંઘારમાં તેને પોલીસ પાસેથી સારી મદદ મેળવી શકે છે. ઘણીવાર આપણે જોઇએ છીએ કે અપરાધી કોણ છે તે પોતે જાણતો હોવાછતાં, જ્યારે તે આ કામ કરતો હોય બરાબર ત્યારે જ તેને પકડવાની પળની રાહ જુએ છે, જેમકે પોથેર કાન્તા, લોહાર બિસ્કીટ અને સજારૂર કાન્તામાં. વ્યોમકેશ બક્ષીની વાર્તાઓની સંપૂર્ણ ટીકાત્મક નિરીક્ષણ મેળવવા માટે માલદા કોલેજના આસિસટન્ટ પ્રોફેસર પિનાકી રોયનું ધ મેનિશિયન ઇન્વેસ્ટીગેટર્સઃ એ પોસ્ટકોલોનિયલ એન્ડ કલ્ચરલ રિરીડીંગ ઓફ શેરલોક હોલ્મ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી સ્ટોરીઝ જુઓ, તે સરૂપ બૂક્સ પબ્લિશર્સ દ્વારા 2008માં પ્રકાશિત કરવામાં આવ્યું છે (ISBN 978-81-7625-849-4).

કેટલીક બાબતો[ફેરફાર કરો]

ચિત્ર:Harrison street strand rd ( burra bazar ).jpg
હેરિસન રોડ અને સ્ટ્રાન્ડ રોડ ચોકડી1945. વ્યોમકેશ અને અજીતે મોટા ભાગના વર્ષો અહીંથી નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં ગાળ્યા હતા.
  • બ્રિટિશ રાજમાં કોલકાતાના રિત રિવાજો અને પ્રણાલીઓ પહેલાના પુસ્તકોમાં ઘણી સારી રીતે રજૂ થયા છે, તેમાં શેરીઓના નામથી લઇને દુકાનોના નામનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ વાત છે કે, હુગલી નદી પરના પુલનો ઉલ્લેખ વ્યોમકેશ દ્વારા પોથેર કાન્તા માં બે પોન્તૂર પુલ તરીકે કરવામાં આવ્યો છે. તે હાલના હાવરા પુલની પહેલા હતો, તેનું બાંધકામ નવલકથાની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઇ તેના ત્રણ વર્ષ પછી શરૂ થયું હતું.
  • શરદિંદુએ વ્યોમકેશ પર લખેલી પહેલી નવલકથા પોથેર કાન્તા છે, છતાં સત્યાનવેશી એવી નવલકથા છે જેમાં વ્યોમકેશનું પાત્ર પ્રસ્થાપિત થાય છે, વાંચકો તેને આ શૃંખલાની પહેલી વાર્તા ગણે છે.
  • વ્યોમકેશ ચેસ રમવાનું અજિત પાસેથી શીખે છે.
  • વ્યોમકેશના પિતા વ્યવસાયે ગણિતના શિક્ષક હતા.
  • વ્યોમકેશ સમાચારપત્રમાં વ્યક્તિગત જાહેરાતોને તે ખરેખર સમાચાર હોય તે રીતે વાંચે છે. પાથેર કાન્તા જેવી વાર્તાઓમાં, કેસની રજૂઆત થોડા અંશે સમાચારપત્રના વ્યક્તિગત જાહેરાતના વિભાગમાં કરવામાં આવે છે.
  • મોટાભાગની વાર્તાઓ અજિત દ્વારા લખવામાં આવે છે, છતાં વ્યોમકેશની વાર્તાઓના બીજા પુસ્તકમાં તે વ્યોમકેશ વિશે લખવાનું બંધ કરે છે.
  • સત્યજિત રે એ પોતાની પહેલી પ્રોફેસર શોન્કુ વાર્તાને બ્યોમજાત્તિર ડાયરી નામ આપ્યું હતું – આ નાટકનું ટાઇટલ વ્યોમકેશની પહેલી નવલકથા પરથી આપવામાં આવ્યું હતું.

વ્યોમકેશ બક્ષીની વાર્તાઓ[ફેરફાર કરો]

  1. સત્યાનવેશી
  2. પોથેર કાન્તા
  3. શીમન્તો-હીરા
  4. મારોકશર રોશ
  5. અર્થમોનોર્થોમ
  6. ચોરાબાલી
  7. અગ્નિબાન
  8. ઉપાસોનનઘાર
  9. રક્તોમુખી નીલા
  10. વ્યોમકેશ ઓ બોરોદા
  11. ચિત્રોચોર
  12. દુર્ગો રહસ્યો
  13. ચિરિયાખાના
  14. અદિમ શત્રુ
  15. બાન્હી-પતંગા
  16. રોક્તર દાગ
  17. મોનીમોન્ડોન
  18. અમ્રિતેર મૃત્યુ
  19. શૈલા રહસ્ય
  20. ઓચીન પાખી
  21. કોહેન કોબી કાલિદાસ
  22. અદ્રિશ્યો ત્રિકોન
  23. ખુન્જી ખુન્જી નારી
  24. અદ્રિતિયો
  25. મોગ્નોમૌનાક
  26. દુષ્ટોચોકરો
  27. હન્યેયાલિર છોન્ડો
  28. રૂમ નં. 2
  29. છોલોનર છોન્ડો
  30. શોજરૂર કાન્તા
  31. બેનિશોન્ઘર
  32. લોહાર બિસ્કિટ
  33. બિશુપાલ બોધ

