સભ્યની ચર્ચા:ગામડિયો
સ્વાગત!
[ફેરફાર કરો]ભાઈશ્રી ગામડિયો, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- અશોક મોઢવાડીયા ૦૮:૪૮, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
લેખ કેમ બનાવવો?
[ફેરફાર કરો]ભાઇ, મારુ પાનુ તો બનાવીયુ. હવે હું કરવાનું સે ? લેખ કેમ બનાવાનો ? શીખવાડોને.-ગામડિયો
- વિકિપીડિયામાં આપનું સ્વાગત છે. જે રીતે તમે દૂધસાગર ધોધ લેખમાં સુધારા કર્યા તેવા જ સુધારાઓની અહીં તાતી જરૂર છે. લેખ બનાવવા માટે તમે ભાષાંતર સાધન વાપરી શકો છો (તેમાં મશીન ભાષાંતર પ્રાપ્ત છે, પરંતુ તેને સીધું જ ન વાપરતાં જોડણી, વ્યાકરણ તેમજ વાક્યોની ભૂલો સુધારીને લેખ બનાવવા વિનંતી છે.) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૫, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
ભાઇ હારુ થયું કે તમ્ કીધુ. મેં એમાં ભાષાંતર કર્યુ પણ પછી કંટાળીને બંધ કરી દીધું. થોડુક શીખવું પડશે પસે આવડી જાહે.ન્યા લગી હું જોડણીયું સુધારુ સુ. લેખ બનાવવાનો હોય તો આમાથી જ બનાવવાનો ? આમા ભાષાંતર વગર તો લેખ બનતો નથી. પણ હારું સાધન સે. હું અધુરો લેખ પુરો કરીશ.-ગામડિયો
- ભાઈ, તમે જે લેખ અહિં ન હોય તે ભાષાંતર સાધનની મદદ વગર કે ભાષાંતર કર્યા વગર પણ બનાવી શકો. જે લેખ બનાવવો હોય તે પહેલેથી અહિં છે કે નહિ તે શોધી જુઓ, જુદીજુદી જોડણીઓનો ઉપયોગ કરીને શોધવું. જો શબ્દ ન મળે તો આવું જોવા મળશે જેમાં લાલકડી ઉપર ક્લિક કરીને તમે નવો લેખ બનાવવાની શરૂઆત કરી શકશો.
- જો કે નવો લેખ બનાવો તે પહેલા સ્વાગત સંદેશામાં આપેલી કડીઓની મુલાકાત લઈને વિકિપીડિયા શું છે, અહિં શું કરી શકીએ અને શું ન કરી શકીએ, જે કરી શકીએ તે કેવી રીતે કરાય, વગેરેની માહિતી મેળવી લેશો જેથી આગળ કામ કરવાનું સરળ રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૨, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
હા, પાનું બનાવોનું બટન હવે દેખાણું. હું હવારથી ગોતતો'તો પણ મેળ પડ્યો નઈ. મેં હવારમાં ક્ બે કડીઓની મુલાકાત લીધી'તી. બીજીયું હજી બાકી છે. આપના બ્યનો ખૂબ ખૂબ અભાર. હું વાંચીને પછી થોડાક દિવસ પસે લેખ બનાવય્. તેમાં ભૂલ હોય તો કે જો.-ગામડિયો
- એય ને તમતમારે વોંચ્યે રાખો, નવો પાનોં બનાબ્બા મોટે અમી થોડોઘણો લોકો અહિં સિયે, તમારું વાંસવાનું પતે અને હરખી ફાવટ આવે એટલે અમની કીજો, પસે અમી જોઈ લૈહું....--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
હા હો પસે તો એયને મજો મજો થૈ જાહે. ભલુ થાજો તમારા બેયનું કે અરધુપરધુ આવડી ગ્યું. એ એક બે દિ'માં પતી જહે પસી તમને કઉં. આભાર.-ગામડિયો (ચર્ચા) ૨૨:૩૪, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
- ગામડીયા ભાઈ, તમે બવ જાણકાર હો એ રીતે પાનાઓ પર હંજવારી કાઢી શકો છો એ જાણીને ખુબ આનંદ થયો. મદદની જરૂર પડે તો અમે સહુ પણ ટેકો કરવા તૈયાર સવી. આવું હારૂ કામ ચાલું રાખજો. વાહ, તમે તો શ્રી ધવલભૈ ની લેખીનીમાં પણ તળપદી બોલીની સોડમ આણી છે. એક વખત સંધાય ભેદા થૈને કરીયું ખાહું.--એ. આર. ભટ્ટ ૦૮:૧૫, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
- કેરીયુ ખાવાનું આપડી વાડીએ જ રાખસુ. ઘરવાળી માથાની મળી સે એટલે હવારમાં રોજ હંજવારી કાઢવી પડે સે એટલે ટેવ પડી ગૈ સે. આયા બધાય મજાના માણસ સે. મજા પડી. જરુર પડહે તો ડોરબેલ વગાડય. આભાર સાયેબ.-ગામડિયો (ચર્ચા) ૦૮:૫૨, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
- ભાઈ, તમે કેની પારના? કીયું ગામ તમારું? આ તો ખાલી એટલા માટે જ પુસ્યું કે ખબર પડે કે કેરીઓ ખાવા આઈએ તો ચઈ કેરી મલવાની, પાયરી, હાફુસ, દેશી કે કેસર?
- (આડવાત) હારું કેવું દુ:ખ, હો વીઘાની જમીનનો અને સાર-પોંચ ફેક્ટરિયુંના માલિકનું બૈરું પણ ઈના ધણી પાહે હંજવારી કઢાવે સે, ઘરમાં નોકર-સાકર નહિ રાખ્યા?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૬, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
- કેરીયુ ખાવાનું આપડી વાડીએ જ રાખસુ. ઘરવાળી માથાની મળી સે એટલે હવારમાં રોજ હંજવારી કાઢવી પડે સે એટલે ટેવ પડી ગૈ સે. આયા બધાય મજાના માણસ સે. મજા પડી. જરુર પડહે તો ડોરબેલ વગાડય. આભાર સાયેબ.-ગામડિયો (ચર્ચા) ૦૮:૫૨, ૧૫ જૂન ૨૦૧૬ (IST)
સ્વાગત
[ફેરફાર કરો]તમારું સ્વાગત છે, તમે લખેલી ભાષા વાંચવાની મજા પડે છે. :)--Sushant savla (ચર્ચા) ૨૧:૦૨, ૧૪ જૂન ૨૦૧૬ (IST)
હાહાહા. અમે ગામડે આવી જ બોલી બોલીએ સીએ. ગામડાના માણહને સુધરેલું બોલતા આવડે નૈ. વાડીયે કેરીયુ ખાવા પધારો તો વધારે મઝા પડે.-ગામડિયો (ચર્ચા) ૨૨:૦૦, ૧૪ જૂન ૨૦૧૬ (IST)