શકૂર તળાવ
શકૂર તળાવ | |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 24°13′08″N 69°04′52″E / 24.219°N 69.081°E |
સપાટી વિસ્તાર | 300 km2 (120 sq mi)[૧] |
શકૂર તળાવ ૩૦૦ ચોરસ કિમીમાં ફેલાયેલું અને ગુજરાત રાજ્યમાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર દક્ષિણ ખૂણામાં આવેલું તળાવ છે. તળાવનો ૯૦ ચોરસ કિમી વિસ્તાર પાકિસ્તાનમાં આવે છે, જ્યારે બાકીનો મોટાભાગનો વિસ્તાર ભારતમાં છે.
ભૌગોલિક અને પર્યાવરણની રીતે, શકૂર તળાવએ કચ્છના રણનો ભાગ છે અને મોટાં ઋતુકીય મીઠાનો વિસ્તાર છે. કચ્છના રણમાં પાણીનો સંગ્રહ અને મીઠું પકવવાની પદ્ધતિઓને કારણે સ્થાનિક પર્યાવરણ અને જીવસૃષ્ટિને ભારે નુકશાન પહોંચ્યું છે. જંગલ અને મેન્ગ્રૂવનો નાશ થઇ રહ્યો છે. શકૂર તળાવમાં મીઠું પકવવાની ક્રિયા અહીં મોટું નુકશાન પહોંચાડી રહી છે.[૨]
૨૦૧૦ના પાકિસ્તાનના પૂર દરમિયાન સિંધના પ્રાંત મંત્રી ઝુલ્ફિકાર મિર્ઝાએ લેફ્ટ બેંક આઉટફોલ ડ્રેઇન, બાડિનના પાણીને ઓછું કરવા માટે શકૂર તળાવમાં મીઠાંવાળું પાણી છોડીને ભારે નુકશાન પહોંચાડ્યું હતું અને આ ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો હતો.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "LBOD project in Southern Pakistan is a social and ecological disaster - 'People's Tribunals' of 2008 and 2007". South Asia Citizens Watch. 11 November 2008. મૂળ માંથી 2 એપ્રિલ 2019 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2019. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Environmental changes in Coastal Areas of Sindhi". Centre for Science and Environment (CSE). ૨ ડિસેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2015-09-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
- ↑ "LBOD Breach". મેળવેલ ૧ જાન્યુઆરી ૨૦૧૪.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પાકિસ્તાનના જૈવવિસ્તારો WWF
- "ઝળૂંબતી દૂર્ઘટના" સંગ્રહિત ૨૦૧૬-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન