લખાણ પર જાઓ

સઈબાઈ ભોંસલે

વિકિપીડિયામાંથી

મહારાણી સઈબાઈ ભોસલે (લગ્ન પૂર્વે નિમ્બાલકર) ( c. 1633 [૧] – 5 સપ્ટેમ્બર 1659) મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીની પ્રથમ અને મુખ્ય પત્ની હતા. તેઓ તેમના પતિના અનુગામી, છત્રપતિ સંભાજીના માતા હતા.

કુટુંબ

[ફેરફાર કરો]

સઈબાઈ તે સમયના એક અગ્રણી એવા નિમ્બાલકર પરિવારના સભ્ય હતા. આ કુટુંબના સભ્યો પવાર વંશના સમયથી ફલટણના શાસક હતા.[સંદર્ભ આપો] અને દક્ષિણી સલતનતો અને મુઘલ સામ્રાજ્યને સેવા આપતા હતા. તેઓ ફલટણના પંદરમા રાજા મુધોજીરાવ નાઈક નિમ્બાલકરની પુત્રી અને સોળમા રાજા બજાજી રાવ નાઈક નિમ્બાલકરના બહેન હતા.[૨] સાઈબાઈના માતા રૂબાઈ શિર્કે પરિવારના હતા.

રાણી સઈબાઈ અને શિવાજી મહારાજના લગ્ન ૧૬ મે ૧૬૪૦ના દિવસે લાલ મહેલ, પુના ખાતે બાળપણમાં જ થયા હતા.[૩] [૪] આ લગ્ન તેમની માતા જીજાબાઈ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા; પરંતુ આ લગ્નમાં તેમના પિતા, શાહજી કે તેમના ભાઈઓ, સંભાજી અને એકોજીએ હાજર રહી શક્યા. આથી શાહજીએ ટૂંક સમયમાં તેમની નવી પુત્રવધૂ, પુત્ર અને તેમની માતા જીજાબાઈને બેંગ્લુરુ બોલાવ્યા, જ્યાં તેઓ તેમની બીજી પત્ની તુકાબાઈ સાથે રહેતા હતા. [૫] શાહજીએ બેંગલુરુમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. [૬]

રાણી સઈબાઈ અને શિવાજી રાજે એકબીજા સાથે ખૂબ નિકટ સંબંધ ધરાવતા હતા. સઈબાઈ એક સમજદાર સ્ત્રી અને વફાદાર પત્ની હોવાનું કહેવાય છે. [૭] તેઓ એક સુંદર, સારા સ્વભાવની પ્રેમાળ સ્ત્રી હતી. તેમને સૌમ્ય અને નિઃસ્વાર્થ વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવે છે. [૮]

તેમના તમામ ગુણો, જોકે, શિવાજીની બીજી પત્ની, સોયરાબાઈ તદ્દન વિપરીત હતા, સોયરાબાઈ એક વિશિષ્ટ મહિલા હતા. [૯] [૧૦] તેમણે તેમના પતિ અને શાહી પરિવાર પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. જ્યારે શિવાજીને બીજાપુરના રાજા મોહમ્મદ આદિલ શાહે અંગત મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું ત્યારે સઈબાઈએ શિવાજીના સલાહકાર તરીકે કામ કર્યાનો પણ ઉલ્લેખ છે. [૧૧] શિવાજીના મોટા ભાગના અન્ય લગ્નો રાજકીય બાબતોને કારણે થયા હોવા છતાં સઈબાઈના જીવનકાળ દરમિયાન શિવાજીના સમગ્ર પરિવારમાં એકતાનું વાતાવરણ હતું.[૧૦]

૧૬૫૯માં સઈબાઈના અકાળ મૃત્યુ અને ૧૬૭૪ માં જીજાબાઈના મૃત્યુ પછી, શિવાજીનું અંગત જીવન ચિંતા અને દુઃખોથી ઘેરાઈ ગયું. [૧૨] સોયરાબાઈએ તેમના મૃત્યુ પછી શાહી પરિવારમાં મહત્વ પ્રાપ્ત કર્યું હતું, તે સઈબાઈ જેવી સ્નેહી પત્ની ન હતા. [૧૩]

સઈબાઈ તેમના મૃત્યુ સુધી શિવાજીના પ્રિય રહ્યા. શિવાજી માટે પ્રેરણાનો એક મહાન સ્ત્રોત સમાન સઈબાઈ માટે એવી દંતકથા છે કે શિવાજીએ તેમના અંત સમયે મૃત્યુશય્યા પર "સઈ" એ અંતિમ શબ્દ ઉચ્ચાર્યો હતો. [૧]

