શિવ મંદિર, બાવકા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાવકા શિવ મંદિર
Bawka.jpg
બાવકા શિવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનબાવકા, દાહોદ જિલ્લો, ગુજરાત
દેશભારત
શિવ મંદિર, બાવકા is located in ગુજરાત
શિવ મંદિર, બાવકા
ગુજરાતમાં બાવકા મંદિરનું સ્થાન
અક્ષાંસ-રેખાંશ22°45′08″N 74°12′05″E / 22.75221°N 74.20147°E / 22.75221; 74.20147
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમારુ ગુર્જર હિંદુ મંદિર સ્થાપત્ય
NHL તરીકે સમાવેશASI રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-77)

બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીકની એક નાની ટેકરી પર આવેલું છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

તેનું બાંધકામ સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ (બીજા)ના શાસનકાળ (૧૧૭૮-૧૨૪૦) દરમિયાન કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદ્ મધુસૂદન ઢાંકી તેને મિયાણીના નીલકંઠ મંદિર (સંવત ૧૨૬૦, ઇ.સ. ૧૨૦૪) પછીના સમયનું ગણાવે છે. પરંતુ અહીંથી મળી આવેલો એક શિલાલેખ સંવત ૧૨૯૦ (ઇ.સ. ૧૨૩૪)નો છે.[૨] સ્થાનિક દંતકથા અનુસાર આ મંદિર એક દેવદાસીએ એક જ રાતમાં બાંધ્યું હતું. મહમદ ગઝનીએ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાય વર્ષો સુધી આ મંદિર ઉપેક્ષિત રહ્યું હતું અને તેની ઘણી કલાકૃતિઓની ચોરી થઈ ગઈ હતી. આ મંદિર રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-77) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ વડે ૨૦૦૯માં તેનું સમારકામ કરાયું હતું.[૩]

સ્થાપત્ય[ફેરફાર કરો]

પૂર્વાભિમુખ એવું આ મંદિર પંચાયતન પ્રકારનું છે, જેમાં એક મુખ્ય મંદિર અને ચાર પેટામંદિરો તેની ચાર ઉપદિશામાં આવેલા હોય છે.

આ મંદિર તેના સમયગાળાનું શ્રેષ્ઠ મંદિર ગણાય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો તે ધરાવે છે પરંતુ તે મોટું કદ ધરાવે છે. મંદિરનો રંગમંડપ પણ ખંડિત અવસ્થામાં છે. શિખર પરની કોતરણી મિયાણીના મંદિર જેવી જ છે, જેથી તેનો સમય નક્કી કરવામાં મદદ થઇ હતી. તેની મૂર્તિઓ અને કોતરણીઓ પરથી પણ તેનો સમય નક્કી થયો છે. મંડપના નાના સ્થંભોની રચના સરળ છે. મંદિરની છત નાશ પામી છે.[૪][૨][૫] તૂટેલી છત અને મંડપના અવશેષો નજીકમાં વિખરાયેલા પડેલા છે.[૧][૬][૭]

મંદિરની બાહ્ય દિવાલો અને ગર્ભગૃહનું દ્વાર દેવી-દેવતાઓ અને અપ્સરાઓની કોતરણીઓ ધરાવે છે. તે મૂર્તિઓ મોટાભાગે ૬૪ x ૯૫ x ૩૬ સે.મી.નું માપ ધરાવે છે. તેમાં અનેક મૈથુન મૂર્તિઓ છે, જેથી તેને ગુજરાતનાં ખજૂરાહોનું ઉપનામ મળ્યું છે.[૧][૮][૯]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Anjali H. Desai (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. p. ૧૮૪. ISBN 978-0-9789517-0-2. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Puratan. ૬-૭. Department of Archaeology and Museums, Madhya Pradesh. ૧૯૮૯. pp. ૬૬–૭૧. Check date values in: |year= (મદદ)
  3. Pandya, Hitarth (૭ જૂન ૨૦૦૯). "After years of neglect, Shiva temple in Dahod to get a facelift". The Indian Express (અંગ્રેજી માં). Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. Dhaky, Madhusudan A. (૧૯૬૧). Deva, Krishna, સંપા. "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. ભોપાલ: Madhya Pradesh Itihas Parishad. : ૬૫. Check date values in: |year= (મદદ)
  5. Gujarat (India) (૧૯૭૨). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. pp. ૯૧, ૭૫૮. Check date values in: |year= (મદદ)
  6. Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. p. ૧૭૩. Check date values in: |year= (મદદ)
  7. "ઊગતા સૂર્યના પ્રદેશ દાહોદના તેજસ્વી તાલુકાઓની વિશેષતા". Sadhana Weekly. ૧૧ માર્ચ ૨૦૧૬. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)
  8. "દાહોદ પાસે આવેલ બાવકાનું શિવ પંચાયત મંદિર એટલે 'ગુજરાતનું ખજૂરાહોનું મંદિર'". દિવ્ય ભાસ્કર. ૮ જૂન ૨૦૧૫. the original માંથી ૭ જૂન ૨૦૧૫ પર સંગ્રહિત. Retrieved ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
  9. Sharma, Preeti (2015). "Gendering of Art through Religious Symbolism: Mapping Depictions of Feminine Sexuality in Hindu Temple Architecture". Studies in Humanities and Social Sciences. 18.1 & 2. Check date values in: |year= (મદદ)