સધી માતાનું મંદિર, ખેરવા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સધી માતાનું મંદિર
મંદિર
સધી માતાનું મંદિર is located in ગુજરાત
સધી માતાનું મંદિર
સધી માતાનું મંદિર
ગુજરાતમાં સ્થાન, ભારત
Coordinates: 23°32′39″N 72°26′35″E / 23.5443°N 72.443161°E / 23.5443; 72.443161Coordinates: 23°32′39″N 72°26′35″E / 23.5443°N 72.443161°E / 23.5443; 72.443161
દેશ India
રાજયગુજરાત
જિલ્લોમહેસાણા
સરકાર
 • પુજારીમનોજ યોગી
ઉંચાઇ૮૧ m (૨૬૬ ft)
ભાષાઓ
સમય વિસ્તારIST (UTC+5:30)

સધીમાતાજી મંદિર ભારત દેશનાગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં સ્થિત એક હિન્દુ મંદિર છે.

સધીમાતાજીનું મંદિર ખેરવા ગામથી ૨.૫ કિ.મી. દક્ષિણમાં મહેસાણા - કલોલ,ગાંધીનગર હાઇવે પર સ્થિત છે.

વર્ણન[ફેરફાર કરો]

આ એક ખૂબ જ પ્રાચીન મંદિર છે, જે એક વિશાળ લીમડાના ઝાડ નીચે આવેલું છે. અંદરના ભાગમાં એક લંબચોરસ ગુંબજ છે.  મંદિર સિમેન્ટની અગાસીથી આવરી લેવામાં આવ્યું છે. મંદિરની સામે સંપૂર્ણ સુવિધાઓ સાથેનું આંગણું આવેલું છે. મંદિરની પાછળ બીજી એક આંગણાની જગ્યા છે જેનો ઉપયોગ મેળાઓ અને અન્ય પરંપરાઓ માટે થાય છે. મંદિરની પાછળની ધર્મશાળા પૂજારી (ઉપાસકો) માટે રહેવાની સુવિધા આપે છે. [૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

સદીમાતા રાવલ યોગી સમુદાયની કુળદેવી (મુખ્ય દેવી) છે. આ મંદિરનું નિર્માણ પૂર્વ પુજારી શ્રી ખોડાભાઇ રાવલે કરાવ્યું હતું. તેમનો પારિવારિક વંશ પેઢી દર પેઢી દેવીની ઉપાસના કરે છે. હાલમાં, મનોજ યોગી મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિમાયા છે.

તહેવારો[ફેરફાર કરો]

“ધરો આઠમનો મેળો” એ દર વર્ષે રાવલ યોગી સમુદાય દ્વારા પ્રાયોજિત, મંદિરનો મુખ્ય તહેવાર / મેળો છે. આ હિંદુ પંચાંગમાં ભાદરવા સુદ આઠમ પર યોજાય છે. [૧]

સાધીમાતાજી મંદિર ફક્ત ખેરવામાં જ નહી, પરંતુ નજીકના વિસ્તારોમાં પણ જાણીતું છે. લોકો તેમની ઇચ્છાઓની પૂર્તિ માટે પૂછવા માટે, ઉઘાડપગે આવે છે. મોટાભાગના લોકો રવિવાર અને મંગળવારે મંદિરની મુલાકાત લે છે. હિન્દુ નવા વર્ષ પર, ભક્તોએ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ.

સ્થાન[ફેરફાર કરો]

મંદિરખેરવાથી ૨ કિ.મી, ૧૧ કિ.મી.મહેસાણાથી અને ૨૧ કિ.મીગોઝારીયાથી દુર આવેલ છે.મહેસાણા અને જગુદણ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Sadhi Mataji Temple, Kherva, Mehsana, Gujarat". ApniSanskriti - Back to veda.