ફિલ્મ અને ટીવીમાં રજૂઆત[ફેરફાર કરો]

  • સત્યજિત રે દ્વારા દિગ્દર્શિત અને સ્ટાર પ્રોડક્શન્સના હરેન્દ્રનાથ ભટ્ટાચાર્ય દ્વારા નિર્મિત ચિરિયાખાના અકા ધ ઝૂ(1967) તેના કેસની પહેલીવાર પડદા પર થયેલી રજૂઆત હતી.

તેમાં વ્યોમકેશ બક્ષીની ભૂમિકા ઉત્તમ કુમારે અને અજિતની ભૂમિકા શૈલેન મુખર્જીએ ભજવી હતી.

આ ફિલ્મના બધા કલાકારો પ્રવર્તમાન હતા. આ ફિલ્મમાં બક્ષી તરીકે ઉત્તમ કુમારને ઘણી સફળતા મળી હતી અને આ ભૂમિકા માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો અને શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સત્યજિત રેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

  • અભિનેત્રીમાંથી દિગ્દર્શક બનેલા મન્જુ ડે અને સ્ટાર પ્રોડક્શન દ્વારા નિર્મિત શજારૂર કાન્તા(1974) બક્ષી શ્રેણીની બીજી (અને છેલ્લી) ફિલ્મ હતી. ઉત્તમ કુમાર અને શૈલેન મુખર્જી તેમની ભૂમિકા ફરી તેમાં ભજવી હતી. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, તે પહેલી ફિલ્મ જેટલા દર્શકોને આકર્ષી શકી નહોતી.
  • બાસુ ચેટર્જી દ્વારા દિગ્દર્શિત વ્યોમકેશ બક્ષી(1993) આ શ્રેણીનું ટેલિવિઝનમાં થયેલુ રૂપાંતરણ માનવામાં આવે છે. તેમાં અભિનેતા રજિત કપૂરે વ્યોમકેશ બક્ષીની ભૂમિકા ભજવી હતી જેના માટે તેના ઘણાં વખાણ થયા હતા. તેમાં અજિતની ભૂમિકા કે.કે રૈના અને સત્યવતીની ભૂમિકા સુકન્યા કુલકર્ણી દ્વારા ભજવવામાં આવી હતી.તે આ પાત્ર ભજવનાર પહેલી અભિનેત્રી હતી. આ શ્રેણીમાં 54 કથાઓ હતી.
  • સ્વપન ઘોશાલ દ્વારા દિગ્દર્શિત વ્યોમકેશ બક્ષી(2004)આ શ્રેણીનું ટેલિવિઝન પર અપનાવાયેલુ બીજુ રૂપાંતરણ હતું તે પણ દૂરદર્શન પર બતાવવામાં આવી હતી. આ શ્રેણીને પણ સફળ રહી હતી. અભિનેતા સુદિપ મુખર્જીએ વ્યોમકેશ બક્ષીની ભૂમિકા દ્વારા અભિનયની શરૂઆત કરી હતી અને રજિત કપુરની જેમ ઘણી સફળતા મેળવી હતી. નવા અભિનેતા ઘોષે અજિતની ભૂમિકા ભજવી હતી અને દર્શકો પણ તેને સ્વીકારી હતી. સત્યવતીની ભૂમિકા મૈત્રેયી મિત્રાએ ભજવી હતી. હિન્દી શ્રેણીની જેમ આ શ્રેણીમાં પણ તે સમયના અભિનેતાઓનું જૂથ હતું.
  • સ્વપન ઘોશાલ દ્વારા દિગ્દર્શિત વ્યોમકેશ(2007) જેમણે તારા મ્યુઝિક(ખાનગી બંગાળી ચેનલ) સાથે મળીને દૂરદર્શન માટે પહેલાની શ્રેણીઓનું પણ દિગ્દર્શન કર્યું હતું. જેમાં અભિનેતા સપ્તર્ષિ રોયે બક્ષીની ભૂમિકા ભજવી હતી જ્યારે અજિત અને સત્યવતીની ભૂમિકા ઓછા જાણીતા અભિનેતાઓ દ્વારા ભજવાયી હતી. આ આવૃત્તિ તેના અનુગામી કરતા થોડી નીચેના સ્તરની હતી. આ શ્રેણીને સફળતા પણ નહોતી મળી. આ શ્રેણીની ડીવીડી મોઝરબેર દ્વારા ફરી બહાર પાડવામાં આવી હતી.
