સપ્તપર્ણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.
સપ્તપર્ણી
Alstonia.scholaris.jpg
Indian Devil tree (Alstonia scholaris)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Gentianales
Family: Apocynaceae
Tribe: Plumeriae
Subtribe: Alstoniinae
Genus: 'Alstonia'
Species: ''A. scholaris''
દ્વિનામી નામ
Alstonia scholaris
L. R. Br.
સપ્તપર્ણીનું વૃક્ષ
સપ્તપર્ણીના વૃક્ષની એક ડાળી

સપ્તપર્ણીનું વૃક્ષ બહુ મોટું થતું હોય છે. આ ઝાડને હિન્દી ભાષામાં ચિતવન પણ કહેવામાં આવે છે. લગભગ ઉદ્યાનો, રસ્તાઓ અને ઘરોની આસપાસ સુંદર સફેદ ફુલોવાળા મધ્યમ આકારનાં સપ્તપર્ણીનાં વૃક્ષ જોવા મળે છે. આ એક એવું વૃક્ષ છે જેનાં પાંદડા ચક્રાકાર સમૂહમાં સાત-સાતનાં ક્રમમાં લાગેલા હોય છે અને આ જ કારણથી તેને સપ્તપર્ણી કહેવામાં આવે છે. આનું વાનસ્પતિક નામ એલ્સટોનિયા સ્કોલારિસ છે. સુંદર ફૂલો અને તેની મોહક ગંધનાં કારણે જ આ ઉદ્યાનોમાં પણ જોવા મળે છે. આ ફૂલોને મહત્તમ રીતે મંદિરો અને પૂજા ઘરોમાં ભગવાનને અર્પણ પણ કરવામાં આવે છે. આદિવાસીઓ આ વૃક્ષની છાલ, પાંદડા અને પત્તા વિગેરેને અનેક હર્બલ નુસખા તરીકે અજમાવતા હોય છે. આવો જાણીએ કે સપ્તપર્ણીનાં ઔષધિય મહત્વનાં વિશે ખાસ ઉપયોગી માહિતી...

આધુનિક વિજ્ઞાન આ છાલથી પ્રાપ્ત ડિટેઇન અને ડિટેમિન જેવા રસાયણોને ક્વિનાઇનથી ઉચ્ચતમ માને છે. આદિવાસીઓનાં જણાવ્યા અનુસાર, આ વૃક્ષની છાલને સુકવીને ચૂર્ણ બનાવીને 2-3 ગ્રામ જો સેવન કરવામાં આવે, તો મેલેરિયાનાં તાવમાં ખુબ ઝડપથી ફાયદો થાય છે. મજાની વાત તો એ છે કે તેની અસર કંઇક આવી રીતે થાય છે કે શરીરમાં પરસેવો નથી થતો, જ્યારે ક્વિનાઇનની દવા લેવાથી પુષ્કળ પરસેવો થાય છે.