સંઘર્ષ

વિકિપીડિયામાંથી

સંઘર્ષ એટલે કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ.[૧] સંઘર્ષ એવી પ્રક્રિયાત્મક પરિસ્થિતિ છે કે જેમાં બે અથવા તેથી વધુ વ્યક્તિઓ કે સમૂહો પરસ્પરના હેતુઓને નિષ્ફળ બનાવવાના તથા પરસ્પરનાં હિતોની પરિપૂર્તિને અવરોધવા-અટકાવવા સક્રિય પ્રયત્ન કરે છે, અને તેમાં તેઓ પ્રતિસ્પર્ધીને ઘાયલ કરવાની કે તેનો નાશ કરવાની હદ સુધી પણ જઈ શકે છે.[૨]

સંઘર્ષ બે વ્યક્તિઓ વચ્ચે, બે જૂથો વચ્ચે, બે પ્રદેશો વચ્ચે, બે વિચારસરણીઓ વચ્ચે, બે આંતરિક કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો વચ્ચે હોઈ શકે. સંઘર્ષની અસરો તેના પ્રકાર પર આધારિત છે. જ્યા સુધી કોઈ સંઘર્ષ સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમતો નથી ત્યાં સુધી તેની અસર મર્યાદિત પ્રમાણમાં રહે છે. જ્યારે કોઈ વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમે છે ત્યારે તેની રાજકીય, આર્થિક અને સામાજિક અસરો વધુ વ્યાપક બનતી હોય છે. વ્યક્તિગત સંઘર્ષ કરતાં જૂથો વચ્ચેનો સંઘર્ષ, જૂથો વચ્ચેનો સંઘર્ષ કરતાં પ્રદેશો વચ્ચેનો સંઘર્ષ અને પ્રદેશો વચ્ચેનો સંઘર્ષ કરતાં રાષ્ટ્રો વચ્ચેનો સંઘર્ષ સાપેક્ષ રીતે વધુ ખતરનાક હોય છે, અને જો તેનું સમયસર નિવારણ ન કરવામાં આવે તો તેમનો વ્યાપ પણ સતત વધતો જાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ મૂળે, બાળકૃષ્ણ માધવરાવ (જાન્યુઆરી ૨૦૦૭). "સંઘર્ષ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૨ (સ – સા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૯૭–૫૯૮. OCLC 213511854.
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૬૬–૧૬૭. ISBN 978-93-85344-46-6.