  • મગ્ન મૈનક (જેનું નિર્માણ ચાલી રહ્યું છે) સ્વપન ઘોશાલ દ્વારા દિગ્દર્શિત શ્રેણીનું આગામી બંગાળી ફિલ્મ રૂપાંતરણ છે તેમણે આ જાસૂસ પર બે બંગાળી ટીવી શ્રેણીનું પણ દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં કેટલાંક ટીવીના અભિનેતાઓ છે. ટીવી અભિનેતા સુવ્રજિત દત્તા બક્ષીની ભૂમિકા ભજવી રહ્યા છે. દિગ્દર્શક-નિર્માતાએ એવી જાહેરાત કરી હતી કે તેઓ વ્યોમકેશ પણ ઓછામાં ઓછી ત્રણ ફિલ્મો બનાવશે જેમાં બોન્હી પોતોંગો અને રોક્તેર દાગ જેવી વાર્તાઓનો પણ સમાવેશ થશે.
  • અદિમ રિપુ (જેનું નિર્માણ ચાલુ છે) વ્યોમકેશની આગામી બીજી ત્રણ ફિલ્મોનો હિસ્સો છે તેનું દિગ્દર્શન ગાયક, ગીતકાર, અભિનેતા, દિગ્દર્શક અંજન દત્તા અને નિર્માણ રેડ મોલોક્યુલ્સ દ્વારા થઇ રહ્યું છે. સંસ્થાનવાદ પહેલાના કોલકાતાની અનુભૂતિ લાવવા માટે આ ત્રણ ફિલ્મોનું શુટીંગ બ્લેક એન્ડ વ્હાઇટ(શ્યામ શ્વેત)માં થઇ રહ્યું છે. આ ફિલ્મ ડિસેમ્બર 2009માં બહાર પડવાની હતી. આ શ્રેણીમાં ત્યારબાદ બીજી બે વાર્તાઓ આવશે-ચિત્રચોર અને કોહેન કોબી કાલિદાસ. દત્તાની કેટલીક સફળ ફિલ્મોની જેમ આ ત્રણ ફિલ્મોમાં પણ કેટલાંક યુવાન અને ઓછા પ્રચલિત કલાકારો છે. અભિનેતા આબિર ચેટર્જી બક્ષીની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે ઉશાશી ચક્રબર્તી સત્યવતીની ભૂમિકા ભજવે છે. અજિતનું પાત્ર અનુભવી કલાકાર સાસ્વત ચેટર્જી ભજવી રહ્યા છે, પહેલા જાસૂસની ભૂમિકા ભજવવા માટે દત્તાએ તેમની પસંદગી કરી હતી. આ કલાકારે તોપસેની ભૂમિકા પણ ભજવેલી છે – જે બંગાલ ફેલુદાના બીજા એક મહાન જાસૂસનો યુવાન સહાયક હતો સાથે જ બક્ષો રહસ્ય (ફિલ્મ)(1996)માં સવ્યસાચી ચક્રબોર્તી સાથે અને ટીવીની ટૂંકી શ્રેણી ફેલુદા 30(1997-2001)માં ભૂમિકા ભજવી હતી.
  • દિગ્દર્શક શૈબલ મિત્રાએ 60ના દાયકામાં શજરૂર કાન્તાના હિન્દી ફિલ્મ રૂપાંતરણમાં બક્ષીની ભૂમિકા માટે નસિરૂદ્દીન શાહનો સંપર્ક કર્યો હતો.
  • બોલિવૂડના બંગાળી દિગ્દર્શકે વ્યોમકેશની છ વાર્તાઓના હિન્દી હક્ક મેળવવા વાટાઘાટો કરી છે, જેમાં અર્થમોનોર્થમનો સમાવેશ થાય છે. તેમ પ્રબિર ચક્રબર્તીના પત્નિ માલબિકાએ 21 ફેબ્રુઆરી, 2009માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું હતું જેમની પાસે બંધોપાધ્યાયની કૃત્તિઓ અંગે વાટાઘાટ કરવા માટેની આવશ્યક સત્તા છે.
  • ડાયરેક્ટર રિતુપર્ણો ઘોષે પણ જાહેરાત કરી હતી કે તેઓ રોઝ વેલીઝ મોશન પિક્ચર્સના નિર્માણ હેઠળ વ્યોમકેશ પર ત્રણ ફિલ્મો બનાવશે જેની શરૂઆત અર્થમાનર્થમથી થશે. આ શ્રેણીમાં પાત્રો તરીકે બક્ષીની ભૂમિકામાં પ્રોશેન્જિત, અજિત તરીકે તાપસ પૌલ અને સત્યવતી તરીકે પૌલી દામ હશે. પાછળથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો.

આ પણ જોશો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

[[Category:કોલકતાની સંસ્કૃતિ ]]