લખાણ પર જાઓ

શિરિષ પંચાલ

વિકિપીડિયામાંથી
શિરિષ પંચાલ
શિરિષ પંચાલ તેમના નિવાસસ્થાને, ડીસેમ્બર ૨૦૧૭
શિરિષ પંચાલ તેમના નિવાસસ્થાને, ડીસેમ્બર ૨૦૧૭
જન્મશિરિષ જગજીવનદાસ પંચાલ
(1943-03-07) 7 March 1943 (ઉંમર 81)
વડોદરા, બરોડા સ્ટેટ, બ્રિટિશ ભારત
વ્યવસાયવિવેચક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનોવાત આપણા વિવેચનની
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર
સહી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધકાવ્યવિવેચનની સમસ્યાઓ (૧૯૭૯)
માર્ગદર્શકસુરેશ જોષી
શૈક્ષણિક કાર્ય
શોધનિબંધ વિદ્યાર્થીઓશરીફા વીજળીવાળા

શિરિષ જગજીવનદાસ પંચાલ (જન્મ: ૭ માર્ચ ૧૯૪૩) ગુજરાતી ભાષાના વિવેચક અને સંપાદક છે.

તેમનો જન્મ વડોદરામાં થયો હતો. ૧૯૫૮માં એસ.એસ.સી. અને ૧૯૬૪માં મ.સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યા બાદ તેમણે ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. અને ૧૯૮૦માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બીલીમોરાની કૉલેજમાં અને ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી પાદરાની કૉલેજમાં અધ્યાપક રહ્યા હતા. ૧૯૮૦ થી તેઓ મ.સ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા છે.[]

ડૉ. સુમન શાહ સંપાદિત સાહિત્યસ્વરૂપ પરિચય શ્રેણી અંતર્ગત નવલકથા (૧૯૮૪) પર તેમણે લઘુપ્રબંધ લખ્યો હતો. કાવ્યવિવેચનની સમસ્યાઓ (૧૯૮૫) એમનો શોધનિબંધ છે. વૈદેહી (૧૯૮૮) એમની નવલકથા છે. જરા મોટેથી (૧૯૮૮) એમનો નિબંધસંગ્રહો છે. આ ઉપરાંત એમણે સુરેશ જોષીની વાર્તાઓનું સંપાદન માનીતીઅણમાનીતી (૧૯૮૨)માં સુરેશ જોષીના નિબંધોનું સંપાદન ભાવયામિ (૧૯૮૪)માં કર્યું છે. રૂપરચનાથી વિઘટન (૧૯૮૬) આધુનિકતાની વિભાવનાને નવેસરથી તપાસતો વિવેચનગ્રંથ છે.

સન્માન

[ફેરફાર કરો]

૨૦૦૯માં વાત આપણા વિવેચનની માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો,[] જેનો તેમણે અસ્વિકાર કર્યો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Śirīsha Pañcāla (૧૯૯૮). B.K. Thakore. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૬૦. ISBN 978-81-260-0373-0. મેળવેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "Poets dominate 2009 Sahitya Akademi Awards". Ahmedabad: The Hindu. ૨૪ ડિસેમ્બર ૨૦૦૯. મૂળ માંથી 2009-12-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-07.
  3. "'Will returning award help?'". Ahmedabad Mirror. 13 October 2015. મેળવેલ 15 February 2021.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]