સંતાનો

[ફેરફાર કરો]

તેમના લગ્નના ઓગણીસ વર્ષના સમયગાળા દરમિયાન, સઈબાઈ અને શિવાજીને ચાર સંતાનો જન્મ્યા. સાકવારબાઈ (ઉપનામ "સખુબાઈ"), રાનુબાઈ, અંબિકાબાઈ અને સંભાજી . સખુબાઈના લગ્ન તેમના પ્રથમ પિતરાઈ ભાઈ મહાદજી સાથે થયા હતા, જે સઈબાઈના ભાઈ બાજાજી રાવ નાઈક નિમ્બાલકરના પુત્ર હતા.[સંદર્ભ આપો]. રાનુબાઈના લગ્ન જાધવ પરિવારમાં થયા. અંબિકાબાઈએ ૧૬૬૮માં હરજી રાજે મહાડિક સાથે લગ્ન કર્યાં [૧૪] સઈબાઈનું ચોથું સંતાન તેમનો એકમાત્ર પુત્ર સંભાજી હતો, જેનો જન્મ ૧૬૫૭માં થયો હતો અને તે શિવાજીનો સૌથી મોટો પુત્ર હોવાથી તેમનો વારસદાર હતો. સંભાજીનો જન્મ વિવિધ કારણોસર રાજવી પરિવારમાં ખૂબ જ આનંદ અને મહત્વનો પ્રસંગ હતો. [૧૫] [ વધુ સારું સ્ત્રોત જરૂરી ]

મૃત્યુ

[ફેરફાર કરો]

૧૬૫૯માં રાજગઢ કિલ્લામાં જ્યારે શિવાજી મહારાજ પ્રતાપગઢ ખાતે અફઝલ ખાન સાથેની મુલાકાતની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સઈબાઈનું અવસાન થયું. તેમણે સંભાજીને જન્મ આપ્યો ત્યારથી તેઓ બિમાર હતા અને મૃત્યુ પહેલા તેમની બિમારી ગંભીર બની ગઈ હતી. સંભાજીની સંભાળ તેમના વિશ્વાસુ ધારાઉ દ્વારા લેવામાં આવી હતી. સંભાજી તેમની માતાના મૃત્યુ સમયે બે વર્ષના હતા અને તેમના દાદી જીજાબાઈ દ્વારા તેમનો ઉછેર થયો હતો. [૧૬] સઈબાઈની સમાધિ રાજગઢ કિલ્લા પર આવેલી છે.

લોકપ્રિય સંસ્કૃતિમાં

[ફેરફાર કરો]
 • સાહિત્ય - શિવપત્ની સઈબાઈ, ડૉ. સદાશિવ શિવદે દ્વારા લખાયેલ સઈબાઈના જીવનનું જીવનચરિત્ર. [૧૭]
 • ફિલ્મ - ઉમાદેવી નાડગોંડે, જે બેબી શકુંતલા તરીકે જાણીતી છે, તેમણે મરાઠી ભાષામાં ૧૯૫૫ની ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજમાં સઈબાઈની ભૂમિકા ભજવી હતી.[સંદર્ભ આપો]
 • ફિલ્મ - સ્મિતા પાટીલે ૧૯૭૪માં આવેલી ફિલ્મ રાજા શિવ છત્રપતિમાં સઈબાઈનું પાત્ર ભજવ્યું હતું[સંદર્ભ આપો]
 • ફિલ્મ - ઈશા કેસકરે ૨૦૨૨માં દિગ્પાલ દિગપાલ લાંજેકર દ્વારા નિર્દેશિત શેર શિવરાજ ફિલ્મમાં સાઈબાઈની ભૂમિકા ભજવી હતી.[સંદર્ભ આપો]
 • કલર્સ ટીવીના ૨૦૧૨ના ઐતિહાસિક ડ્રામા, વીર શિવાજીમાં, સઈબાઈનું પાત્ર અભિનેત્રી પલક જૈને (કુમાર વય) તરીકે અને સોનિયા શર્મા (પુખ્ત વયના)એ ભજવ્યું હતું.[સંદર્ભ આપો][ ટાંકણી જરૂરી ]
 • ટેલિવિઝન - રુજુતા દેશમુખે સ્ટાર પ્રવાહ પર પ્રસારિત થતી લોકપ્રિય ટીવી શ્રેણી રાજા શિવછત્રપતિમાં સઈબાઈનું પાત્ર ભજવ્યું છે.[સંદર્ભ આપો][ ટાંકણી જરૂરી ]
 • ટેલિવિઝન - પૂર્વા ગોખલેએ સંભાજીના જીવન પર આધારિત સ્વરાજ્યરક્ષક સંભાજીમાં સઈબાઈની ભૂમિકા ભજવી હતી.[સંદર્ભ આપો]
 • ટેલિવિઝન - જીજાબાઈના જીવન પર આધારિત સ્વરાજ્ય જનની જીજામાતામાં સઈબાઈનું પાત્ર સમીરા ગુજર-જોશી દ્વારાભજવવામાં આવ્યું છે જ્યારે ગાર્ગી રાનડે યુવાન સઈબાઈનું પાત્ર ભજવ્યું છે.[સંદર્ભ આપો]

