લખાણ પર જાઓ

શચીન્દ્રનાથ સાન્યાલ

વિકિપીડિયામાંથી
શચીન્દ્રનાથ સાન્યાલ
સાન્યાલ
જન્મની વિગત(1890-04-03)3 April 1890
બનારસ, બનારસ રાજ્ય, બ્રિટિશ ભારત
મૃત્યુ7 February 1942(1942-02-07) (ઉંમર 51)
ગોરખપુર, સંયુક્ત પ્રાંત (૧૯૩૭–૫૦), બ્રિટિશ ભારત
વ્યવસાયક્રાંતિકારી
સંસ્થાઅનુશીલન સમિતિ, ગદર પક્ષ, હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન
નોંધપાત્ર કાર્ય
અ લાઇફ ઓફ કેપ્ટિવિટી (બંદી જીવન)
ચળવળભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ
ગુન્હાની સજાફાંસીની સજા
ગુન્હાકીય સ્થિતિજેલમાં બંધ

શચીન્દ્રનાથ સાન્યાલ (૩ એપ્રિલ ૧૮૯૦ - ૭ ફેબ્રુઆરી ૧૯૪૨) એક ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી (એચઆરએ)ના સહ-સ્થાપક હતા, જે ૧૯૨૮ પછી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન બન્યું હતું જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સામે સશસ્ત્ર વિરોધ કરવા માટે કરવામાં આવી હતી. તેઓ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓના માર્ગદર્શક હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

શચીન્દ્રનાથ સાન્યાલનાં માતા-પિતા બંગાળી બ્રાહ્મણો હતાં. [૧] તેમના પિતાનું નામ હરિ નાથ સાન્યાલ હતું અને માતા ખેરોદ વાસિની દેવી હતી. તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૯૦ના રોજ બનારસમાં, તે સમયે સંયુક્ત પ્રાન્તમાં થયો હતો અને તેમણે પ્રતિભા સાન્યાલ સાથે લગ્ન કર્યા હતા. સાન્યાલ દંપતિને એક પુત્ર હતો.

ક્રાંતિકારી કારકિર્દી

[ફેરફાર કરો]

સાન્યાલે ૧૯૧૩ માં પટનામાં અનુશિલન સમિતિની શાખાની સ્થાપના કરી હતી. [૨] ૧૯૧૨માં તત્કાલીન વાઇસરોય હાર્ડિંગ બંગાળના ભાગલાને નાબૂદ કર્યા બાદ રાજધાની નવી દિલ્હીમાં પ્રવેશ કરી રહ્યા હતા સાન્યાલે રાસબિહારી બોઝ સાથે મળીને વાઇસરોય હાર્ડિંગ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હાર્ડિંગેને ઈજા થઈ હતી અને લેડી હાર્ડિંગનું મોત નીપજ્યું હતું.

તેઓ ગદર ષડ્‌યંત્રની યોજનામાં વ્યાપકપણે સામેલ હતા, અને ફેબ્રુઆરી ૧૯૧૫માં તેનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.[સંદર્ભ આપો] તેઓ રાસબિહારી બોઝના નજીકના સહયોગી હતા. બોઝ જાપાન ચાલ્યા ગયા બાદ સાન્યાલને ભારતની ક્રાંતિકારી ચળવળના સૌથી વરિષ્ઠ નેતા માનવામાં આવતા હતા.

સાન્યાલને કાવતરામાં સામેલ થવા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેને આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા, જ્યાં તેણે બંદી જીવન (અ લાઇફ ઓફ કેપ્ટિવિટી, ૧૯૨૨) નામનું પુસ્તક લખ્યું હતું. થોડા સમય માટે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે તેમણે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખતાં તેમને પાછા જેલ મોકલવામાં આવ્યા. બનારસમાં તેમના પૂર્વજોના કૌટુંબિક ઘરને જપ્ત કરવામાં આવ્યું.[સંદર્ભ આપો]

૧૯૨૨માં અસહકારની ચળવળનો અંત આવ્યા બાદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ અને કેટલાક અન્ય ક્રાંતિકારીઓ જેઓ સ્વતંત્ર ભારત ઇચ્છતા હતા અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે બળપ્રયોગ કરવા તૈયાર હતા તેમણે ઓક્ટોબર ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનની સ્થાપના કરી. તેઓ એચઆરએના ઢંઢેરાના લેખક હતા, જેનું શીર્ષક હતું ધ રિવોલ્યુશનરી, જેનું વિતરણ ૧ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ ઉત્તર ભારતના મોટા શહેરોમાં કરવામાં આવ્યું હતું.

સાન્યાલને કાકોરી કાવતરામાં સામેલ થવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ ઓગસ્ટ ૧૯૩૭ માં નૈની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયેલા કાવતરાખોરોમાંના તેઓ એક હતા. આમ, સાન્યાલને બે વાર પોર્ટ બ્લેરની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા.[સંદર્ભ આપો] તેમને જેલમાં ક્ષય રોગનો ચેપ લાગ્યો હતો અને અંતિમ મહિનાઓ માટે તેને ગોરખપુર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

૭ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ તેમનું અવસાન થયું.

સાન્યાલ અને મહાત્મા ગાંધી ૧૯૨૦ થી ૧૯૨૪ ની વચ્ચે યંગ ઇન્ડીયામાં પ્રકાશિત પ્રસિદ્ધ ચર્ચામાં સામેલ હતા. સાન્યાલે ગાંધીજીના સાલસ અભિગમ સામે દલીલ કરી હતી.[સંદર્ભ આપો]

સન્યાલ તેમની દૃઢ હિંદુ માન્યતાઓ માટે જાણીતા હતા, જોકે તેમના મોટાભાગના અનુયાયીઓ માર્ક્સવાદી હતા અને તેથી તેઓ ધર્મના વિરોધી હતા. ભગતસિંહે તેમની પત્રિકામાં સાન્યાલની માન્યતાઓ હું નાસ્તિક કેમ છુંની ચર્ચા કરી હતી. જોગેશ ચંદ્ર ચેટર્જી સાન્યાલના નજીકના સાથી હતા. તેમને મૌલાના શૌકત અલી દ્વારા બંદૂકો પણ પૂરી પાડવામાં આવી હતી, જેઓ તે સમયે કોંગ્રેસ અને તેની અહિંસક પદ્ધતિઓના સમર્થક હતા પરંતુ અહિંસા માટે તેટલા ઉત્સાહી ન હતા જે તેમના સંગઠનના નેતા ગાંધીજી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના અન્ય અગ્રણી કૃષ્ણકાંત માલવિયાએ પણ તેમને હથિયારો પૂરા પાડ્યા હતા.[]

સાન્યાલે બ્રિટિશ-વિરોધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો, જેના પરિણામે બીજી વખત જેલની સજા થઈ હતી અને સરકારે તેની બનારસની મિલકત જપ્ત કરી હતી. ૭ ફેબ્રુઆરી ૧૯૪૨ના રોજ જેલમાં બીજી મુદત પૂરી કરતી વખતે ક્ષય રોગને કારણે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Mittal, S. K.; Habib, Irfan (June 1982). "The Congress and the Revolutionaries in the 1920s". Social Scientist. 10 (6): 20–37. doi:10.2307/3517065. JSTOR 3517065. (લવાજમ જરૂરી)

બાહ્ય કડી

[ફેરફાર કરો]