શૃંગેરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
શૃંગેરી
ಶೃಂಗೇರಿ
મંદિરોનું નગર
શૃંગેરીમાં આવેલું શ્રી વિદ્યાશંકર મંદિર (ઇસ. ૧૩૪૨)
શૃંગેરીમાં આવેલું શ્રી વિદ્યાશંકર મંદિર (ઇસ. ૧૩૪૨)
શૃંગેરી is located in Karnataka
શૃંગેરી
શૃંગેરી
શૃંગેરી
Coordinates: 13°25′N 75°15′E / 13.42°N 75.25°E / 13.42; 75.25Coordinates: 13°25′N 75°15′E / 13.42°N 75.25°E / 13.42; 75.25
દેશ ભારત
રાજ્યકર્ણાટક
જીલ્લોચિકમંગલૂર
પ્રદેશમાલેનાડુ
ઉંચાઇ૬૭૨
વસ્તી (૨૦૦૧)
 • કુલ૪,૨૫૩
ભાષાઓ
 • અધિકૃતકન્નડ
 • સ્થાનિકકન્નડ
ભાષાઓ
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+5:30)
પીન કોડ૫૭૭૧૩૯
એસ.ટી.ડી. કોડ૦૮૨૬૫
વાહન નોંધણીKA-18

શૃંગેરી (હિંદી મિશ્રિત ઉચ્ચારમાં શ્રીંગેરી) ભારતનાં કર્ણાટક રાજ્યના ચિકમંગલૂર જિલ્લામાં આવેલું એક નગર અને શૃંગેરી તાલુકાનું વહીવટીમથક છે. શૃંગેરી તુંગ નદીને કિનારે વસેલું છે અને અહિં આદિ શંકરાચાર્યએ ૮મી સદીમાં સૌથી પહેલા સ્થાપેલો શૃંગેરીમઠ આવેલો છે. અહિં ૭૦૦ વર્ષ પહેલા બંધાએલું ઐતિહાસિક મંદિર પણ આવેલું છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

શૃંગેરી નામ તેની નજીકમાં આવેલા ઋષ્યશૃંગગીરી પર્વતો પરથી પડ્યું હશે તેમ માનવામાં આવે છે. વિભાંડક ઋષિ અને અપ્સરા ઉર્વશીના પુત્ર, કશ્યપ કુળના શૃંગ કે ઋષ્યશૃંગના નામ પરથી આ પર્વતોનું નામ પડ્યું છે અને આમ કહી શકાય કે આ ગામનું નામ પણ ઋષ્યશૃંગના નામ પરથી પડ્યું છે. રામાયણના બાલકાંડમાં વિભાંડક ઋષિ અને તેમના પુત્ર ઋષ્યશૃંગની વાત આવે છે, જ્યાં તેણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં કેવી રીતે વરસાદ વરસાવ્યો હતો તેની કથા છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "The legend of Rishyasringa" (અંગ્રેજી માં). શૃંગેરી શારદા પીઠ. Retrieved ૦૭ નવેમ્બર ૨૦૦૬. Unknown parameter |trans_title= ignored (મદદ); Check date values in: |accessdate= (મદદ)