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. ૧.૦ ૧.૧ Tare, Kiran (June 16, 2012). "First-ever portrait of Shivaji's queen to be unveiled soon". India Today. મેળવેલ February 27, 2013.
 2. Katamble, V.D. (2003). Shivaji the Great. Pune: Dattatraya Madhukar Mujumdar, Balwant Printers. પૃષ્ઠ 36. ISBN 9788190200004.
 3. Balkrishna Deopujari, Murlidhar (1973). Shivaji and the Maratha Art of War. Vidarbha Maharashtra Samshodhan Mandal. પૃષ્ઠ 35.
 4. Gordon, Stewart (1993). The Marathas 1600-1818. Cambridge University. પૃષ્ઠ 60. ISBN 9780521268837.
 5. Rana, Bhawan Singh (2004). Chhatrapati Shivaji (1st આવૃત્તિ). New Delhi: Diamond Pocket Books. પૃષ્ઠ 19. ISBN 9788128808265.
 6. B. Muddachari (1966). "Maratha Court in the Karnatak". Proceedings of the Indian History Congress. Indian History Congress. 28: 177–179. JSTOR 44140420.
 7. Sen, Surendra Nath (1930). Foreign Biographies of Shivaji Volume 2 of Extracts and Documents relating to Maratha History. K. Paul, Trench, Trubner & Company Limited. પૃષ્ઠ 165.
 8. Kincaid, Dennis (1987). The History of Chh.Shivaji Maharaj: The Grand Rebel (અંગ્રેજીમાં). Karan Publications. પૃષ્ઠ 78.
 9. Sardesai, H. S. (2002). Chh.Shivaji Maharaj, the Great Maratha (1. publ. આવૃત્તિ). Cosmo Publ. પૃષ્ઠ 1011. ISBN 9788177552881.
 10. ૧૦.૦ ૧૦.૧ Vaidya, Sushila (2000). Role of Women in Maratha politics : 1620-1752 A.D. (1. publ. આવૃત્તિ). Sharada Publ. House. પૃષ્ઠ 77. ISBN 9788185616674.
 11. Kulkarni, A. R. (1996). Medieval Maratha country (અંગ્રેજીમાં) (1. publ. આવૃત્તિ). [New Delhi: Books & Books]. પૃષ્ઠ 20. ISBN 9788185016498.
 12. Sardesai, Govind Sakharam (1957). New History of the Marathas: Chh.Shivaji Maharaj and his line (1600-1707) (અંગ્રેજીમાં). Phoenix Publications. પૃષ્ઠ 263.
 13. Kincaid, Dennis (1937). The Grand Rebel: An Impression of Chh.Shivaji Maharaj, Founder of the Maratha Empire. Collins. પૃષ્ઠ 162, 176.
 14. Charles Augustus Kincaid, Dattātraya Baḷavanta Pārasanīsa (1922). A History of the Maratha People: From the death of Chh.Shivaji Maharaj to the death of Shahu. S. Chand. પૃષ્ઠ 44.
 15. Joshi, P.S. (1980). Chhatrapati Sambhaji, 1657-1689 A.D. S. Chand. પૃષ્ઠ 3, 4.
 16. Mehta, J. L. (2005). Advanced study in the history of modern India, 1707-1813. Slough: New Dawn Press, Inc. પૃષ્ઠ 45, 47. ISBN 9781932705546.
 17. "Shivpatni Saibai, Sadashiv Sivade". Sahyadribooks.org. મૂળ માંથી 21 એપ્રિલ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2013.