શ્રેણીની ચર્ચા:તીર્થસ્થલ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રેણીનું નામ તીર્થસ્થળ હોવું જોઇએ. બદલવા માટે વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૨:૩૨, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

"તીર્થસ્થળ" બોલાતું ભલે હોય પરંતુ ગુજરાતીમાં "તીર્થસ્થલ" તત્‌સમ શબ્દ (સંસ્કૃતમાંથી આવેલો) છે, જે ’યાત્રાનું પવિત્ર ધામ’ એ અર્થમાં વપરાય છે. (સંદર્ભ : ભગોમં) અને "તીર્થસ્થળ" શબ્દ લેક્ષિકોન કે ભગોમં બંન્નેમાં મળતો નથી (સં : ભગોમં) મૂળમાં તો "તિર્થ" શબ્દનો અર્થ જ ’યાત્રાનું સ્થાન કે પવિત્ર સ્થાન’ એવું થાય છે એટલે પાછળ સ્થલ કે સ્થળ લગાડવું જરૂરી નહિ, છતાં યાત્રાનાં પવિત્ર ધામના અર્થમાં શબ્દકોષમાં આપેલા અધિકૃત શબ્દને આપણે વળગી રહીએ. આ સ્થળ-સ્થલ જેવા કમળ-કમલ, જળ-જલ, ફળ-ફલ, એમ ઘણા શબ્દો મળશે, જેમાં ’લ’ વાળા શબ્દો મોટાભાગે મૂળ સંસ્કૃત શબ્દો હશે. ચાલો આ બહાને આપણને આપણી ભાષાનું કેટકેટલું જ્ઞાન પાકું થાય છે ! જણાવતા રહેશો. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૦૨, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઇ આટલું ઉમદા જ્ઞાન આપવા બદલ. આવુ ને આવુ જ્ઞાન આપતા રહેજો. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૨૪, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ગુજરાતીમાં સ્થળ શબ્દ વધુ યોગ્ય લાગે છે.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૩:૧૩, ૧૪ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]