લખાણ પર જાઓ

બાવકા (તા. દાહોદ)

વિકિપીડિયામાંથી
બાવકા
—  ગામ  —
બાવકા શિવ મંદિર
બાવકા શિવ મંદિર
બાવકાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°46′03″N 74°11′19″E / 22.767574°N 74.188645°E / 22.767574; 74.188645
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
તાલુકો દાહોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, ઘઉં, ડાંગર, મગ
શાકભાજી

બાવકા (તા. દાહોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા દાહોદ તાલુકામાં આવેલું એક ગામ છે. બાવકા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર, મગ, અડદ, ચણા, કપાસ, દિવેલી, અન્ય કઠોળ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જોવા લાયક સ્થળો

[ફેરફાર કરો]

આ ગામમાં એક પ્રાચિન શિવાલય આવેલું છે જે સોલંકી કાળનું એટલે કે આશરે દશમી સદીનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરમાં મૈથુનશિલ્પોની વિપુલતાને કારણે તેને ગુજરાતનું ખજુરાહો પણ કહેવામાં આવે છે[]. આ મંદિર (N-GJ-77)ને ભારતનાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરેલ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Bhaskar News, Dahod (૮ જૂન ૨૦૧૫). "દાહોદ પાસે આવેલ બાવકાનું શિવ પંચાયત મંદિર એટલે 'ગુજરાતનું ખજૂરાહોનું મંદિર'". વર્તમાનપત્ર. દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૦૭ જૂન ૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૦૭ જૂન ૨૦૧૫. Check date values in: |access-date= and |archive-date= (મદદ)