સચીન રજવાડું
સચીન રાજ્ય સચીન રિયાસત سچن ریاست | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટીશ ભારત | |||||||
૧૭૯૧–૧૯૪૮ | |||||||
Flag | |||||||
સુરત એજન્સીમાંનું સચિન રજવાડું ગુલાબી રંગમાં | |||||||
રાજધાની | સચીન | ||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 127 km2 (49 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 22107 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૯૧ | ||||||
• ભારતની સ્વતંત્ર્તા | ૧૯૪૮ | ||||||
| |||||||
આજની સ્થિતિ | સુરત જિલ્લો, ગુજરાત રાજ્ય |
સચીન રજવાડું બ્રિટિશ રાજના યુગ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની સુરત એજન્સી, ભૂતપૂર્વ ખાનદેશ એજન્સી, સાથે સંકળાયેલ એક રજવાડું હતું. તેની રાજધાની ગુજરાત રાજ્યના હાલના સુરત જિલ્લાના દક્ષિણમાં આવેલ શહેર સચીનમાં હતી.
ઇતિહાસ
[ફેરફાર કરો]સચીન રાજ્યની સ્થાપના ૬ જૂન ૧૭૯૧ના રોજ થઈ હતી. ૮૫%થી વધુ પ્રજા હિંદુ હોવા છતાં, રાજ્યમાં દંડ-રાજપુરી અને જંજીરા રાજ્યના સીદી વંશના સુન્ની મુસ્લિમો શાસન કરતા હતા. સિદ્દી રાજવંશ એબિસિનિયન (હબસી) મૂળનો છે.[૧]
સચીન રજવાડું મરાઠા પેશ્વાના સંરક્ષણ હેઠળ હતું, જ્યાં સુધી તે બ્રિટીશ આશ્રિત ન બન્યું. તેની પોતાની ઘોડેસવારી, ચલણ અને સ્ટેમ્પ્ડ પેપર, તેમજ રાજ્યનું સંગીતવૃંદ હતું જેમાં આફ્રિકન લોકોનો સમાવેશ થતો હતો.
ભારતીય સિનેમાના પ્રારંભિક સુપરસ્ટાર્સમાંની એક અને ભારતની પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશક ફાતિમા બેગમ (૧૮૯૨-૧૯૮૩)એ સચીન રાજ્યના નવાબ સીદી ઇબ્રાહિમ મુહમ્મદ યાકુત ખાન ત્રીજા સાથે કથિત રીતે લગ્ન કર્યાં હતાં. પરંતુ સચીન રાજવી પરિવારના સૂત્રોએ આ અંગે પડકાર ફેંક્યો હતો અને લગ્નને કે તેમનાં સંતાનોનો દાવો સાબિત કરવા માટે રેકર્ડ શોધવા માટે કહ્યું હતું.[૨] ફાતિમા બેગમની પુત્રી સુલ્તાના,[૩] શરૂઆતની ભારતીય ફિલ્મોમાં અગ્રણી વ્યક્તિ બની હતી.[૪] ભારતના પ્રથમ બોલતા ચલચિત્ર આલમ આરા (૧૯૩૧)ની અગ્રણી અભિનેત્રી ઝુબેદા તેની નાની બહેન હતી.[૫]
સચીન રાજ્યના છેલ્લા શાસક નવાબ સીદી ઇબ્રાહિમ મુહમ્મદ યાકુત ખાન ત્રીજાએ ૮ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં જોડાવા માટે જોડાણપત્ર પર હસ્તાક્ષર કર્યા. તે પછી રાજ્ય બોમ્બે પ્રાંતમાં સુરત જિલ્લાનો ભાગ બન્યો.[૬] [૭] [૮]
ભારતના ભાગલા પછી ઝુબૈદા ભારતમાં રહી હતી, જ્યારે તેની બહેન સુલતાના પાકિસ્તાન ગઈ હતી જ્યાં તેણે લગ્ન કર્યા હતા અને એક પુત્રી જમિલા રઝાક હતી, જે ૧૯૫૦ના દાયકાના મધ્ય અને ૧૯૬૦ના દાયકાના મધ્યભાગમાં એક જાણીતી પાકિસ્તાની અભિનેત્રી બની હતી.[૯]
શાસકો
[ફેરફાર કરો]સચીન રાજ્યના શાસકોએ 'નવાબ'નું બિરુદ મેળવ્યું અને બ્રિટિશ અધિકારીઓએ તેને ૯ બંદૂકની સલામ આપવાનો અધિકાર આપ્યો.
- ૬ જૂન ૧૭૯૧ - ૯ જુલાઈ ૧૮૦૨ અબ્દુલ કરીમ મોહમ્મદ યાકુત ખાન પહેલા
- ૯ જુલાઈ ૧૮૦૨ - ૨૫ માર્ચ ૧૮૫૩ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન પહેલા
- ૨૫ માર્ચ ૧૮૫૩ - ૧ ડિસેમ્બર ૧૮૬૮ અબ્દુલ કરીમ મોહમ્મદ યાકુત ખાન બીજા
- ૧ ડિસેમ્બર ૧૮૬૮ - ૪ માર્ચ ૧૮૭૩ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન બીજા
- ૪ માર્ચ ૧૮૭૩ - ૭ જાન્યુઆરી ૧૮૮૭ અબ્દુલ કાદિર ખાન
- ૪ માર્ચ ૧૮૭૩ - જુલાઈ ૧૮૮૬. . . . વાલીપણાં હેઠળ (ઉત્તરાધિકારી નાનો હોવાથી)
- ૭ ફેબ્રુઆરી ૧૮૮૭ - ૧૯ નવેમ્બર ૧૯૩૦ ઇબ્રાહિમ મોહમ્મદ યાકુત ખાન ત્રીજા
- ૭ ફેબ્રુઆરી ૧૮૮૭ - ૪ મે ૧૯૦૭. . . . વાલીપણાં હેઠળ
- ૧૯ નવેમ્બર ૧૯૩૦ - ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ હૈદર મોહમ્મદ યાકુત ખાન
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Pandey, Vikash (19 December 2014). "Africans in India: From slaves to reformers and rulers". Newspaper. મેળવેલ 19 December 2014.
- ↑ "Sachin Princely State (9 gun salute)". મૂળ માંથી 2017-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-23.
- ↑ "Sultana-actress". IMDb.com. amazon.com/IMDb.com. મેળવેલ 13 September 2012.
- ↑ "Indian films and posters from 1930". મૂળ માંથી 2018-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-23.
- ↑ "sultana". Cineplot.com. મેળવેલ 13 September 2012. CS1 maint: discouraged parameter (link)
- ↑ Hunter, Sir William Wilson. The Imperial Gazetteer of India. London, Trübner & Co., 1885
- ↑ Malleson, G. B. An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
- ↑ ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 26 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 117.
- ↑ Jamila Razzaq and Zubaida સંગ્રહિત ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ ના રોજ Wikiwix